GSTV
Gujarat Government Advertisement

સ્વસ્થ ત્વચા માટે ઘરે જ બનાવી શકો છો ચાર પ્રકારનાં કીવી ફેસપૅક

Last Updated on August 17, 2020 by Bansari

કીવી ઘણા પોષક ગુણધર્મોથી સમૃદ્ધ છે જે શારીરિક સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક છે. કદાચ આ જ કારણ છે કે તેને વિશ્વભરમાં ખૂબ પ્રસિદ્ધિ મળી છે. પરંતુ તમને જાણીને આશ્ચર્ય થશે કે તેનો ઉપયોગ ત્વચા માટે કિવિ ફેસપેક તરીકે પણ થઈ શકે છે. તો આજે અમે તમને કિવિમાંથી કેટલાક ફેસપેક્સ બનાવવા વિશે જણાવીશું, જેના ઉપયોગથી તમે સ્વસ્થ ત્વચા મેળવી શકો છો.

યોગર્ટ અને કીવીનો ફેસપૅક

સામગ્રી:  એક કિવિનો પલ્પ અને એક ચમચી દહીં.

સૌ પ્રથમ, બાઉલમાં કિવિનો પલ્પ અને દહીં મિક્સ કરીને બરાબર મિક્ષ કરી લો. પછી આ મિશ્રણને તમારા ગળા અને ચહેરા પર સમાનરૂપે લગાવો અને તેને 15 થી 20 મિનિટ માટે રાખી મૂકો. છેવટે, ત્વચાને માઈલ્ડ ફેસવોશથી સામાન્ય ગરમ પાણીથી ધોઈ લો અને તેને ટુવાલથી ટેપ-ટેપ કરીને સૂકવી દો.

કિવિ અને બદામ ફેસપેક

સામગ્રી:  એક કીવી, ત્રણ-ચાર બદામ અને એક ચમચી ચણાનો લોટ.

બદામને આખી રાત પાણીમાં પલાળી રાખો. ત્યારબાદ બીજા દિવસે બ્લેન્ડરમાં બદામ, ચણાનો લોટ અને કિવિનો પલ્પ કાઢીને તેને સારી રીતે બ્લેન્ડ કરી પેસ્ટ બનાવો. આ પછી, આ ફેસપેકને ચહેરા અને ગળા પર લગાવો. તેને 15-20 મિનિટ માટે ત્વચા પર રહેવા દો. છેવટે ત્વચાને હળવા પાણીથી ધોઈ લો.

કિવિ અને કેળા ફેસપેક

સામગ્રી: એક કિવિ, એક ચમચી છૂંદેલા કેળા અને એક ચમચી દહીં.

સૌ પ્રથમ બાઉલમાં કિવિ પલ્પને મેશ કરીને કેળા સાથે મિક્સ કરી લો. ત્યારબાદ આ મિશ્રણમાં દહીં ઉમેરી બરાબર મિક્ષ કરી લો. આ પછી તેને તમારા ચહેરા અને ગળા પર સારી રીતે લગાવો. લગભગ 20-30 મિનિટ સુધી સૂકવવા દો અને બાદમાં તાજા પાણીથી ત્વચા ધોઈ લો.

એવોકાડો અને કિવિ ફેસપેક

સામગ્રી: એક કિવિ, એક એવોકાડો અને એક ચમચી મધ (વૈકલ્પિક).

સૌ પ્રથમ કીવી અને એવોકાડોનો પલ્પ કાઢીને બ્લેન્ડરમાં નાંખો અને તેને બરાબર બ્લેન્ડ કરો. ત્યારબાદ આ મિશ્રણને બાઉલમાં નાંખો અને તેમાં મધ ઉમેરો. હવે આ મિશ્રણને તમારા ચહેરા પર લગાવો અને તેને 15-20 મિનિટ માટે રાખો. આ પછી ચહેરો સામાન્ય ગરમ પાણીથી ધોઈ લો.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

મ્યુકરમાઇકોસિસના કહેરથી બેડ અને ઓપરેશન થિયેટર ખૂટ્યા, ડેન્ટલ હોસ્પિટલમાં 60 દર્દીઓ વચ્ચે માત્ર એકજ ઓપરેશન થિયેટર

pratik shah

જોખમ બનતું ઇઝરાયલ-હમાસ વચ્ચેનું યુદ્ધ: ગાઝામાં ત્રણ ઇમારતો ધરાશાયી, 26ના મોત

Pritesh Mehta

પ્રયાગરાજમાં ગંગા-યમુનાના દક્ષિણી છેડે મૃતદેહોને દફનાવવાની સંખ્યામાં વધારો, માટી ઉડતાની સાથે જ દુર્ગંધ ફેલાતા લોકોમાં ભય

Dhruv Brahmbhatt
Do NOT follow this link or you will be banned from the site!