GSTV
Home » News » માત્ર 3900 રૂપિયામાં ઘરે લઈ જાઓ TVS Jupiter, 1 લીટરમાં ચાલશે 62 કિલોમીટર

માત્ર 3900 રૂપિયામાં ઘરે લઈ જાઓ TVS Jupiter, 1 લીટરમાં ચાલશે 62 કિલોમીટર

દર મહિને મોટી મોટી કંપનીઓ કસ્ટમર્સને પોતાની તરફ એટ્રેક્ટ કરવા માટે ઓફર્સ લઈને આવે છે. ત્યારે TVS Motors પણ એક ઓફર લઈને આવી છે. જી હા કંપની માત્ર 3900 રૂપિયાની ડાઉનપેમેન્ટ પર ટીવીએસ જ્યુપિટર ઝેડએક્સ ખરીદવાની તક આપી રહી છે. અને બાકીની રકમ તમે હપ્તામાં ચૂકવી શકો છો.

આ છે ઓફર

આ ઓફર હેઠળ કંપની 3900 રૂપિયાના ડાઉનપેમેન્ટની સાથે આ સ્કૂટર ખરીદવાની તક આપી રહી છે. તેના સિવાય કંપની ઝીરો પ્રોસેસિંગ ફી અને સ્કૂટર પર 7.99 ટકાના ઓછા વ્યાજ દરની પણ ઓફર આપી રહી છે. એટલુ જ નહી Paytm  દ્વારા Jupiter zxને ખરીદવા પર 6000 રૂપિયા સુધીનું કેશબેક પણ મળી શકે છે.

એન્જીન અને માઈલેજ

Jupiter zxમાં 109.7 સીસી, CVTi એન્જીન આપવામાં આવ્યુ છે. જે 7.88 PS પાવર અને 8 Nmનું ટોર્ક જનરેટ કરે છે. જ્યારે માઈલેજની વાત કરીએ તો, એક લીટરમાં આ સ્કૂટર 62 કિલોમીટરની માઈલેજ આપે છે. દિલ્હીમાં એક્સ શોરૂમ કીંમત 52,645 રૂપિયાથી લઈને 59,635 રૂપિયા સુધી જાય છે.

READ ALSO

Related posts

જાપાનનો આ અબજોપતિ ચંદ્ર પર સાથે લઈ જવા ગર્લફ્રેન્ડની કરી રહ્યો છે શોધ, તેના માટે કાયદેસર વેકેન્સી કાઢી

Mansi Patel

શિરડી બંધનાં વિવાદને લઈને CM ઉદ્ધવ ઠાકરની મીટિંગ

pratik shah

લાખોના ખર્ચે બનાવેલ યોજના શોભાના ગાઠિયા સમાન, સાત વર્ષમાં નળમાં ધુળ જામી ગઈ પણ પાણી ના આવ્યું

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!