GSTV
Gujarat Government Advertisement

ઘર ખરીદવાનો આ જ છે મોકો! 10 વર્ષમાં સૌથી નીચલા દરે આ 4 મોટી બેંકો આપી રહી છે હોમ લોન

બેંકો

Last Updated on March 8, 2021 by Bansari

જો તમે ઘર ખરીદવાનું વિચારી રહ્યા છો, તો તમારા માટે એક સારા સમાચાર છે. હકીકતમાં, હાઇ લિક્વિડિટી વચ્ચે, જનરલ ક્રેડિટ ડિમાંડ વાંછિત સ્તરથી નીચે રહેવા દરમિયાન દેશની મોટી બેંકોએ તેમની હોમ લોન દરોને ઘટાડીને એક દાયકાના નીચલા સ્તરે લાવી દીધાં છે. આમાં સ્ટેટ બેંક ઑફ ઇન્ડિયા (SBI), એચડીએફસી લિમિટેડ (HDFC Ltd), આઈસીઆઈસીઆઈ બેંક (ICICI Bank) અને કોટક મહિન્દ્રા બેંકનો (Kotak Mahindra Bank) સમાવેશ થાય છે. આ સાથે, ગ્રાહકો પાસે તેમના ઘરના સપનાને પૂરુ કરવા માટે ઘણા લોન વિકલ્પો ઉપલબ્ધ થયા છે.

બેંકો

બેંકો પાસે 6.5 લાખ કરોડની રોકડ

અતિશય લિક્વિડિટીની સ્થિતિ વચ્ચે બેંકોમાં વ્યાજ દર વૉર શરૂ થઇ ગઇ છે. કેર રેટિંગ્સ અનુસાર, ગયા અઠવાડિયા સુધી બેંકો પાસે 6.5 લાખ કરોડ રૂપિયાની રોકડ હતી. વધુ રોકડથી બેંકોનો નફો પ્રભાવિત થાય છે, કારણ કે તેણે થાપણદારોને વ્યાજ ચૂકવવું પડે છે. જો કે, તેનો વ્યાજ દર હજી પણ 2.5 ટકાના નીચા સ્તરે છે.

લોનની માંગ 6% કરતા ઓછી

આ સિવાય રિઝર્વ બેંક ઑફ ઇન્ડિયા (RBI) પણ નીતિગત દરમાં ઘટાડાને ધ્યાનમાં રાખીને બેન્કોને વ્યાજ દરમાં ઘટાડો કરવા માટે દબાણ કરી રહ્યું છે. માર્ચ 2020 થી રિઝર્વ બેંકે રેપો રેટને 2 ટકા ઘટાડીને 4 ટકા કર્યો છે. જો કે, આ હોવા છતાં લોનની માંગ 6 ટકાથી ઓછી છે.

બેંકો

મહામારીને કારણે હોમ લોનના ગ્રોથમાં ઘટાડો

આરબીઆઈના ડેટા અનુસાર, છેલ્લા નાણાકીય વર્ષમાં મહામારીને કારણે હોમ લોનના ગ્રોથ રેટમાં ઘટાડો થયો છે. તેની શરૂઆત માર્ચ 2020 માં થઈ હતી. જાન્યુઆરી 2020 માં હોમ લોનની વૃદ્ધિ 17.5 ટકા હતી, જે જાન્યુઆરી 2021 માં ઘટીને 7.7 ટકા થઈ ગઈ છે. વર્તમાન સંજોગોમાં, હોમ લોન એ બેંકો માટે સૌથી સલામત દાંવ છે. તેમાં એનપીએ ઓછી હોય છે. એસબીઆઈની હોમ લોન એનપીએ માત્ર 0.67 ટકા છે. હોમ લોનના મામલે મહામારીને લીધે, ગ્રાહકો પણ નફાની સ્થિતિમાં છે. સંપત્તિના ભાવ નીચે છે. તે જ સમયે, ઘણા રાજ્યોએ સ્ટેમ્પ ડ્યુટીમાં પણ ઘટાડો કર્યો છે. જો કે, આ હોવા છતાં, બેન્કો લોન માટે વિવિધ દર રાખી રહી છે. ગ્રાહકોને લોન આપતા પહેલા તેમનો ‘ક્રેડિટ સ્કોર’ જોવામાં આવે છે.

