કતારમાં યોજાયેલા ફીફા વર્લ્ડ કપ 2022માં આજે 8 ટીમો મેચ રમી ટુર્નામેન્ટમાં તેમના અભિયાનની શરૂઆત કરશે. ભારતીય સમય અનુસાર 10 કલાકમાં 4 મેચ રમાશે. ફુટબોલ ચાહકો માટે ખાસ વાત એ છે કે તેમના ફેવરેટ રોનાલ્ડો અને નેમારને રમતા જોવાની આતુરતાનો અંત આવી જશે. આવું એટલા માટે કારણે કે આજે બ્રાઝિલ અને પોર્ટુગલની ટીમ પણ મેદાનમાં ઉતરી રહી છે.

પોર્ટુગલ અને બ્રાઝિલના મેદાનમાં ઉતરવું એટલે ક્રિસ્ટિયાનો રોનાલ્ડો અને નેમારનું રમવું. જોકે આ બે દેશો સિવાય સ્વિત્ઝર્લેન્ડ, કેમરૂન, દક્ષિણ કોરિયા, ઉરુગ્વે, ઘાના અને સર્બિયા બાકીના 6 દેશો છે જે આજે મેદાનમાં ઉતરશે. આમાં પોર્ટુગલ ઘાના સામે તેના અભિયાનની શરૂઆત કરશે. જ્યારે બ્રાઝિલે સર્બિયા સામે રમશે.
ફીફા વર્લ્ડ કપ 2022માં ગુરુવારે કોની વચ્ચે મેચ રમાશે?
ફીફા વર્લ્ડ કપમાં ગુરુવારે 4 મેચ રમાશે. દિવસની પ્રથમ મેચ સ્વિટ્ઝર્લેન્ડ અને કેમરૂન વચ્ચે, બીજી મેચ ઉરુગ્વે અને દક્ષિણ કોરિયા વચ્ચે, ત્રીજી મેચ પોર્ટુગલ અને ઘાના વચ્ચે જ્યારે છેલ્લી મેચ મોડી રાત્રે બ્રાઝિલ અને સર્બિયા વચ્ચે રમાશે.
ફીફા વર્લ્ડ કપ 2022ની ચારેય મેચ ક્યારે રમાશે?
સ્વિટ્ઝર્લેન્ડ અને કેમરૂન વચ્ચે ફિફા વર્લ્ડ કપની મેચ 24 નવેમ્બરે રમાશે. તે જ દિવસે ઉરુગ્વે વિ દક્ષિણ કોરિયા અને પોર્ટુગલ વિ ઘાના વચ્ચેની મેચો પણ રમાશે. આ સિવાય ચોથી મેચ બ્રાઝિલ અને સર્બિયા વચ્ચે ભારતીય સમય અનુસાર 25 નવેમ્બરે રમાશે.

ફીફા વર્લ્ડ કપ 2022ની ચારેય મેચો ક્યારે શરૂ થશે?
ભારતીય સમય અનુસાર સ્વિટ્ઝર્લેન્ડ અને કેમરૂન વચ્ચેની મેચ બપોરે 3:30 વાગ્યે શરૂ થશે. આ સિવાય ઉરુગ્વે વિરુદ્ધ દક્ષિણ કોરિયાની મેચ સાંજે 6:30 વાગ્યાથી, પોર્ટુગલ વિરુદ્ધ ઘાનાની મેચ રાત્રે 9:30 વાગ્યાથી રમાશે. જ્યારે બ્રાઝિલ અને સર્બિયા વચ્ચે મોડી રાત્રે 12.30 કલાકે મુકાબલો થશે.
Also Read
- દેશમાં રાજકીય ઈરાદાથી પ્રેરિત હત્યાનો સિલસિલો કાયમ, હત્યારા પકડાયા બાદ પણ હત્યા પાછળનું કાયમ રહ્યું ગૂઢ રહસ્ય
- ભારતનો ભાગીદાર/ ભારત-નેધરલેન્ડ સાથે મિત્રતા મજબૂત થઇ, મહત્વની કડી બની આર્થિક સંબંધો!
- મૂડ બૂસ્ટર્સ / હંમેશા રહે છે ખરાબ મૂડ? આ સરળ ટિપ્સ ઉપયોગી સાબિત થઈ શકે છે
- ગેરકાયદે કતલખાના મુદ્દે હાઈકોર્ટે સરકારની ઝાટકણી કાઢી, કહ્યું તાત્કાલિક આવી મીટશોપ બંધ કરાવો
- મુલાયમસિંહ યાદવને પદ્મવિભૂષણ, સન્માન છે કે વોટ બેન્ક કવર કરવાનો ટાર્ગેટ