GSTV
World

Cases
4768920
Active
6441331
Recoverd
538591
Death
INDIA

Cases
264944
Active
456831
Recoverd
20642
Death

મિશન ‘ગગનયાન’ માટે પસંદ કરવામાં આવ્યા આ ચાર પાઈલટ, શરૂ કરવામાં આવશે તાલીમ

વર્ષના પ્રથમ દિવસે ભારતીય અવકાશ સંશોધન સંસ્થા ઈસરોએ વર્ષભરનું આયોજન રજૂ કર્યું હતું. બેંગાલુરુ ખાતે આવેલા ઈસરોના હેડક્વાટર ખાતે ઈસરોના ચેરમેન કે.સિવાને જણાવ્યું હતુ કે હવે અમારી નજર ભારતના પ્રથમ સમાનવ અવકાશ મિશન ગગનયાન ઉપર છે. ગગનયાનની દિશામાં આપણે નોંધપાત્ર પ્રગતિ કરી છે. એટલુ જ નહીં ભારતીય વાયુસેના ચાર પાઈલટોની અંતિમ પસંદગી કરી લેવાઈ છે, જેમને એસ્ટ્રોનોટ (અવકાશયાત્રી)ની તાલીમ અપાશે. ભારત માટે સમાનવ અવકાશયાત્રા નવો વિષય હોવાથી પસંદ થયેલા ચારેય અવકાશયાત્રીઓને રશિયામાં ટ્રેનિંગ અપાશે. જાન્યુઆરીના ત્રીજા સપ્તાહમાં તેઓ તાલીમ માટે રવાના થશે. 

૨૦૧૮માં વડા પ્રધાને લાલ કિલ્લા પરથી જાહેરાત કરી દીધા પછી ગગનયાન ઈસરો માટે મહત્ત્વપૂર્ણ મિશન બની ગયું છે. ઈસરો અડધી સદીથી દેશી-વિદેશી ઉપગ્રહો કક્ષામાં લૉન્ચ કરે છે પરંતુ હજુ સુધી સમાનવ અવકાશયાત્રા યોજી નથી. ભારતની આઝાદીના ૭૫ વર્ષના પ્રસંગે ૨૦૨૨માં આ સિદ્ધી મળી શકે એ માટે ગગનયાન લૉન્ચ કરાશે.

આ મિશન હેઠળ ચાર અવકાશયાત્રીઓ સ્પેસ ક્રાફ્ટમાં સવાર થઈને ૩૦૦થી ૪૦૦ કિલોમીટરની લોઅર અર્થ ઓરબિટમાં સફર કરશે. શરૂઆતમાં એરફોર્સની ધ ઈન્સ્ટિટયૂટ ઑફ એરોસ્પેસ મેડિસિન દ્વારા કુલ ૧૨ અવકાશયાત્રીઓ પસંદ કરાયા હતા, જેમાંથી ચાર ફાઈનલ થયા છે.

બીજા લૉન્ચિંગ મથકની તૈયારી

અત્યારે ભારતના અવકાશ મિશનો શ્રીહરિકોટા લૉન્ચિંગ મથકેથી રવાના કરવામાં આવે છે. હવે ભારતના અવકાશ કાર્યક્રમો વધી રહ્યા છે. માટે બીજા લૉન્ચિંગ મથકની જરૂર છે. એ મથક માટે તમિલનાડુના તૂતિકોરિન (થૂતુકુડી)માં જમીન પસંદ કરી તેની ખરીદીની કાર્યવાહી આરંભી દેવાઈ છે. શ્રીહરિકોટા આંધ્ર પ્રદેશના કાંઠે છે, જ્યારે થૂતુકુડી ભારતના દક્ષિણ છેડે તમિલનાડુમાં આવેલું બંદર છે. તમામ સ્તરેથી મંજૂરી મળી ગયા પછી હવે અંદાજે ૨૩૦૦ એકર જેટલી જમીન આ પ્રોજેક્ટ માટે સંપાદિત કરવાની કાર્યવાહી આરંભાઈ ગઈ છે.

ચંદ્રયાન-૩

ચંદ્રયાન ૧ અને બે પછી હવે ઈસરોએ ત્રીજા ચંદ્રમિશનની તૈયારી શરૂ કરી દીધી છે. અત્યારના આયોજન પ્રમાણે તો ચંદ્રયાન-૩ આ વર્ષે જ લૉન્ચ કરવાનું છે. પરંતુ અવકાશ કાર્યક્રમોની જટીલતા જોતાં એ કદાચ મોડું થઈને ૨૦૨૧માં પણ જઈ શકે છે. ચંદ્રયાન-૩ અંદાજે અઢીસો કરોડના ખર્ચે તૈયાર થશે. તો પણ વર્ષ દરમિયાન કુલ મળીને ૨૫ મિશન લૉન્ચ કરવાનું ટાઈમટેબલ ઈસરોએ ગોઠવી રાખ્યું છે.

પીએસએલવીનું ૫૦મું લૉન્ચિંગ

ભારતના સૌથી સફળ રોકેટ પીએસએલવી (પોલાર સેટેલાઈટ લૉન્ચ વ્હિકલ) તેનું ૫૦મું લૉન્ચિંગ ૨૦૨૦માં કરશે. પીએસએલવીએ ૨૦ સપ્ટેમ્બર ૧૯૯૩ના દિવસે પ્રથમ વાર ઉડાન ભરી હતી. અત્યાર સુધીમાં આ રોકેટ ૪૮ વખત લૉન્ચ થઈ ચૂક્યું છે. એ દરમિયાન ભારતના ૪૮ અને પરદેશના ૨૦૯ ઉપગ્રહો તેણે લૉન્ચ કર્યા છે.

૨૦૧૯ની સિદ્ધી

વર્ષ ૨૦૧૯ની સિદ્ધીઓ ગણાવતા તેમણે કહ્યું હતું કે વિવિધ મિશનો મોટે ભાગે સફળતાપૂર્વક લૉન્ચ કર્યા છે. ઉપરાંત ઈસરોના લૉન્ચિંગમાં સામાન્ય નાગરિકો જોઈ શકે એ પ્રથા શરૂ કરી છે. બાળ વિજ્ઞાાનીઓ તૈયાર થાય એ માટે વિવિધ યોજનાઓ પણ શરૂ કરી છે. ચેરમેન કે.સિવાને ચંદ્રયાન-૨ના લેન્ડરને ચંદ્ર પર શોધી કાઢનારા યુવાનને પણ અભિનંદન આપ્યા હતા. ખાનગી કંપનીઓ તરફથી ઈસરોને પૂરતી મદદ મળી રહે એ માટે ૨૦૧૯માં જ ઈસરોએ ખાસ કંપની ન્યુ સ્પેસ ઈન્ડિયા લિમિટેડ (એનએસઆઈએલ)ની સ્થાપના પણ કરી હતી.

Read Also

Related posts

મોદી સરકારે આ યોજનાને વધુ 5 મહિના લંબાવવાની આપી મંજૂરી, 81 કરોડ લોકોને મળશે મફત અનાજ

Pravin Makwana

ભગવાન રામનું આ પવિત્ર શહેર થશે નોન વેજ અને દારૂના વેચાણથી મુક્ત, યોગી સરકાર લગાવશે પ્રતિબંધ

Pravin Makwana

અમદાવાદ મનપાની માથે બોપલ ડમ્પિંગ સાઈટ દુર કરવાની આવી જવાબદારી, પીરાણાનો પ્રશ્ન યથાવત, રહીશોમાં રોષ

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!