GSTV
Home » News » 4 ડિસેમ્બરે નેશનલ હેરાલ્ડ કેસની આખરી સુનાવણી

4 ડિસેમ્બરે નેશનલ હેરાલ્ડ કેસની આખરી સુનાવણી

નેશનલ હેરાલ્ડ કેસમાં દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટે ભાજપના નેતા સુબ્રમણ્યમ સ્વામીની ફરિયાદ પરની સુનાવણી આઠમી જાન્યુઆરી-2019 સુધી સ્થગિત કરી છે. પટિયાલા હાઉસ કોર્ટે કોંગ્રેસના નેતા મોતીલાલ વોરાની અરજી પર આદેશ આપવાની સુનાવણી પણ સ્થગિત કરી છે. તેમણે કોર્ટને અપીલ કરી હતી કે સુબ્રમણ્યમ સ્વામીના નેશનલ હેરાલ્ડ કેસ સંદર્ભે અપમાનજનક ટ્વિટ કરવાની મનાઈ ફરવામાં આવે.

આ મામલાની સુનાવણી પણ આઠમી જાન્યુઆરી-2019ના રોજ કરવામાં આવશે. આ પહેલા નેશનલ હેરાલ્ડ કેસમાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી અને યુપીએ ચેરપર્સન સોનિયા ગાંધીની અરજી પર મંગળવારે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી કરવામાં આવી હતી.

આ મામલાની સુનાવણી કરતા સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને ચોથી ડિસેમ્બર સુધીમાં જવાબ દાખલ કરવા માટે જણાવ્યું છે. તેની સાથે એ પણ નિર્ધારીત કરવામાં આવ્યું છે કે ચોથી ડિસેમ્બરે આ મામલામાં આખરી સુનાવણી કરવામાં આવશે. દિલ્હી હાઈકોર્ટે 2011-12ના ટેક્સ આકલનના મામલાને ફરીથી ખોલવાની બાબતમાં રાહત આપવાનો ઈન્કાર કર્યો હતો.

READ ALSO 

Related posts

અર્જુન રામપાલની ગર્લફ્રેન્ડ ગેબ્રિએલાને ટ્રોલ કરી રહ્યો’તો 1 વ્યક્તિ, આપ્યો એવો જવાબ કે થઈ ગઈ બોલતી બંધ

NIsha Patel

VIDEO : પુર કે હોનારતમાં કોઈ ફસાય ત્યારે વાયુસેના કેવી રીતે કરે છે મદદ ?

Mayur

Video:’એક દિવસ તમે પણ જેલના સળિયા પાછળ હશો’,PM મોદીએ 2018માં જ કરી દીધી હતી ચિદંબરમની ધરપકડની ઘોષણા

Bansari
Do NOT follow this link or you will be banned from the site!