GSTV

કામના સમાચાર/ આજથી શરૂ થઇ 392 સ્પેશિય ટ્રેનો, એક ક્લિકે જાણો તમામ નિયમોથી લઇને ભાડા સુધી બધુ જ

ટ્રેન

તહેવારની સીઝન (Festive Season)માં વધતી માંગને ધ્યાનમાં લેતા ભારતીય રેલવે (Indian Railways) આજે એટલે કે 20 ઓક્ટોબર 2020થી 392 સ્પેશિયલ ટ્રેનો (Special Trains) દોડાવવા જઇ રહી છે. આ ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેનો (Festival Special Trains) કલકત્તા, પટના, લખનઉ અને દિલ્હીથી દોડશે જેથી દૂર્ગા પૂજા, દશેરા, દિવાળી, છઠ પૂજા પર યાત્રીઓની જબરદસ્ત માગને પૂરી કરી શકાય.

ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેનો સાથે જ લોકડાઉન બાદ અત્યાર સુધી શરૂ કરવામાં આવેલી ટ્રેનો માટે આરપીએફે (RPF) કડક નિયમો જારી કર્યા છે. તેનુ ઉલ્લંઘન કરનારા દોષીને 5 વર્ષ સુધી જેલ સાથે દંડની જોગવાઇ છે. જણાવી દઇએ કે રેલવેએ કોવિડ-19ના કારણે 22 માર્ચથી તમામ પેસેન્જર ટ્રેનો પર રોક લગાવી હતી. જો કે માગ અનુસાર નિયમિત રૂપે 300થી વધુ સ્પેશિયલ મેલ અને એક્સપ્રેસ ટ્રેનો દોડાવવામાં આવી રહી છે.

રેલવેએ જારી કરી છે 196 જોડી સ્પેશિયલ ટ્રેનોની યાદી

રેલવેએ 12 સપ્ટેમ્બરથી 80 વધારાની ટ્રેનો દોડાવી છે જેને ક્લોન ટ્રેન નામ આપવામાં આવ્યું છે. IRCTCએ 17 ઓક્ટોબરથી પ્રાઇવેટ તેજસ ટ્રેનની સેવા ફરીથી શરૂ કરી છે. આ ઉપરાંત તાજેતરમાં રેલવેએ વિભિન્ન ઝોન માટે 39 નવી ટ્રેનો માટે મંજૂરી આપી છે. રેલવેએ તહેવારોને ધ્યાનમાં લેતા 196 જોડી એટલે કે 392 સ્પેશિયલ ટ્રેનોની લિસ્ટ જારી કરી છે. આ ટ્રેનો 20 ઓક્ટોબરથી 30 નવેમ્બર વચ્ચે દોડશે. રેલ મંત્રાલયે જણાવ્યું છે કે તહેવારની સીઝનમાં યાત્રીઓની ભીડને ધ્યાનમાં લેતા આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ ટ્રેનો ઓછામાં ઓછી 55 કિમી પ્રતિ કલાકની સ્પીડે દોડશે. આ ટ્રેનો માટે ઓનલાઇન ટિકિટ બુકિંગની સુવિધા IRCTC વેબસાઇટ અને PRS ટિકિટ કાઉન્ટર્સ પર ઉપલબ્ધ હશે.

સામાન્ય ટ્રેનો કરતાં 30 ટકા વધુ હશે સ્પેશિયલ ટ્રેનોનું ભાડુ

રેલવે આ ફેસ્ટિવ સ્પેશિયલ ટ્રેનોમાં સામાન્ય કરતાં વધુ ભાડુ વસૂલશે. રેલવેએ આજથી દેશના અલગ-અલગ વ્યસ્ત રૂટ્સ પર ફેસ્ટિવ સ્પેશિયલ ટ્રેનો દોડાવવાનું શરૂ કર્યુ છે. ફેસ્ટિવ સ્પેશિયલ ટ્રેનોનું ભાડુ સામાન્ય ટ્રેનો કરતાં  30 ટકા વધુ હશે. એટલે કે આ ટ્રેનોમાં યાત્રા કરનારા મુસાફરોએ પોતાનુ ખિસ્સુ વધુ ઢીલુ કરવુ પડશે. જણાવી દઇએ કે  રેલવે સામાન્ય દિવસોમાં દરરોજ આશરે 12 હજાર ટ્રેનો દોડાવે છે. પરંતુ કોરોના સંકટ વચ્ચે માગ અનુસાર ધીમે ધીમે ટ્રેનો શરૂ કરવામાં આવી રહી છે. સાથે જ રેલવેએ યાત્રાના કડક નિયમો જારી કર્યા છે. સાથે જ સૂચન આપ્યા છે કે આ નિયમોનું ઉલ્લંઘન કરનારે જેલની હવા ખાવી પડશે.

