આચાર સંહિતા લાગુ થયાની સાથે 4 ફરિયાદ પણ નોંધાઈ ચૂકી, જાણો કોણે અને શું કરી

ચૂંટણીની તારીખો જાહેર થઈ છે. આચાર સંહિતા અમલી બની ગઈ છે ત્યારે રાજ્ય ચૂંટણી પંચને આચારસંહિતા લાગુ થઈ ગયા બાદ 4 ફરિયાદ મળી છે. જેમાં કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠકને લઈને 2 ફરિયાદ મળી છે. જેની તપાસ કરતા આચાર સંહિતા ભંગ ન થયો હોવાનું સામે આવ્યું છે. તો અન્ય 2 ફરિયાદ જેમાં એક એસટી બસમાં ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. બીજી કે એક ધાર્મિક કાર્યક્રમ યોજાયો હતો જેને લઈને તપાસ કરવામાં આવી રહી છે. ત્યારે રાજ્ય ચૂંટણી પંચે આચારસંહિતાને લઇને એક ખાસ એકશન પ્લાન સાથે ટીમ તૈયાર કરાઇ છે જેની વાત કરીએ તો

રાજય ચૂંટણી પંચ
૫૬૩ ફલાઇંગ સ્કવોડ
૩૭૮ વીડિયો સર્વેલન્સ સ્કવોડ
૨૦૭ વીડિયો વ્યુઇંગ ટીમ
ચૂંટણી ખર્ચ પર દેખરેખ માટે ૨૬ હિસાબી ટીમ કાર્યરત
૧૧ એરપોર્ટ પર એર ઇન્ટેલિજન્સ યુનિટ
૫ હજારથી વધુ મતદાન મથક પર લાઇવ વેબ કાસ્ટિંગ વ્યવસ્થા
૧૯૫૦ ટોલ ફ્રી નંબર જાહેર કરાયો

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter