4.47 કરોડ ગુજરાતી ભાજપ અને કોંગ્રેસના નેતાઓ ચૂંટશે : જુઓ મતદાર યાદીમાં છે ને તમારું નામ

ગુજરાતમાં લોકસભાની ચૂંટણીમાં 4.47 કરોડ મતદારો મતદાનનો અધિકાર ધરાવે છે જે પૈકી 80 વર્ષથી ઉપરના મતદારોની સંખ્યા 7.38 લાખ થવા જાય છે. છેલ્લા એક વર્ષમાં મતદારોની સંખ્યામાં 6.69 લાખ મતદારોનો વધારો થયો છે. ગુજરાતમાં જ્યારે વિધાનસભાની ચૂંટણી થઇ ત્યારે મતદારોની સંખ્યા 4.39 કરોડ હતી. રાજ્યમાં છેલ્લા એક વર્ષમાં 10.69 લાખ મતદારો ઉમેરાયા છે, જ્યારે 3.77 લાખ મતદારો કમી થયાં છે એટલે કે મતદારોની સંખ્યામાં 6.69 લાખનો વધારો થયો છે.

 • રાજ્યભરની મતદાન યાદી થઇ પ્રસિદ્ધ
 • અમદાવાદમાં ૧ લાખ ૨૯ હજાર ૨૧ જેટલા નવા મતદારો ઉમેરાશે.
 • અમદાવાદમાં મતદારોની સંખ્યા વધીને 54 લાખ જેટલી થઈ.
 • જે લોકો મૃત્યુ પામ્યા હોય અને શિફ્ટ થયા હોય એની સંખ્યા ૩૧ હાજર ૧૯૩ લોકો કમી થશે.
 • 2019ની ચુંટણી પહેલાંની આખરી મતદાન યાદી પ્રસિદ્ધિ કરવામાં આવી.
 • ચુંટણીના ઉમેદવારી પત્ર ભરવાના 10 દિવસ પહેલા સુધી મતદાર યાદીમાં સુધારા કરી શકાશે.
 • અમદાવાદમાં ૧૮ થી ૧૯ વરસના ૩૫૦૦૦ મતદારો યુવા મતદારો પ્રથમ વખત મતદાન કરશે.
 • ૧૦૦ વરસથી વધારે ઉમરનાં લગભગ ૧૦૦ જેટલા મતદારો.
 • દરેક મતદારો પોતાની મતદાન યાદીમાં ઓનલાઇન પોતાનું નામ ચૅક કરી શકશે.
 • વેબસાઈટ, ટોલ ફ્રી નંબર તેમજ મતદાર નોંધણી કચેરી ઉપર ચેક કરી શકાશે.
 • ૧૯૫૦ ટોલ ફ્રી નંબર જાહેર કરવામાં આવ્યો છે જેના પાર મતદાન યાદી ચકાસી શકાશે.
 • મતદાર યાદીમાં નામ ન હોય તો ૬ નંબર નું ફોર્મ ભરી નામ ઉમેરી શકાશે.

ગુજરાતની વસતી 6.25 કરોડ છે જ્યારે તેના મતદારોની સંખ્યા 4.47 કરોડ સુધી પહોંચી છે. 31મી જાન્યુઆરી 2019ની સ્થિતિએ ગુજરાતમાં કુલ 10,69,239 મતદારોના નામ દાખલ કરવામાં આવ્યા છે જ પૈકી 18 થી 19 વર્ષના મતદારોની સંખ્યા 4,66,320 થવા જાય છે. આ યુવાનો લોકસભાની ચૂંટણીમાં પહેલીવાર મતદાન કરશે. બીજી તરફ કુલ 3,99,754 મતદારોના નામ મતદાર યાદીમાંથી કમી થયાં છે. ચૂંટણી પંચના આંકડા પ્રમાણે રાજ્યમાં કુલ મતદારો પૈકી પુરૂષ મતદારોની સંખ્યા 2,32,55,937 થઇ છે જ્યારે 2,14,87,769 મહિલા મતદારો છે. રાજ્યમાં 1053 ત્રીજી જાતિના મતદારો છે જેમને પણ મતદાનનો અધિકાર આપવામાં આવ્યો છે.

80 કે તેથી વધુ વયના મતદારોની સંખ્યા 7,38,402 થઇ છે

પંચના આંકડા પ્રમાણે રાજ્યના 4.47 કરોડ મતદારોમાં 18 થી 19 વર્ષના મતદારોની સંખ્યા 7,65,612 થવા જાય છે જ્યારે 80 કે તેથી વધુ વયના મતદારોની સંખ્યા 7,38,402 થઇ છે. રાજ્યમાં ફોટો મતદાર કાર્ડ ધરાવતા મતદારોની ટકાવારી 99.99 થઇ છે. ચૂંટણી પંચે મતદાર યાદીનો મુસદ્દો જાહેર કર્યો છે જેમાં અધુરી વિગતો કે નામ કમી કરાવવા તેમજ નામ ઉમેરવા માટેની લોકોને તક આપવામાં આવ્યા પછી હવે મતદાર યાદીના આંકડા સામે આવ્યા છે.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter