જસદણમાં હવે 5 કોળી ઉમેદવારો મેદાને, ભાજપ અને કોંગ્રેસના સમીકરણો બગડ્યા

જસદણ વિધાનસભાની પેટા ચૂંટણીનું ચિત્ર સ્પષ્ટ થયું છે. સાત અપક્ષ ઉમેદવારોએ પોતાની ઉમેદવારી પાછી ખેંચી છે. એટલે હવે પેટા ચૂંટણીમાં ભાજપ-કોંગ્રેસ સહિત આઠ ઉમેદવારો ચૂંટણી મેદાનમાં છે. ઉમેદવારી પાછી ખેંચવાનો આજે છેલ્લો દિવસ હતો. આ બેઠક પરથી કોંગ્રેસમાંથી ભાજપમાં ગયેલા કુંવરજી બાવળીયા અને કોંગ્રેસે અવસર નાકીયાને ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે. બંને કોળી જ્ઞાતિના છે. અહીંની ચૂંટણીના સૌથી મહત્વના કોળી મતદારોને આકર્ષવા ભાજપ – કોંગ્રેસે કોળી ઉમેદવારો ઉભા રાખ્યા તેની સાથે બે અપક્ષ કોળી ઉમેદવાર છે. જેને લીધે કોળી મતોનું વિભાજન થશે તેમ મનાય છે. અન્ય ઉમેદવારોમાં એક પટેલ, એક દલિત અને અન્ય એક ઉમેદવાર બ્રહ્મક્ષત્રિય છે. ઉમેદવારી પાછી ખેંચવાનો છેલ્લો દિવસ હતો. છેલ્લા દિવસે સાત અપક્ષોએ ઉમેદવારી પાછી ખેંચતા ચૂંટણીનું ચિત્ર સ્પષ્ટ થયું છે. હવે કોળી સમાજના 5 ઉમેદવારો મેદાનમાં રહેતાં કોળી મતોમાં મોટો ફેરફાર થઈ શકે છે. ભાજપ અને કોંગ્રેસના સમીકરણો પણ બગડી શકે છે. પટેલમાંથી પણ એક ઉમેદવાર ઉભો રહ્યો છે. 

જસદણના ઉમેદવારોના નામ પક્ષ અને જ્ઞાતિને જાણો

નામ                                                 પક્ષ                            જ્ઞાતિ
ભરત જેસા માનકોલીયા                   અપક્ષ                         કોળી
કુવરજી મોહન બાવળીયા                  ભાજપ                        કોળી
નાથાલાલા પુંજાભાઇ ચિત્રોડા             અપક્ષ                       દલીત
ધરમશી રામજી ઢાયા                 વ્યવસ્થા પરિવતૅન પાર્ટી    કોળી
દીનેશ સના પટેલ                       નવ ભારત નીર્માણ મંચ      પટેલ
અવસર કાનજી નાકીયા                      કોગ્રેસ                        કોળી
મુકેશ મોહન ભેસંજાળીયા                   અપક્ષ                        કોળી
નીરુપાબેન નટવરલાલ માઘુ              અપક્ષ                        બ્રમ્હક્ષત્રીય

જસદણ વિધાનસભાની પેટચૂંટણી પહેલા જસદણમાં કોંગ્રેસે બનાવેલુ ફેસબુક પેજ હેક થયું છે. એક સાથે બે પેઝ હેક કરવામાં આવ્યા છે અને ફેસબુકના પેઝને ડિલીટ કરવામાંઆવ્યા છે. ફેસબુક પેજ હેક કરવામાં આવતા કોંગ્રેસે ભાજપ પર એકાઉન્ટ હેક કરવાનાઆક્ષેપ કર્યા છે. ત્યારે આ પ્રકારના આક્ષેપ કરતો મેસેજ સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે.

ભાજપ ઇચ્છે છે કે પાટીદારોના મત અપક્ષ ઉમેદવારને મળે

કુવજીભાઇની ઓડિયો ક્લિપ વાયરલ થતા ફરી સ્થાનિક રાજકારણમાં ગરમાવો આવ્યો છે. એક તરફ જસદણમાં પટેલ ઉમેદવાર ભાજપથી નારાજ છે અને બીજી તરફ પટેલ અપક્ષ ઉમેદવારો ફોર્મ ભરી મત તોડવાની ભૂમિકા ભજવી રહ્યા છે. પટેલો આમ પણ ભાજપથી નારાજ છે. કોંગ્રેસે કોળી સમાજમાં ભાગ પાડવા માટે અવસર નાકિયાને ટીકિટ આપી છે. પાટીદાર જો ભાજપને વોટ આપવાને બદલે કોંગ્રેસને આપે તો સૌથી મોટુ નુક્સાન જવાની સંભાવના છે. પટેલ ઉમેદવારોને અપક્ષ તરીકે ચૂંટણી લડાવવાનું પણ ભાજપ માટે ફાયદાકારક છે. કારણ કે ભાજપને વોટ ન આપવા માગતા કેટલાક મતદારો અપક્ષ ઉમેદવારને મત આપે તો કમસેકમ કોંગ્રેસને તો આ વોટ ન જાય. ભાજપ ગણિતમાં માસ્ટર છે. જે ઇચ્છે છે કે, પટેલોના મત કોંગ્રેસને જાય તેના કરતાં ભલે અપક્ષ ઉમેદવારને જાય.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter