GSTV

Big Breaking : ગાંધીનગરનાં કુડાસણમાં બિલ્ડીંગના ખોદકામ સમયે ભેખડ ધસતાં 4 મજૂરોનાં મોત

ગાંધીનગરના કુડાસણમાં માટીની ભેખડ ધસી પડતાં દટાયેલાં 4 મજૂરોનાં મોત થયાં છે. મૃતકોની હજુ સુધી કોઈ ઓળખ થઈ નથી. પોલીસે આ બાબતે કાર્યવાહી હાથ ધરી છે. પ્રમુખ આનંદ ઓર્બિટ મોલની કન્સ્ટ્રક્શન સાઈટ પર ખોદકામની કામગીરી ચાલી રહી હતી. આ સમયે જ આ ઘટના ઘટી હતી.

આ સાઈટ ગાંધીનગરના કુડાસણ પાસે આવેલી છે. આજે બપોરના સમયે ઘટેલી આ ઘટના બાદ તંત્રમાં પણ દોડધામ મચી હતી. દટાયેલા મજૂરોને બચાવવાની ઘણી કોશિષ કરાઈ હતી પણ તેઓના જીવ બચાવી શકાયા ન હતા. આ મજૂરોને બહાર કાઢવા 2 જેસીબી મશીન લગાવાયા હતા પણ તેમનું પ્રાણપંખેરૂ ઉડી ગયું હતું.  તમામને કાઢવા માટે હાજર લોકોએ રેસ્ક્યૂ કર્યું હતું.

ઘટનાની જાણ થતાં ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા છે. જેસીબીની મદદથી બહાર કાઢી દટાયેલા 4 વ્યક્તિઓને સિવિલ હોસ્પિટલમાં લઇ જવાયા હતા. જો કે સિવિલ હોસ્પિટલના હાજર ડોક્ટરે તમામને મૃત જાહેર કર્યા હતા. આ ઘટનામાં કેટલા મજૂરો દટાયા હતા તેની વિગતો હજુ પ્રાપ્ત થઈ નથી પણ આ અંગે પોલીસ તપાસ કરી રહી છે. બનેલી આ ગોઝારી ઘટનામાં 4 નિર્દોષોનો ભોગ લેવાઈ ગયો હતો.

પ્રમુખ ઓર્બિટ સાઈટની ભેખડ ધસી પડતાં આ ઘટના ઘટી છે. બિલ્ડીંગના ખોદકામ સમયે જ ભેખડ ધરાશાયી થઈ હતી. મૃતકોની લાશોને હાલમાં સિવિલમાં રખાઈ છે. ઘટનાની ગંભીરતાને ધ્યાને લઇને તંત્રના ઉચ્ચઅધિકારીઓ પણ ઘટનાસ્થળે દોડી ગયા હતા.

READ ALSO

Related posts

રાજ્યના શહેરમાં બાળકો માટે તૈયાર કરવામાં હૃદય રોગ માટેની અદ્યતન હોસ્પિટલ, દેશ વિદેશના લોકો લઈ શકશે લાભ

Nilesh Jethva

આવનાર જોખમોને લઈને AIIMSના ડાયરેક્ટરે આપી ચેતવણી, શિયાળામાં વધી શકે છે કોરોનાની ઝડપ

pratik shah

આ તારીખથી કાકરિયા લેક ફ્રન્ટની અન્ય એક્ટિવિટી મુલાકાતીઓ માટે થશે શરૂ, કોરોના ગાઈડ લાઈનનું કરવું પડશે પાલન

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!