રાજ્યમાં છેલ્લા ચોવીસ કલાકમાં 66 તાલુકામાં હળવાથી ભારે વરસાદ થયો. આજે સૌથી વધુ ચાર ઈંચ વરસાદ જુનાગઢના વંથલી તાલુકામાં થયો. જુનાગઢ જિલ્લામાં સાર્વત્રિક અઢી ઈંચ વરસાદ થયો. તો ભાવનગરના જેસરમાં પોણા બે ઈંચ વરસાદ થયો. મહેસાણાના સતલાસણમાં દોઢ ઈંચ વરસાદ થયો. તો સુરત શહેરમા પણ દોઢ ઈંચ જેટલો વરસાદ નોંધાયો. જ્યારે અમરેલી શહેર અને લીલીયામાં સવા ઈંચ, સાવરકુંડલામાં પોણો ઈંચ વરસાદ થયો. તો ગીર ગઢડા, તાપીના વલોદ, ડાંગના આહવામાં એક-એક ઈંચ વરસાદ નોંધાયો છે.
પંચમહાલ જિલ્લામાં વરસાદ ખેંચાતા પાનમ ડેમમાંથી પાનમ કેનાલમાં પાણી છોડવામાં આવ્યું છે. છેલ્લા કેટલાંક દિવસથી વરસાદ પડતો ન હોવાથી ખેડૂતોએ વાવેતર કરેલા ખાતર અને બિયારણ નિષ્ફળ જવાની ચિંતા સતાવી રહી છે. ત્યારે પાનમ કેનાલ વિસ્તારના ખેડૂતોની પાણીની માગને લઇને પાનમ ડેમમાંથી 600 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે.
અમરેલી જિલ્લાના ધારી ગીર પંથકના વીરપુરમાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો. વીરપુરમાં ધોધમાર વરસાદથી ચેકડેમો છલકાયા હતા. તો નદીમાં નવા નીરની આવક પણ થઇ હતી.ધારીના નાગધ્રા સહિતના વિસ્તારમાં ભારે વરસાદ પડતા નાગધ્રાની શેલ નદીમાં ઘોડાપુર આવ્યું હતુ. જેના પગલે પુલ ઉપરથી પાણી ફરી વળ્યા હતા. શેલ નદી પર આવેલા પુરનો નજારો જોવા માટે લોકોના ટોળા ઉમટયા હતાભારે વરસાદથી વાડી ખેતરો પાણીથી તરબોર થયા હતા. સાવરકુંડલાના મેરિયાણામાં ધોધમાર વરસાદ પડતા, અત્યાર સુધીમાં અઢી ઇંચ વરસાદ ખાબક્યો હતો. અઢી ઇંચ વરસાદથી મેરિયાણા ગામમા પુર જેવા દ્રશ્યો સર્જાયા હતા. ધોધમાર વરસાદથી મેરિયાણા ગામ પાણી પાણી થઈ ગયું હતું. તો સાવરકુંડલાના ખડસલીમાં ભારે વરસાદ પડ્યો હતો. જેને પગલે ખડસલી ગામે આવેલી જામવાળી નદી બે કાંઠે વહેતી જોવા મળી હતી.
દાહોદ જીલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો હતો. દાહોદ શહેર સહિત લીમખેડા આસપાસના વિસ્તારમાં વરસાદ વરસ્યો હતો.વરસાદથી વાતાવરણમા ઠંડક પ્રસરી હતી. વરસાદથી ગરમી અને ઉકળાટથી લોકોને રાહત મળી હતી.
વડોદરા શહેરમાં દિવસભરના ભારે ઉકળાટ બાદ સાંજે મેઘરાજાની એન્ટ્રી થઈ હતી. વડોદરામાં છેલ્લા કેટલાય દિવસથી મેઘરાજા સંતા કૂકડી રમતા હતા. ત્યારે આજે સાંજે ફરી એક વખત મેઘરાજાની ધમાકેદાર સવારી આવી પહોંચી હતી. શહેરના સિટી.. કારેલીબાગ, રાવપુરા, સયાજીગંજ, અલકાપુરી સહિતના મોટા ભાગનાં વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો. વરસાદના પગલે નોકરીયાત વર્ગ મુશ્કેલીમાં મુકાયો હતો.
ભાવનગર જિલ્લાના જેસર પંથકમાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી હતી. જિલ્લાના જેસર અને આસપાસના ગ્રામ્ય પંથકમાં વરસાદી માહોલ જામ્યો હતો. જેસર પંથકના હિપાવડલી, રણપરડા, ઝડકલ, દેપલા રાણીગામ શાંતિનગર, સહિતના પંથકમાં મેઘરાજા મહેરબાન બન્યા હતા. જેસર પંથકમાં વરસાદ પડતા આસપાસના વિસ્તારોમાં ઠંડક પ્રસરી હતી.
ગીર સોમનાથના ગ્રામ્ય પંથકમાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો. ઉના તાલુકાના વાવરડા ગામે ધોધમાર વરસાદ ખાબક્યો હતો. ધોધમાર વરસાદના કારણે રોડ પર પાણી ભરાયા હતા. બીજી તરફ વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડયો હતો.
READ ALSO
- સેલિબ્રિટીની પ્રેગ્નેંસી એક મોટો બિઝનેસ : થાય છે કરોડો રૂપિયાનો વેપાર, 7 કરોડ રૂપિયા તો હોય છે ફી
- ભારતને ઝટકો/ સેનાનું હેલિકોપ્ટર ધ્રુવ જમ્મુમાં થયું ક્રેશ : 2માંથી એક પાયલટનું મોત
- ભાજપમાં ફરી ભડકો / જગદીશ પંચાલે 6 ધારાસભ્યો અને બે સાંસદની ગેરહાજરીમાં બોલાવી બેઠક, ઘણા થયા નારાજ
- પ્રજાસતાક દિવસની પૂર્વ સંધ્યાએ રાષ્ટ્રપતિએ આપ્યો પ્રજાજોગ સંદેશ, ખેડુતોના કલ્યાણ માટે પૂર્ણ પ્રતિબદ્ધ સરકાર
- નવું Driving Licence બનાવવું હવે બિલકુલ આસાન, બસ ઘરે બેઠા જ આ રીતે કરો ઓનલાઇન અરજી