એસબીઆઇએ વ્યાજ દર યુદ્ધ શરૂ કર્યું

એસબીઆઈ અને કોટક મહિન્દ્રા બેંકે તેમના હોમ લોનના દર અનુક્રમે 7.7 ટકા અને 6.65 ટકા કર્યા છે. જો કે, આ દરે ફક્ત તે જ ગ્રાહકોને લોન મળશે, જેનો ક્રેડિટ સ્કોર 800 અથવા વધુ હશે. આ સિવાય એચડીએફસી સિવાયની બેંકોના નવા દરો ફક્ત 31 માર્ચ 2021 સુધી લાગુ છે. વ્યાજ દર યુદ્ધની શરૂઆત દેશની સૌથી મોટી એસબીઆઇ દ્વારા કરવામાં આવી હતી. એસબીઆઈની હોમ લોન 5 લાખ કરોડ રૂપિયા છે. કુલ 14.17 લાખ કરોડ રૂપિયાના લોન માર્કેટમાં એસબીઆઇનો 34 ટકા હિસ્સો છે. એસબીઆઇએ તેના હોમ લોન રેટમાં 0.10 ટકાનો ઘટાડો કરી 6.7 ટકા કર્યો છે. આ ઉપરાંત તેણે પ્રોસેસિંગ ફીમાં પણ છૂટ આપી દીધી છે.

બેંકો

આ 4 મોટી બેંકોએ હોમ લોન સસ્તી કરી હતી

  • એસબીઆઈ 31 માર્ચ સુધીમાં 75 લાખ રૂપિયાની લોન આપશે, 6.7 ટકા અને તેનાથી વધુ 6.75 ટકાના વ્યાજે આપશે. ઉપરાંત, તેના પર કોઈ પ્રોસેસિંગ ફી લેવામાં આવશે નહીં. આ સિવાય જો મહિલાઓ મોબાઈલ એપ યોનો દ્વારા એપ્લાય કરે છે, તો તેમને વધારાનો 0.05 ટકા ડિસ્કાઉન્ટ આપવામાં આવશે.
  • કોટક મહિન્દ્રા બેંકે પણ તેના હોમ લોનના દરને 0.10 ટકાથી ઘટાડીને 6.65 ટકા કરી દીધા છે.
  • કોટક મહિન્દ્રા બેંકે લોનના દરમાં ઘટાડો કર્યાના બે દિવસ પછી, એચડીએફસીએ પણ અમર્યાદિત સમયગાળા માટે તેના નવા અને હાલના ગ્રાહકો માટેના હોમ લોન રેટમાં 0.05 ટકાનો ઘટાડો કરી 6.75 ટકા કર્યો છે. બાદમાં એચડીએફસીએ હોમ લોનના દરમાં 0.05 ટકાનો ઘટાડો કર્યો હતો. રૂ .3,000 ની પ્રોસેસિંગ ફી પણ નક્કી કરી.
  • આ બેંકો પછી, આઈસીઆઈસીઆઈ બેંકે પણ 5 માર્ચે હોમ લોન પરના વ્યાજ દરને 75 લાખ રૂપિયા સુધી ઘટાડીને 6.7 ટકા કરી દીધા છે. 75 લાખ રૂપિયાથી વધુની લોન માટે, વ્યાજ દર 6.75 ટકા રહેશે.

Read Also

Gujarat Government Advertisement

Related posts

આ 5 વસ્તુઓ ઘરમાં રાખવાથી ક્યારેય પૈસા ની કમી થતી નથી

Pravin Makwana

હેલ્થ /ઉનાળામાં ગરમીથી બચવા પીવો આ ખાસ ચા, મહિલાઓ માટે છે વધુ ફાયદાકારક

Bansari

આ રાજ્યમાં ખરીદાશે ઓક્સિજન સિલિન્ડર, 1 કરોડ રૂપિયાના ખર્ચને મુખ્યમંત્રીએ કરી દીધું મંજૂર

Harshad Patel
Do NOT follow this link or you will be banned from the site!