GSTV

દેવભૂમિ દ્વારકામાં મેઘમહેર: 2 કલાકમાં ચાર ઇંચ વરસાદથી ધરા તૃપ્ત, વર્તુ ડેમના દરવાજા ખોલાયા

Last Updated on August 22, 2020 by pratik shah

હવામાન વિભાગે સમગ્ર ગુજરાતમાં આગામી ચાર થી પાંચ દિવસ દરમ્યાન સાર્વત્રિક વરસાદની આગાહી કરી છે ત્યારે સૌરાષ્ટ્રના દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પણ ભારેથી અતિભારે વરસાદ થઇ રહ્યો છે.

ભાણવડમાં 2 કલાકમાં ચાર ઇંચ વરસાદ

આજે દેવભૂમિ દ્વારકાના ભાણવડમાં મેઘરાજાએ મહેર વરસાવી છે અને બે કલાકમાં ચાર ઈંચ વરસાદ ખાબક્યો હતો. સમગ્ર દેવભૂમિ દ્વારકાના કુલ 245 ટકા વરસાદ વરસી ચુક્યો છે. ધોધમાર વરસાદના કારણે ખેડૂતો ચિંતામાં મુકાયા છે.

દ્વારકા

વર્તુ બે ડેમના 15 દરવાજા ત્રણ ફૂટ ખોલવામાં આવ્યા

દેવભૂમિ દ્વારકા નજીક આવેલો વર્તુ બે ડેમના 15 દરવાજા ત્રણ ફૂટ ખોલવામાં આવ્યા છે. ડેમના 15 દરવાજા ખોલવામાં આવતા નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા છે. વર્તુ ડેમના દરવાજા ખોલતા રાવલ ગામ સહિતના નીચાણવાળા વિસ્તારના લોકોમાં ભયનો માહોલ છે.

દ્વારકા

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર
સાથે જ રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર વાંચો ગુજરાત સમાચાર પર

MUST READ:

Related posts

જોરદાર સ્કીમ/ 25 રૂપિયા લીટર સસ્તું પેટ્રોલ મેળવવાનો મોકો, આ રીતે ફટાફટ ઉઠાવો લાભ

Bansari

ચિંતાજનક / શું છે સુપરબગ, કેવી રીતે દર વર્ષે 13 લાખ લોકોનો લઈ રહ્યો છે જીવ: કોરોના સાથેના કનેક્શન પણ જાણી લો

GSTV Web Desk

ઘરેલૂ નુસ્ખો/ અકાળે સફેદ થઇ ગયેલા વાળ માટે અજમાવો આ કારગર ઉપાય, વૃદ્ધાવસ્થા સુધી વાળ રહેશે કાળા અને ભરાવદાર

Bansari
Do NOT follow this link or you will be banned from the site!