GSTV
India News Trending

મહારાષ્ટ્રના ઉલ્હાનગરમાં દુર્ઘટના /  બિલ્ડિંગનો ભાગ ધરાશાઈ થતાં કરુણાંતિકા સર્જાઈ, 4 લોકોના થયા મોત

મહારાષ્ટ્રના ઉલ્હાસનગરમાં ગુરુવારે બિલ્ડિંગનો એક ભાગ પડી જતાં 4 લોકોના મોત નીપજ્યાં હોવાની વિગતો સામે આવી છે. હજી પણ એક વ્યક્તિ દટાયો હોવાના અહેવાલ પ્રાપ્ત થઈ રહ્યાં છે. ઉલ્હાસનગરમાં આવેલા માનાસ ટાવરમાં ઘટના બની છે.

સ્થાનિક મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જારી કરવામાં આવેલી જાણકારી પ્રમાણે બિલ્ડિંગ પડતા કાટમાળમાં 5 લોકો દબાયા હતા. જેમાંથી 4 શબ બહાર કાઢવામાં આવ્યા છે. ઉલ્હાસનગર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બચાવ અભિયાન હજી જારી છે. ઉલ્હાસનગરમાં ત્રણ માળની ઈમરાતનો કેટલોક ભાગ સવારે 11.30 વાગ્યે એકાએક પડી ગયો હતો. આ બિલ્ડિંગમાં 30 જેટલા ગેરકાયદેસર ફેલટ તૈયાર કરવામાં આવ્યા હતા. આ અંગે અગાઉ નોટીસ પણ પાઠવવામાં આવી હતી. મૃતકોની ઓળખ સાગર ઓછાની (19), પ્રિયા ધનવાની (24), રેણુ ઢોલનદાસ (54) અને ઢોલનદાસ ધનવાની (58) તરીકે કરવામાં આવી છે.

નોંધનીય છે કે ઉલ્હાસનગરમાં રવિવારે પણ આવી એક ઘટના બની હતી જ્યારે બિલ્ડિંગનો કેટલોક ભાગ દંપતીના ઘર પર પડ્યો હતો. આ ઘટનામાં 65 વર્ષીય પુરુષ અને તેમના પત્નીનું મોત નીપજ્યું હતું. મૃતકની ઓળખ ગોપાલ ગાબળા તરીકે કરવામાં આવી છે. તેમની પત્નીને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

Also Read

Related posts

વ્યાજખોરોનો ત્રાસ/સુરતમાં વ્યાજખોરીના નામે દાદાગીરી કરતા બે શખ્સને પોલીસે દબોચ્યા, મારઝૂડ કરી કરતા હતા દબાણ

HARSHAD PATEL

WhatsApp દ્વારા થઇ શકે છે જાસૂસી, પોતાના મિત્ર અથવા પાર્ટનર પર નજર રાખવાની શાનદાર રીત

Damini Patel

ફક્ત 8.49 લાખ રૂપિયામાં Tata Tiago EV કાર થઈ લોન્ચ, આવતા મહિનાથી બુકિંગ શરૂ

Hemal Vegda
GSTV