GSTV

સિલ્વર લેક, કેકેઆર પછી વધુ એક કંપની કરશે રિલાયન્સ રિટેલમાં રોકાણ, 3675 કરોડમાં ખરીદશે 0.84 % હિસ્સો

અમેરિકાની ખાનગી ઇક્વિટી કંપની જનરલ એટલાન્ટિક રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની  પેટા કંપની રિલાયન્સ રીટેલ વેન્ચર્સ લિમિટેડ(RRVL)નો 0.84 % હિસ્સો 3675 કરોડ રૂપિયામાં ખરીદશેે તેમ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે એક નિવેદનમાં જણાવ્યું છે.

RRVL and General Atlantic

RRVLએ કરી સત્તાવાર જાહેરાત

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ અને રિલાયન્સ રીટેલ વેન્ચર્સ લિમિટેડ(RRVL)એ આજે જાહેરાત કરી હતી કે  જનરલ એટલાન્ટિક રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની સબસિડરી આરઆરવીએલમાં 3675 કરોડ રૂપિયાનું  રોકાણ કરશે.

જનરલ અટલાન્ટિકને મળશે RRVLનો 0.84 ટકા હિસ્સો

આ સમજૂતી માટે રિલાયન્સ રીટેલનું મૂલ્ય 4.285 લાખ કરોડ રૂપિયા આંકવામાં આવ્યું છે. 3675 કરોડ રૂપિયાના રોકાણના બદલામા જનરલ અટલાન્ટિકને RRVLનો 0.84 ટકા હિસ્સો મળશે.

જનરલ એટલાન્ટિકનું રિલાયન્સમાં બીજુ મોટું રોકાણ

ઉલ્લેખનીય છે કે જનરલ એટલાન્ટિકનું રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝમાં બીજુ મોટું રોકાણ છે. આ અગાઉ જનરલ એટલાન્ટિકે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની પેટા કંપની રિલાયન્સ જીઓમાં 6598.38 કરોડ રૂપિયાનું રોકાણ કર્યુ હતું.

મુકેશ અંબાણી સાથે કામ કરવા આતુર કંપની

જનરલ એટલાન્ટિક દ્વારા જારી નિવેદનમાં વધુમાં જણાવવામાં આવ્યું છે કે ભારતીય રિટેલ સિસ્ટમમાં પરિવર્તન જરૂરી હતું અને આ પરિવર્તન લાવવામાં રિલાયન્સ રીટેલની મહત્ત્વપૂર્ણ ભૂમિકા રહી છે. મુકેશ અંબાણીના નવા કોમર્સ મિશન સાથે કામ કરવા અમે આતુર છીએ.

રિલાયન્સે વેચવા કાઢ્યો 10% હિસ્સો

મુકેશ અંબાણીની માલિકીની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ પોતાની પેટા કંપની રિલાયન્સ રીટેલનો 10 ટકા હિસ્સો વેચવા માગે છે. ઉલ્લેખનીય છે ગયા મહિનામાં જ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે ફ્યુચર ગુ્રપનું રીટેલ અને લોજિસ્ટિક બિઝનેસ 24,713 કરોડ રૂપિયામાં ખરીદી લીધું હતું.

વિકાસ માટે  ડિજિટલ સક્ષમતા જરૂરી

જનરલ એટલાન્ટિક સાથે થયેલી સમજૂતી અંગે મુકેશ અંબાણીએ જણાવ્યું હતું કે રિલાયન્સ રીટેલની જેમ જનરલ એટલાન્ટિક પણ માને છે કે વિકાસ અને વૃદ્ધિ માટે  ડિજિટલ સક્ષમતા જરૂરી છે.

સપ્ટેમ્બરમાં 2 મોટા રોકાણ

આ અગાઉ 9 સપ્ટેમ્બરે અમેરિકાની ખાનગી ઇક્વિટી કંપની સિલ્વર લેકે 7500 કરોડ રૂપિયામાં રિલાયન્સ રીટેલનો 7.75 ટકા હિસ્સો ખરીદવાની જાહેરાત કરી હતી. ત્યારબાદ 23 સપ્ટેમ્બરે કેકેઆરએ 5500 કરોડ રૂપિયામાં રિલાયન્સ રીટેલનો 1.28 ટકા હિસ્સો ખરીદવાની જાહેરાત કરી હતી.

રિલાયન્સ રિટેલ કરે છે કરોડોની કમાણી

ઉલ્લેખનીય છે કે રિલાયન્સ રીટેલ 7000 શહેરોમાં 12 હજાર  સ્ટોર્સ ધરાવે છે. છેલ્લા નાણાકીય વર્ષમાં રિલાયન્સ રીટેલની આવક 1.63 લાખ કરોડ રૂપિયા રહી હતી.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Related posts

ટીવી ફ્રિજ ખરીદો અને મેળવો સ્માર્ટફોન મફત, સેમસંગની આ છે ધમાકેદાર ઓફર

pratik shah

IPL 2020/ રોયલ્સને હરાવીને હૈદરાબાદે આશા જીવંત રાખી, ત્રણ ટીમોના થયા એકસરખા પોઈન્ટ

Pravin Makwana

રાજ્યના શહેરમાં બાળકો માટે તૈયાર કરવામાં હૃદય રોગ માટેની અદ્યતન હોસ્પિટલ, દેશ વિદેશના લોકો લઈ શકશે લાભ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!