GSTV
Astrology Life Trending

ધનતેરસે આ ચાર જગ્યાની ચોક્કસથી કરો સાફસફાઈ, લક્ષ્મીજીનો રહેશે કાયમ માટે વાસ

સામાન્ય રીતે દિવાળીના દિવસોમાં લોકો ઘરની સાફસફાઈનું કામ મોટેભાગે કરતા હોય છે. સાફસફાઈનું કામ કરતાં પણ લોકોએ ખાસ ધ્યાન આપવું પડે છે. ઘરની સ્વચ્છતા સાથે તમે બીમાર ના પડી જાઓ તેનું પણ ધ્યાન રાખો. દિવાળી પહેલાં લોકો તેમના ઘરની સફાઇ કરવાનું શરૂ કરે છે. પરંતુ શું તમે જાણો છો કે ધનતેરસના દિવસે ઘરમાં અમુક જગ્યાઓની સફાઈ કરવી પણ ખૂબ જ જરૂરી છે. આ કરવાથી તમારી આવક, સંપત્તિ અને ભાગ્ય ભગવાન ધન્વંતરી, કુબેર ભંડારી અને માતા લક્ષ્મીજીની કૃપા અવશ્ય થશે.

ઈશાન ખૂણાને કહેવાય છે દેવતાઓનું સ્થાન

વાસ્તુ મુજબ ઘરનો ઉત્તર-પૂર્વ ખૂણો સૌથી મહત્વપૂર્ણ છે. તેને દેવતાઓનું સ્થાન કહેવામાં આવે છે. તેથી, દરેક ઘરમાં, મંદિર સામાન્ય રીતે આ ખૂણા પર બાંધવામાં આવે છે. ઘરમાં ઈશાન ખૂણો ઉત્તર-પૂર્વના વચ્ચેના ભાગે આવે છે.

ઈશાન ખૂણાની સાફસફાઈ ખાસ કરો

ધનતેરસના દિવસે આ ખૂણાની સાફ સફાઈ અવશ્ય કરવી જોઈએ. જો ઘરનો આ વિસ્તાર ગંદો હોય અથવા આ સ્થળે એવી વસ્તુઓ રાખવામાં આવે છે જેનો તમે ક્યારેય ઉપયોગ ન કરતા હોય તો માતા લક્ષ્મીની આવા ઘરમાં કૃપા હોતી નથી. તેથી તમારા ઘરના ઈશાન ખૂણાને હંમેશાં સાફ રાખવો જોઈએ.

ધનતેરસના દિવસે વહેલી સવારે ઊઠી ઘરની પૂર્વ દિશાઓને સાફ કરો

ધનતેરસના દિવસે, વહેલી સવારે ઊઠો અને ઘરની પૂર્વ દિશાઓને સાફ કરો. તેનાથી ઘરમાં સકારાત્મક ઉર્જા આવે છે. માતા લક્ષ્મીની ઘરમાં કૃપા રહે છે. ઘરની ઉત્તર દિશા સાફ રાખવાનું પણ મહત્વનું છે. એવું કહેવામાં આવે છે કે માતા લક્ષ્મી આને કારણે ઘરમાં રહે છે. સૌથી અગત્યની વસ્તુ એ ઘરનું કેન્દ્ર એટલે કે આધ્યાત્મિક સ્થાન છે. અહીંથી બિનજરૂરી વસ્તુઓ કાઢી નાખો અને તેને સારી રીતે સાફ કરો.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

READ ALSO

Related posts

દિલ તો બચ્ચા હૈ જી / મંત્રીઓને બાળપણ યાદ આવ્યું, શિક્ષણમંત્રી અને ગૃહરાજ્યમંત્રી હીંચકે હિચક્યા

Zainul Ansari

કોમેડી ક્વિન ભારતીસિંહે આપ્યું DID super moms માટે ઓડિશન, જમીન પર સૂઈને નાગિન ડાન્સ કર્યા પછી… જોઈ લો વીડિયો

HARSHAD PATEL

સામે આવી ઉડવાવાળી હોટેલની ડિઝાઈન, લેન્ડ કર્યા વિના મહિના સુધી હવામાં ભરશે ઉડાન! આ પ્રકારની હશે સુવિધા

Hemal Vegda
GSTV