GSTV

મોટા સમાચાર / સ્પુતનિક લાઇટ વેક્સીનના 40 લાખ ડોઝ થશે આયાત, ડેલ્ટા વેરિએન્ટ વિરુદ્ધ 70 ટકા સુધી છે અસરકારક

Last Updated on November 24, 2021 by Zainul Ansari

રશિયામાં બનાવાયેલી કોરોના વિરોધી વેક્સીન સ્પુતનિક લાઇટ ભારતમાં ડિસેમ્બર મહિના સુધીમાં લોન્ચ થઈ શકે છે. રશિયન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ ફંડના સીઈઓ કિરિલ દિમિત્રીવે આ જાણકારી આપી છે. રશિયાનો દાવો છે કે સ્પુતનિક લાઇટ લગાવવાના પ્રથમ ત્રણ મહિનામાં કોરોનાના ડેલ્ટા વેરિએન્ટ વિરુદ્ધ 70 ટકા સુધી અસરકારક છે.

રશિયન તંત્ર પ્રમાણે સ્પુતનિક લાઇટને લઈને કરવામાં આવેલું વિશ્લેષણ 28 હજાર વોલેન્ટીયરોથી પ્રાપ્ત આંકડાના આધાર પર હતું. સરકારે ઓક્ટોબર મહિનામાં ઘરેલૂ સ્તર પર નિર્મિત રશિયાની સિંગલ ડોઝ કોવિડ-વેક્સીન સ્પુતનિક લાઇટના આયાતની મંજૂરી આપી હતી. રિપોર્ટ પ્રમાણે ભારતીય દવા કંપની હેટેરો બાયોફાર્મા લિમિટેડને રશિયાને સ્પુતનિક લાઇટના 40 લાખ ડોઝને આયાત કરવાની મંજૂરી આપવામાં આવી છે.

રશિયન રાજદૂત નિકોલાય કુદશેવે ભારત સરકારને સ્પુતનિક લાઇટની આયાત કરવાની મંજૂરી આપવાનો આગ્રહ કર્યો હતો. હાલ આ વેક્સીનને ભારતમાં ઇમરજન્સી ઉપયોગની મંજૂરી આપવામાં આવી નથી. દેશમાં હેટેરો બાયોફાર્મા સ્પુતનિક લાઇટનું નિર્માણ કરે છે. રશિયન વેક્સીન સ્પુતનિક લાઇટ સ્પુતનિક વીના કમ્પોનેન્ટ-1 જેવી જ છે.

Read Also

Related posts

કોરોનાથી મોતને ભેટેલાના વારસદારોને સહાયને લઈને સૌથી મોટા સમાચાર/ અમદાવાદના પૂર્વ વિસ્તારમાં 350 લોકોને સહાયની ચૂકવણી થઈ

Pravin Makwana

કાર ખરીદવાનું બજેટ ઓછુ હોય તો આ સમાચાર છે તમારા માટે, 5-6 લાખ રૂપિયામાં આ 6 ધાંસૂ હેચબેક છે ઓપ્શન

Bansari

ટીચર સામે રડતા રડતા બોલ્યો બાળક – ‘ પપ્પા પુસ્તક નથી ખરીદી આપતા, દારૂ પર ખર્ચી નાખે છે પૈસા’

Damini Patel
Do NOT follow this link or you will be banned from the site!