GSTV
Home » News » મોદી સરકારમાં ગુજરાતના 4 નેતાઓને મળી શકે છે પ્રધાનપદ, આ સાંસદને લાગશે લોટરી

મોદી સરકારમાં ગુજરાતના 4 નેતાઓને મળી શકે છે પ્રધાનપદ, આ સાંસદને લાગશે લોટરી

ભાજપે જંગી બહુમતી સાથે ચુંટણી જીતી છે ગુજરાતની તમામ સીટ ભાજપના ફાળે રહી છે આગામી 20 તારીખે મોદી શપથ લેશે સાથે જ મંત્રીઓ પણ શપથ લેશે ગુજરાત માંથી આ લોકોને સ્થાન મળી શકે છે.

ગુજરાત મોદી અને શાહનું હોમ ટાઉન છે, ગુજરાતની તમામ 26 બેઠકો ફરીથી ભાજપને મેળવી છે. ત્યારે હવે નવી સરકાર બનશે તેમાં પણ ગુજરાતન નેતાઓને વધારે મહત્વ મળવાના સંકેતો છે. ગુજરાતના તમામ 26 સાંસદોમાંથી ચાર નેતાઓને મોદીના પ્રધાન મંડળમાં સ્થાન મળે તેવી શક્યતાઓ છે. પાછલી સરકારમાં ગુજરાતના રાજ્યસભાના સાંસદ મનસુખ માંડવીયા અને પુરષોતમ રૂપાલાને સ્થાન મળ્યું હતું.

આ વખતે આ બંને નેતાઓ રીપીટ થશે તો અમિત શાહ અને અમદાવાદ પશ્ચિમના સાંસદ કિરીટ સોલંકીને પણ સ્થાન મળવાની શક્યતા રહેલી છે. આ નેતાઓની જો વાત કરીએ તો ગાંધીનગર લોકસભા બેઠક પર જંગી લીડ સાથે જીત મેળવનાર ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ આગામી સરકારમાં નંબર-ટુ પર રહેશે. તો સાંસદ કિરીટ સોલંકી ડોક્ટર છે. સાથે જ સ્વચ્છ છબી ધરાવનાર નેતા છે. તેઓ આ વખતે ત્રીજી વખત ચુંટાઈ આવ્યા છે.

ગત સમયે તેમને બોર્ડમાં ચેરમેન પદ આપવામાં આવ્યું હતું. ત્યારે હવે કોઈ એક વિભાગમાં મંત્રી બનવાનું લગભગ નક્કી માનવામાં આવે છે. તો રાજ્ય સભા સાંસદ મનસુખ માંડવીયા અને પરષોતમ રૂપાલા આ બંને ભાજપના દિગ્ગજ નેતા છે અને મોદી-શાહની ગુડ બુકમાં સ્થાન ધરાવે છે અને એટલે જ ગત વખતે પણ આ બંને નેતાઓને રાજ્ય કક્ષાના મંત્રી બનાવવામાં આવ્યા હતા અને આ વખતે બંને નેતાઓને રીપીટ કરી રાજ્ય કક્ષાના મંત્રી બનાવવામાં આવે તેવું સુત્રો તરફથી જાણવા મળી રહ્યું છે. હાલમાં ભાજપે જીત મેળવી લીધી છે અને ૩૦ તારીખે પીએમ શપથ લેશે ત્યારે કોને કોને મંત્રી પદ આપવું તેને લઈને મનોમંથન ચાલી રહ્યું છે.

READ ALSO

Related posts

2025 સુધીમાં ભારતીય રક્ષાઉદ્યોગને 5 બિલીયન ડોલર સુધી પહોંચાડવાનું લક્ષ્ય, નિકાસ પર કરાશે ફોકસ

Mansi Patel

ભયજનક ઈમારતો, જર્જરિત સ્ટ્રકચરો અને તંત્રની બેદરકારીમાં ગુજરાત દેશમાં ત્રીજા ક્રમે

Mayur

ગોતામાં જર્જરીત ટાંકી ધરાશાયી : ફાયરબ્રિગેડની 10 ગાડીઓ ઘટનાસ્થળે, અમદાવાદની 26 ટાંકી અતિ ભયનજક

Mayur
Do NOT follow this link or you will be banned from the site!