GSTV
Home » News » બેન્કોમાં મોદી સરકારની હિસ્સેદારી તળિયાઝાટક, 4 લાખ કરોડનો ઘટાડો

બેન્કોમાં મોદી સરકારની હિસ્સેદારી તળિયાઝાટક, 4 લાખ કરોડનો ઘટાડો

કોમર્શિયલ બેંકોમાં જમાં કુલ રકમમાં સરકારની હિસ્સેદારીમાં જંગી ઘટાડો જોવા મળ્યો છે. માર્ચ 2019માં આ રકમ 11.86 લાખ કરોડ જેટલી નોંધાઈ છે જે ગત વર્ષના સમાન સમયગાળા દરમિયાન રૂ.15.79 લાખ કરોડ હતી. રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા તરફથી જાહેર કરાયેલ આંકડાઓમાં આ વાતનો ખુલાસો થયો છે. જો કે, આ સમયગાળા દરમિયાન નોન ફાઇનાન્સિયલ કોર્પોરેટસની જમા રકમમાં રૂ.6.5 લાખ કરોડનો વધારો થયો છે.

RBIના ડેટા અનુસાર, માર્ચ 2018માં સરકારી સેક્ટરની કુલ ડિપોઝીટમાં હિસ્સેદારી 13.5 ટકા હતી જે માર્ચ 2019માં ઘટીને 9.2 ટકા થઇ ગઈ છે. બીજી તરફ નોન ફાઇનાન્સિયલ કંપનીઓની હિસ્સેદારી માર્ચ 2018માં રૂ.11.82 લાખ કરોડથી વધીને રૂ.18.36 લાખ કરોડે પહોંચી ગઈ છે. આમ આ કંપનીઓની હિસ્સેદારી 10.1 ટકાથી વધીને 14.24 ટકા થઇ છે. એક વર્ષ દરમિયાન નોન ફાઇનાન્સિયલ કંપનીઓની બેન્ક ડિપોઝીટમાં રૂ.650,000 કરોડનું શિફ્ટ જોવા મળ્યું હતું.

સંસ્થાગત શ્રેણીઓની વાત કરીએ તો બેન્કમાં જમા રકમ મામલે 63.2 ટકા સાથે હાઉસહોલ્ડ સેક્ટર સૌથી વધુ હિસ્સેદારી ધરાવે છે. આ સેક્ટરની બેન્ક ડિપોઝીટમાં 2018ના રૂ.74.11 લાખ કરોડથી વધીને 2019માં રૂ.81.51 લાખનો વધારો થયો છે. જો કેમ કુલ ટકાવારીના માપદંડ પર જોવા જઈએ તો 2019 દરમિયાન કુલ ડિપોઝીટમાં હાઉસહોલ્ડ સેક્ટરની હિસ્સેદારી 63.21 ટકા હતી, જે 2018માં પણ સમાન ગણી શકાય તેવી 63.3 ટકા રહી હતી.

ભારતીય અર્થવ્યસ્થામાં ફેલાઈ ગયેલ મંદીને નજરમાં રાખતા એક્સપર્ટનું માનવું છે કે કોર્પોરેટ જગતને ટેક્સમાં અપાયેલ રાહત અને નવા રોકાણમાં આવેલ ઘટાડાને કારણે આ સેક્ટરની બેન્ક ડિપોઝીટમાં વધારો થવો સંભવ છે. આ ઉપરાંત આરબીઆઇના આંકડાથી તેવો પણ ખુલાસો થયો છે બેન્કમાં જમા રકમમાં કારણેમ સેવિંગ અને ટર્મ ડિપોઝીટની હિસ્સેદારી ક્રમશ: 9.6,31.9 અને 58.5 ટકા છે.

READ ALSO

Related posts

નિર્ભયા મામલો: સગીર હોવાના દાવાવાળી અરજી પર 20 જાન્યુઆરીએ સુનવણી કરશે સુપ્રિમ કોર્ટ

Mansi Patel

પાકિસ્તાનમાં હવે આવ્યુ લોટનું સંકટ,પડોશી દેશને બે ટંકની રોટલી મેળવવા પડી રહ્યા છે ફાંફા

Mansi Patel

‘હિટમેન’ રોહિત શર્માએ ગાંગુલી-સચિનને પછાડ્યા, ODIમાં પૂર્ણ કર્યા ધમાકેદાર 9000 રન

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!