GSTV

મેંદરડા : એક કલાકમાં ૪ થી ૫ ઇંચ વરસાદ ખાબકતા નદીઓ બની ગાંડતૂર

Last Updated on June 16, 2020 by

જૂનાગઢ જિલ્લાના અમુક ગ્રામ્ય વિસ્તારોમાં ભારે પવન અને ગાજવીજ સાથે ભારે વરસાદ થયો. મેંદરડા તાલુકાના ગામમાં એક કલાકમાં ૪ થી ૫ ઇંચ વરસાદ ખાબક્યો છે. મેંદરડા તાલુકાના ઇટાડી ગામમાં બપોરના સાડા ચાર વાગ્યા આસપાસ ભારે પવન અને ગાજવીજ સાથે પડેલા વરસાદથી ખેતરોમાં પણ ધોવાણ થયું છે. વીજપોલ ટ્રાન્સફોર્મ પર વૃક્ષો ધરાશાયી થયા છે. નદીઓ પણ ગાંડીતૂર થઇ છે. જામકાથી ઈટાળી જતો રસ્તો પણ વૃક્ષ પડવાને કારણે બંધ થઈ જતા થોડો સમય માટે વાહન વ્યવહાર અટકી ગયો હતો.

જૂનાગઢ-વંથલી વચ્ચેનો રસ્તો બંધ

વંથલી નજીક ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો છે. વરસાદ પડતાં સાત થી આઠ જેટલા ઝાડ ધરાશાયી થયા છે. જેના કારણે જૂનાગઢ વંથલી વચ્ચેનો રસ્તો બંધ થઇ ગયો છે. જેથી તંત્ર દ્વારા રસ્તો ક્લિયર કરવાની કામગીરી હાથ ધરાઇ છે.

અમરેલીના ગ્રામ્ય વિસ્તારમાં મુશળધાર વરસાદ

અમરેલીના ગ્રામ્ય વિસ્તારમાં મુશળધાર વરસાદ વરસ્યો છે. જેથી વડેરા ગામ પાસેની નદીમાં પુરની સ્થિતિ સર્જાઈ છે. નદીના પાણી ગામમાં ઘુસતા લોકોના જીવ તાળવે ચોંટી ગયા છે. વડેરામાં એક કલાકમાં પાંચ ઈંચ વરસાદ ખાબક્યો છે.

રેલ્વે પ્લેટફોર્મ ઉપર લગાવવામાં આવેલા પંખાઓનો આકાર પણ બદલાઈ ગયો

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકામાં ગત સાંજે વાવાઝોડા સાથે વરસાદ ખાબક્યો હતો. જેને પગલે અનેક જગ્યાએ વુક્ષો, વિજપોલ, હોડિગ્સ ધરાશાયી થયા હતા. ત્યારે પ્રાંતિજ રેલ્વે સ્ટેશન રોડ પર અનેક વૃક્ષો, વિજવાયરો, વિજપોલ ધરાશાયી થતા એક સાઇડનો માર્ગ બંધ થયો હતો. જેના લીધે વાહનચાલકોને ભારે હાલાકી વેઠવી પડી હતી. તો આ તરફ ભારે વાવાઝોડાને પગલે પ્રાંતિજ રેલ્વે સ્ટેશન ઉપર રેલ્વે પ્લેટફોર્મ ઉપર લગાવવામાં આવેલા પંખાઓનો આકાર પણ બદલાઈ ગયો હતો. વાવાઝોડું એટલું ભયાનક હતું કે થોડી જ વારમાં અનેક ઠેકાણે વૃક્ષો ધરાશાયી થયા હતા. તો વીજપોલ ધરાશાયી થવાના લીધે અનેક ગામોમાં અંધારપટ્ટ છવાયો હતો.

બપોર બાદ ગીરમાં ભારે પવન સાથે વરસાદ

ગીર સોમનાથના જંગલ વિસ્તારમાં વરસાદી માહોલ છવાયો છે. બપોર બાદ ગીરમાં ભારે પવન સાથે વરસાદ થયો હતો,,વરસાદ સાથ તિવ્ર પવનના કારણે તાલાલા-સાસણ રોડ પર ઝાડ પણ પડી ગયા હતા,,જેના કારણે થોડા સમય માટે વાહન વ્યવહાર ખોરવાયો હતો,,,તો આ તરફ ગીરના જંગલ વિસ્તારમાં પણ સારો વરસાદ થયો છે,,,

READ ALSO

Related posts

આ બેટ્સમેને 6 બોલમાં 34 રન સાથે ડેબ્યુ મેચમાં ઠોકી દીધી હતી સદી, પછી ક્યારેય પાર નથી કરી શક્યો 29 રનનો આંકડો

Harshad Patel

રમતોત્સવ/ અમેરિકાની લોન્ગ જમ્પની પ્લેયર ક્યુનેશાની રેસ્ટોરન્ટથી ઓલિમ્પિક સુધીની સફર, 10 વર્ષ પહેલાં હતી વેઈટર

Damini Patel

એનિમલ એક્સચેન્જ: રાજકોટ ઝૂમાંથી સફેદ વાઘ સુરત લવાયો, નૅચર પાર્કમાં સિલ્વર કબૂતરની જોડી પણ આવશે

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!