GSTV
Home » News » મેરેજ સર્ટિફિકેટ માંગ્યું તો કહ્યું- ફરીથી લગ્ન કરો તો જ મળશે, પછી અધિકારીઓના થયા કઈંક આવા હાલ!

મેરેજ સર્ટિફિકેટ માંગ્યું તો કહ્યું- ફરીથી લગ્ન કરો તો જ મળશે, પછી અધિકારીઓના થયા કઈંક આવા હાલ!

કેરળના મેરેજ રજિસ્ટાર ઓફિસમાં ચાર કર્મચારીઓએ એક પરિણીત કપલ સાથે કરેલ મજાક બહુ મોંઘી પડી છે. આ કપલ તેમનું મેરેજ સર્ટિફિકેટ લેવા ગયું તો, આ અધિકારીઓએ તેમને કહ્યું કે, ફરીથી લગ્ન કરી લો, પછી જ સર્ટિફિકેટ મળશે.

કેરળના નોંધણી મંત્રી જી. સુધાકરનને આ અંગે ખબર પડતાં જ તરત જ તેમણે ઉચ્ચ સ્તરની તપાસના આદેશ આપી રિપોર્ટ મળતાં જ આ અધિકારીઓને સસ્પેન્ડ કરી દીધા. મધુસૂદન નામની વ્યક્તિએ 27 ફેબ્રુઆરી, 2003માં યોગ્ય નીતિ-નિયમોથી લગ્ન કર્યાં હતાં અને 16 જૂને તેમને સર્ટિફિકેટની જરૂર પડતાં કોઝિકોડની મુક્કોમમાં સબ-રજિસ્ટ્રારની ઓફિસમાં કૉપી લેવા આવ્યા હતા.

જૂના રેકોર્ડ્સ શોધવા ન પડે એ માટે રજિસ્ટાર ઓફિસના કર્મચારીઓએ તેમને ફરીથી લગ્ન કરવા કહ્યું, જેથી તરત જ સર્ટિફિકેટ આપી શકાય.

નોંધણી મંત્રીએ તેમની એક ફેસબુક પોસ્ટમાં જણાવ્યું છે કે, આવો દુર્વ્યવહાર અને મજાક ક્યારેય સહન ન કરી શકાય. સર્ટિફિકેટ એ જ દિવસે આપી શકાયું હોત, છતાં તેમને ત્રણ દિવસો સુધી ધક્કા ખવડાવ્યા અને આ દરમિયાન તેમની બહુ મજાક પણ ઉડાવી. આ દરમિયાન મધુસૂદનને કોઇ કારણા વગર ખૂબ અપમાનનો પણ સામનો કરવો પડ્યો. જેથી આ ચાર અધિકારીઓને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.

Related posts

પાકિસ્તાનીઓને હવે મોત પણ મોંઘી પડશે, કબર પર આટલો ટેક્સ લગાવશે સરકાર

Bansari

બાળકીનો રેપ કરીને સાઉદી ભાગી ગયો આરોપી, મહિલા IPS ઓફિસરે આ રીતે દબોચ્યો

Arohi

કુલભૂષણ મામલે વી.કે.સિંહે પાકિસ્તાન પર કર્યા આકરા પ્રહાર, ‘પાકિસ્તાનને તેની ભૂલનો અનુભવ થશે’

Mayur
Do NOT follow this link or you will be banned from the site!