કોરોના પોઝિટિવ હોવા છતાં મુસાફરી કરનારને સજા

રેલવેએ સ્પષ્ટ કર્યું છે કે માસ્ક ન પહેરનાર, કોવિડ -19 ને લગતા પ્રોટોકોલનું પાલન ન કરનાર અને કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું હોવા છતાં મુસાફરી કરનાર વિરુદ્ધ રેલ્વે એક્ટની વિવિધ કલમો હેઠળ કેસ દાખલ કરવામાં આવશે. નિયમોને ભંગ કરવા બદલ મુસાફરોને દંડ અને કેદની સજા પણ થઈ શકે છે. રેલ્વે પોલીસ દળ (આરપીએફ) ની માર્ગદર્શિકામાં જણાવાયું છે કે માસ્ક ન પહેરવા અથવા તેમને યોગ્ય રીતે ન પહેરવા, રેલ્વે પરિસરમાં સામાજિક અંતરન રાખનાર વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે. સંક્રમણની પુષ્ટિ થવા અથવા ટેસ્ટ રિપોર્ટ આવવાનો બાકી હોય તે દરમિયાન, સ્ટેશન પર આવીને અથવા ટ્રેનમાં બેસીને અથવા સ્ટેશન પર આરોગ્ય ટીમની મંજૂરી ન હોવા છતાં, ટ્રેનમાં બેસીને અથવા ટ્રેનમાં બેસનારને પણ જેલમાં જવું પડશે. જાહેર સ્થળોએ થૂંકવું પણ ગુનો ગણાશે.

ટ્રેન

નિયમો તોડવા બદલ પાંચ વર્ષની જેલની જોગવાઈ

જો સ્ટેશનના પરિસરમાં અને ટ્રેનોમાં ગંદકી ફેલાવતા અથવા જાહેર આરોગ્ય અને સલામતીને અસર કરતી પ્રવૃત્તિઓ કરવામાં આવે તો કડક કાર્યવાહી કરવામાં આવશે. આરપીએફે કહ્યું છે કે વ્યક્તિની સલામતીને કોરોના વાયરસના ફેલાવોમાં વધારો કરતી પ્રવૃત્તિઓ દ્વારા જોખમ હોઇ શકે છે. તેથી, સંબંધિત વ્યક્તિને રેલવે કાયદાની કલમ 145, 153 અને 154 હેઠળ સજા થઈ શકે છે. રેલવે કાયદાની કલમ 145 (નશામાં હોવુ અથવા ઉપદ્રવ ફેલાવવો) હેઠળ એક મહિના સુધી કેદની સજા થઈ શકે છે. તે જ સમયે, કલમ -153 (મુસાફરોની સલામતીને ઇરાદાપૂર્વક જોખમમાં મૂકવી) હેઠળ દંડ અને પાંચ વર્ષ સુધીની કેદ થઈ શકે છે. કલમ 154 (બેદરકારીથી મુસાફરોની સલામતીને જોખમમાં મૂકવી) હેઠળ એક વર્ષ સુધીની કેદની સજા અથવા બંનેની જોગવાઈ છે.

Read Also

Related posts

સોનાક્ષી સિંહાએ શેર કરી ‘લેઝી સન્ડે’ની તસવીર, મળી લાખો લાઈક્સ

Bansari

શોલેના વીરુની જેમ પોતાની ‘બસંતી’ માટે 80 ફૂટ ઉંચા ટાવર પર ચડી ગયો પતિ, પત્નીને પિયર જતી રોકવા આખુ ગામ લીધુ માથે

Bansari

જમ્મુ-કાશ્મીરમાં બરફના તોફાનમાં ફસાઈ પ્રવાસીઓની કાર, બીઆરઓની ટીમે મોતના મુખમાંથી કાઢ્યા બહાર

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!