આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સની દિશામાં સમગ્ર દુનિયાના વૈજ્ઞાનિકો નવી શોધ કરી રહ્યા છે. તેના દ્વારા માત્ર ભાવી રોબોટ જ નહી, પરંતુ તમામ ઈલેક્ટ્રોનિક ડિવાઈસ પણ તૈયાર કરવામાં આવી રહ્યા છે. આ દિશામાં યુનિવર્સિટી ઓફ કેલીફોર્નિયાના લોસ એન્જલસના વૈજ્ઞાનિકોએ એવા ડિવાઈસની શોધ કરી છે જે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ દ્વારા પ્રકાશની ગતિથી વસ્તુઓની ઓળખ કરી શકશે.
3ડી મોડલ પર આધારિત આ ડિવાઈસનુ નિર્માણ માનવ મસ્તિષ્કના પ્રતિક રૂપના રૂપમાં કરવામાં આવ્યુ છે. તે ડેટાની મોટી માત્રા માટે કાર્ય કરવામાં સક્ષમ છે. તેની મદદથી ડ્રાઈવરલેસ કાર તૈયાર કરવાની દિશામાં મદદ મળશે. યૂનિવર્સિટી ઓફ કેલિફોર્નિયાના સંશોધનકર્તાનુ કહેવુ છે કે વર્તમાનમાં વસ્તુઓની ઓળખ કોમ્પ્યુટર આધારીત પ્રોગ્રામ દ્વારા કરવામાં આવે છે. જેમાં કોમ્પ્યુટર તે વસ્તુના ફોટાને અન્ય ફોટોની સાથે સરખાવે છે.
ઈન્ટરનેટ પર સર્ચ કરવાની પણ આ પધ્ધતિ છે. ડિફરેક્ટિવ ડીપ ન્યુરલ નેટવર્ક નામના ડિવાઈસમાં પ્રકાશ દ્વારા વસ્તુઓની ઓળખ કરવામાં આવશે. આ ડિવાઈસ કોઈ પણ વસ્તુથી આવનાર પ્રકાશના કિરણોનુ અધ્યયન કરીને તેની ઓળખ કરશે. આ ડિવાઈસમાં એડવાન્સ કોમ્પ્યુટર પ્રોગ્રામ અને વધારાની ઉર્જાની જરૂર નહી પડે કારણે કે તે કોઈ વસ્તુ સાથે અથડાઈને પાછી ફરનાર ઘટનાનુ અધ્યયન કરશે.
- Turkey Syria Earthquake: ગર્ભવતિ મહિલાએ બાળકીને આપ્યો જન્મ, પરંતુ કાટમાળમાં ફસાયેલી માતાએ તોડ્યો દમઃ હૃદયદ્રાવક બની ઘટના
- જગતના તાત માટે આવ્યો સુવર્ણ અવસર / ડ્રોનથી થશે ખેતી, SBI ખેડૂતોને ડ્રોન ખરીદવા માટે સસ્તી લોન આપશે
- RBIએ રેપોરેટ વધાર્યો / હોમ લોનના વ્યાજ છેલ્લા 9 મહિનામાં 2.5 ટકા વધ્યા, રેપો રેટ 6.25 ટકાથી વધીને 6.50 ટકા થયો
- ઈન્ટરનેશનલ ક્રિકેટ જગતના એવા પ્રખ્યાત ખેલાડી જેણે પોતાનો ધર્મ બદલ્યો, કોણ છે આ મહાનુભાવો ?
- How To Make Puri Ka Halwa/ વધેલી પૂરીઓમાંથી બનાવો જોરદાર પૂરીનો હલવો, દરેક વ્યક્તિ પૂછશે તેની રેસિપી
સંશોધનકર્તાનુ કહેવુ છે કે આ એઆઈ ડિવાઈસ ડ્રાઈવરલેસ કારની દુનિયામાં ક્રાંતિ લઈને આવશે. અત્યારે ડ્રાઈવરલેસ કાર પેટર્ન મેચિંગ પર આધારિત કોમ્પ્યુટર પ્રોગ્રામથી સામે આવનાર વસ્તુઓને ઓળખે છે. પ્રકાશની સરખામણીએ આ પ્રક્રિયા ઘણી ધીમી છે. પ્રકાશ આધારિત ડિવાઈસની મદદથી કાર તરત રિએક્ટ કરી શકશે. તેમજ આ ડિવાઈસની મદદથી નવા ડિજીટલ કેમેરા ડેવલપ કરી શકાશે. જેનાથી મેડિકલ ક્ષેત્રમાં ક્રાંતિ આવશે. આ ઉપરાંત રોબોટિક્સ અને સુરક્ષાના ક્ષેત્રમાં અભૂતપૂર્વ પરિવર્તન જોવા મળશે.