GSTV
World

Cases
5225893
Active
7111331
Recoverd
569028
Death
INDIA

Cases
301609
Active
553471
Recoverd
23174
Death

માત્ર પાંચ દિવસના વાઈબ્રન્ટ ઇવેન્ટ માટે એરપોર્ટ પર સ્વાગત પાછળ આટલો ખર્ચ કરાશે

૧૮ જાન્યુઆરીથી ૨૨ જાન્યુઆરી વાઇબ્રન્ટ ગુજરાત summit અને ટ્રેડ શો શરૂ થઈ રહ્યો છે, જેમાં દેશ-વિદેશથી રાજનેતાઓ તથા મલ્ટિનેશનલ કંપનીઓના ceo  આવવાના છે. અમદાવાદ એરપોર્ટ પર પાંચ  દિવસ સુધી તેમની આગતાસ્વાગતા કરવા માટે ગુજરાત સરકાર સવા ત્રણ કરોડ રૂપિયાનો ખર્ચે એરપોર્ટ બ્યુટિફિકેશનનું  ટેન્ડર બહાર પાડયું છે.

 ગુજરાત સરકારની માલિકીનાં  ગુજ સેઇલ  એટલે કે ગુજરાત સ્ટેટ  aviation  ઈન્ફ્રાસ્ટ્રક્ચર  લિમિટેડ દ્વારા આ માટેનું એરપોર્ટ બ્યુટિફિકેશનનુંં ટેન્ડર બહાર પડાયું હતું. guj સેઇલે ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ એન્ડ ટેકનિકલ consultancy ઓર્ગેનાઇઝેશન લિમિટેડને ટેન્ડર બનાવી પ્રક્રિયા કરવાનું કહ્યું હતું, જેને પગલે એરપોર્ટ બ્યુટિફિકેશનનું ટેન્ડર બહાર પડયું હતું. જેમાં રાજકોટની કામનાથ મુદ્રણાલય પ્રાઇવેટ લિમિટેડને ટેન્ડર સવા ત્રણ કરોડમાં આપ્યું છે. કામનાથ કંપનીના માલિક પ્રીતિબેન પ્રિયવદન કક્કડ અને પ્રિયવદન શાંતિલાલ કક્કડ છે. ટેન્ડરની અંદર તારીખ ૧૭ થી ૨૭ જાન્યુઆરી સુધી કામ કરવાનું જણાવાયું છે જ્યારે વાઇબ્રન્ટ સમિટ અને ટ્રેડ શો ૩ થી ૫ દિવસમાં જ પૂરો થઈ જવાનો છે.   જેટકોના અધિકારી આર.એમ.પટેલ અને ગુજ સેઇલના અધિકારી અભિષેક પંચાલે આ ટેન્ડર સેટ કર્યું હતું એવો આક્ષેપ પણ થઈ રહ્યો છે.

એરપોર્ટ પર સવા ત્રણ કરોડમાં કામનાથ મુદ્રણાલય શું કામ કરશે ?

– એરપોર્ટ ને રોશનીથી ઝળહળતું કરાશે

– મહેમાનોને બેસવા માટેના  સોફા મુકાશે

– નાના સ્ટેજ ડોમ અને હેલ્પ ડેસ્ક ઉભા થશે

– સ્વાગત કરતા ફ્લેક્સ બેનરો  લગાવશે

– મહાનુભવોને માટે ચા-કાફીની વ્યવસ્થા

Related posts

GTUએ ઓનલાઈન – ઓફલાઈન પરિક્ષાની જાહેર કરી તારીખો, 16મીથી વિદ્યાર્થીઓ કરી શકશે વિકલ્પની પસંદગી

pratik shah

વિશ્વના સૌથી ધનાઢ્ય પદ્મનાભ મંદિરના વિવાદનો અંત: સુપ્રીમે ત્રાણવણકોર રાજપરિવારને જ સોંપ્યો ખજાનો

Bansari

ડિજિટલ ક્રાંતિની દિશામાં મોટુ પગલું, ભારતમાં 75000 કરોડનું રોકાણ કરશે Google: આ 4 ક્ષેત્રો પર ફોકસ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!