પાકિસ્તાનના બ્લૂચિસ્તાનમાં એક મોટો માર્ગ અકસ્માત થયો છે. 48 યાત્રીઓને લઈ જતી બસ અચાનક ખીણમાં પડી જતા 39 લોકોના મોત નીપજ્યાં છે. આ દુર્ઘટના બલૂચિસ્તાનના લાસબેલામાં બની હતી,જ્યાથી બસ કરાચી જઈ રહી હતી. કહેવામાં આવી રહ્યું છે પૂરપાટ જતી પેસેન્જર બસ બ્રિજ સાથે અથડાઈ અને તેમાં આગ લાગી ગઈ હતી.

સ્થાનિક મીડિયાના અહેવાલ પ્રમાણે – ક્વેટાથી કરાચી જતી બસમાં કુલ 48 લોકો સવાર હતા. બસ પરથી ડ્રાઈવરે કાબુ ગુમાવતા તે બ્રિજના પિલ્લર સાથે અથડાઈ હતી અને આ પછી બસમાં આગ લાગી ગઈ હતી. આગ લાગ્યા બાદ ખીણમાં પડી ગઈ હતી.
એક વર્ષમાં 4500 થી વધુ મોત
આ પહેલા પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં એક મોટો માર્ગ અકસ્માત થયો હતો, જેમાં આઠ લોકોના મોત થયા હતા અને 23 લોકો ઘાયલ થયા હતા. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, બે હાઈ-સ્પીડ બસ એકબીજા સાથે અથડાઈ હતી. પાકિસ્તાનના આંકડાકીય બ્યુરો દ્વારા જાહેર કરવામાં આવેલ ડેટા દર્શાવે છે કે વર્ષ 2021માં જ 10,379 માર્ગ અકસ્માતો થયા હતા, જેમાં 4,566 લોકોના મોત થયા હતા
Also Read
- રાજસ્થાનમાં ડિઝનીલેન્ડમાં મોટી દુર્ઘટના, 30 ફૂટ ઉપરથી પડી રાઈડ, ઘણા લોકો ઈજાગ્રસ્ત, જુઓ વિડીયો
- જમ્મુ કાશ્મીરમાં વિદેશી મૂડી રોકાણ વધ્યું, રેકોર્ડ તોડ દોઢ કરોડથી વધુ પ્રવાસીઓએ લીધી મુલાકાત
- અમદાવાદમાં પૂર્વ અને પશ્ચિમના ઘણા વિસ્તારોમાં અનુભવાયા ભૂકંપના આંચકા, લોકો ઘર બહાર દોડી આવ્યાં
- SCOની બેઠકમાં ખોટો નકશો લઈને આવ્યું પાકિસ્તાન, ભારતે કહ્યું ‘નકશો સુધારો, નહીં તો દૂર રહો’
- તૂટેલા દાંતવાળી કોમેડી સર્કસની નાનકડી ગંગુબાઇ યાદ છે ? ફોટો જોઇને ઓળખી પણ શકશો નહી