GSTV
Kutch Trending ગુજરાત

એક નહીં ગુજરાતના આ જિલ્લામાં મોડી રાતે આવ્યા ભૂકંપના 4 આંચકા, 2.8ની હતી તિવ્રતા

ભૂકંપ

ભૂકંપના અતિ સક્રિય એવા ઝોન-5માં આવતા કચ્છમાં સમયાંતરે નાના-મોટા અને અતિ વિનાશકારી આંચકાએ પેટાળને હલબલાવી નાખ્યું છે. મોડી રાત્રે ફરી એકવાર કચ્છની ધરા ધ્રૂજી ઉઠી હતી. કચ્છમાં મોડી રાત્રે 12.30 કલાકે વાગ્યે 2.8 ની તીવ્રતાવાળો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો.

સવાર સુધીમાં 4 ભૂકંપના આંચકા

રાત્રે 12.30 થી લઈને સવારે 6.00 વાગ્યા સુધી અલગ અલગ તીવ્રતાના 4 આંચકા અનુભવાયા છે. 2.8 અને 1.9 ની તીવ્રતાના આ આંચકા હતા. કચ્છના ખાવડા, રાપર, ભચાઉ અને દૂધઈ નજીક આ આંચકા અનુભવાયા છે.

રાપરથી 3 કિલોમીટર દૂર અને ખાવડાથી 46 કિલોમીટર દૂર ભૂકંપનુ કેન્દ્રબિંદુ નોંધાયું હતુ. ભચાઉથી 14 અને દૂધઈથી 15 કિલોમીટર દૂર આ કેન્દ્રબિંદુ હતુ. ત્યારે કચ્છમાં સતત ભૂકંપના આંચકા અનુભવાઈ રહ્યાં છે.

Read Also

Related posts

અમેરિકામાં રહે છે વિશ્વની સૌથી ઉંમરલાયક મરઘી, આ છે તેની વધુ ઉંમરનું કારણ, જાણશો તો નવાઈ લાગશે

GSTV Web News Desk

28 માર્ચના રોજ જોવા મળશે આકાશમાં આ ઘટના, સૂર્ય આથમતી વખતે દુરબીન હોય કે ના હોય તૈયાર રહેજો

GSTV Web News Desk

રાજકારણ / મમતા-અખિલેશ જોડાણ મુદ્દે કોંગ્રેસનો અહંકાર, કોંગ્રેસ વિના વિપક્ષનો કોઈ મોરચો શક્ય નથી!

Hardik Hingu
GSTV