GSTV
World

Cases
4683475
Active
5863682
Recoverd
525119
Death
INDIA

Cases
235443
Active
394227
Recoverd
18213
Death

દુનિયામાં 13થી 15 વર્ષના ચાર કરોડ બાળકો તમાકુના બંધાણી, મોતનો આંક છે ચોંકાવનારો

તમાકુ

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને ચેતવણી આપી છે કે 13 થી 15 વર્ષની વય ધરાવતા 40 મિલિયનથી વધુ બાળકો તમાકુ ઉત્પાદકોનું સેવન કરે છે.વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનનું કહેવું છે કે યુવાનોને ટાર્ગેટ કરવા માટે પોતાની તમાકુ પ્રોડક્ટની જાહેરાત માટે તમાકુ ઉદ્યોગ પ્રતિ વર્ષ નવ અબજ ડોલરનો ખર્ચ કરે છે.

સંયુક્ત રાષ્ટ્રની એજન્સીએ રવિવારને વિશ્વ તમાકુ પ્રતિબંધ દિવસને ચિહ્નિત કરવા માટે કિશોરીની વચ્ચે જાગૃતિ ફેલાવવા પર ધ્યાન કેન્દ્રિત કર્યુ છે. WHOએ કહ્યું કે વર્ષ 13 થી 15 વર્ષના 4 કરોડથી વધુ કિશોરો પહેલાંથી જ તમાકુનો ઉપયોગ કરી રહ્યા છે. સંગઠને સ્કૂલના વિદ્યાર્થીઓ માટે એક કિટ લોન્ચ કરી છે.

Corona

જેથી તેમને તમાકુ ઉદ્યોગની માર્કેટિંગ રણનીતિ અંગે જણાવી શકાય. એજન્સીએ કહ્યું કે, પ્રતિ વર્ષ તમાકુ ઉદ્યોગ પોતાની પ્રોડક્ટની આકર્ષક જાહેરાત માટે 9 અબજ અમેરિકી ડોલરનો ખર્ચ કરે છે.ઝડપથી, આ 8 મિલિયન લોકો સુધી પહોંચવા માટે નિકોટીન અને તમાકુ ઉત્પાદકોની સાથે યુવા લોકો આકર્ષવામાં આવે છે.

વૈશ્વિક મહામારી કોરોના પ્રકોપ દરમિયાન પણ તમાકૂ અને નિકોટીનનો ઉદ્યોગ પોતાની પ્રોડક્ટને આગળ વધારી રહ્યો છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને કહ્યુ કે નશાયુક્ત તમાકૂ જેવા પદાર્થો લોકોની કોરોના વાયરસ સામે લડવાની ક્ષમતા કે શક્તિ ઓછી કરે છે.

ડબલ્યુએચઓમાં હેલ્થ પ્રમોશન ડાયરેક્ટરે કહ્યું કે યુવાનોમાં શિક્ષણનું પ્રમાણ વધે એ બાબત ખૂબ જ મહત્વપૂર્ણ છે, કારણ કે ધૂમ્રપાન કરનાર 10 પૈકી 9 લોકો 10 વર્ષની વય પહેલાં જ તેનું સેવન શરુ કરી દે છે.

આપણે તમાકૂ ઉદ્યોગની ભ્રામકતાની વિરુદ્ધમાં યુવાનોને જ્ઞાન પ્રદાન કરી શકીએ છીએ અને તેના થકી યુવાનોમાં જાગૃતિ લાવી શકીએ છીએ. 13 થી 17 વર્ષના બાળકોમાં તમાકુ પ્રોડક્ટની આદતો રોકવા માટે એજન્સીએ સામાન્ય રીતે ઉપયોગ કરવામાં આવતી રણનીતિ પર પ્રકાશ નાખ્યો છે.

આ રણનીતિમાં કહેવાયું છે કે ઇ-સિગારેટ અને હુક્કા પાઈપના ધૂમ્રપાનની માર્કેટિંગ પારંપરિક સિગરેટના સુરક્ષિત વિકલ્પના રૂપમાં કરવામાં આવે છે.પરંતુ, આ ઇ-સિગરેટ હાનિકારક છે અને નશાની આદત છે. એટલા સુધી કે ઇ-સિગરેટ હૃદય અને ફેંફસાની બીમારીના વિકાસમાં જોખમ વધારે છે.

Read Also

Related posts

રસોઈ બનાવવી અને કાર ચલાવવુ ટૂંક સમયમાં થશે સસ્તુ, મોદી સરકાર કરી રહી છે આ મોટી તૈયારી

Ankita Trada

જે શાસનમાં કૂટનીતિનો સમાવેશ થતો હોય તે શાસનનો અંત નક્કી

Nilesh Jethva

ચીનને વધુ એક ઝટકો, યોગી સરકારે આ પ્રોજેક્ટનું ટેન્ડર કરી દીધું રદ

Harshad Patel
Do NOT follow this link or you will be banned from the site!