સાહેબ મારા ચોટલામાંથી 4 ભૂત ચોરાયા : પડોશી બેભાન કરીને લઇ ગયો, મહિલા પોલીસમાં પહોંચી

૨૧મી સદીમાં આમ તો ના માનવામાં આવે તેવી ઘટના બની છે જેમાં ઉત્તરપ્રદેશના મુઝફફરપુરમાં એક મહિલાના ચાર ભૂતની ચોરી થઇ હોવાનો કિસ્સો નોંધાયો છે. હથોડી પોલીસ સ્ટેશનની હદમાં નરમાડિહ નામનું ગામ છે. આ ગામમાં જૈલસદેવી નામની શાકભાજી વેચતી મહિલા પોતાના લાંબા વાળમાં ચાર ભૂત રાખતી હોવાનો દાવો કરતી હતી. જૈલસદેવીને જયારે પણ જરૂર પડે ત્યારે તે ભૂતને બહાર કાઢતી હતી. જયારે દુર્ગાપૂજાનો સમય થયો ત્યારે જેલસદેવી પાસેથી ચારેય ભૂત ગાયબ થઇ ગયા હતા.

ભૂત ચોરીનો આરોપ તેમના પાડોશી શાંતિદેવના પતિ પર લગાવ્યો

જૈલસદેવીએ પોલીસ સ્ટેશનમાં જઇને ફરિયાદ કરી જેમાં ભૂત ચોરીનો આરોપ તેમના પાડોશી શાંતિદેવની પતિ નંદલાલ સાહની પર લગાવ્યો હતો. મહિલાના ચોટલામાં બાંધેલા ભૂતની ચોરી પાડોશીએ કરી હોવાની વાત એટલી વણસીએ મારપીટ પણ થઇ હતી. પોલીસે જરૂરી કાર્યવાહી કરીને ફરીયાદ નોંધતા મામલો કોર્ટ સુધી પહોંચ્યો હતો.

તમામ ભૂતોની ચોરી કરીને રવાના થઇ ગયો

ભૂતોની માલકણ જૈલસદેવીએ દલીલ કરી કે જયારે તે ભૂતો અને દેવી -દેવતાની પૂજા કરતી હતી ત્યારે આરોપી નંદલાલ સાહની મદદ કરવાના બહાને નજીક આવીને પોતાને બેભાન કરી નાખી હતી. ત્યાર બાદ તે તમામ ભૂતોની ચોરી કરીને રવાના થઇ ગયો હતો. છેલ્લે મળતી માહિતી મુજબ નંદલાલે ચોરેલા ભૂત મહિલાને પાછા આપી દેતા તે કોર્ટમાં સમાધાન માટે તૈયાર થઇ ગઇ છે. નંદલાલની પત્ની શાંતાદેવીએ જણાવ્યું કે જૈલસદેવીએ તેના ભૂત છોકરાની વહુને આપી આવી હતી અને ખોટો આરોપ મારા પતિ પર લગાવ્યો હતો. 

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter