GSTV
World

Cases
4905972
Active
6582226
Recoverd
549401
Death
INDIA

Cases
269789
Active
476378
Recoverd
21129
Death

બ્રિટનમાં એક ટ્રકમાંથી 39 લોકોની લાશ મળવાના કેસમાં મોતનો થયો ખુલાસો, દર્દનાક છે વિગતો

બ્રિટનમાં એક ટ્રકમાંથી 39 લોકોના મૃતદેહો મળી આવ્યા હતા. બ્રિટિશ મીડિયાના રિપોર્ટ્સ અનુસાર ટ્રક બહારથી બંધ હતો અને અંદરનું તાપમાન માઈનસ 25 ડિગ્રી હતું. જેના કારણે લોકોને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી હતી અને તેઓ ઠંડીના લીધે મૃત્યું પામ્યા. આ લોકોના લંડન આવવાના પ્રયાસ પાછળ સ્મગલરોને જવાબદાર માનવામાં આવી રહ્યાં છે.

મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે ટ્રકમાંથી લોહીવાળા હાથોના નિશાન મળ્યા છે. છેલ્લી ઘડીએ લોકો ટ્રકના દરવાજાને ઠપકારી મદદ માંગી રહ્યાં હતા. આ મામલે ટ્રકના ડ્રાઈવર સહિત ચાર લોકોની ધરપકડ કરવામાં આવી છે અને આગળની તપાસ કરવામાં આવી રહી છે.

નોંધનીય છે કે, બુધવારે બ્રિટનના અસેક્સમાં ટ્રકમાંથી 39 લોકોના મૃતદેહો મળી આવ્યા હતા. ટ્રકને બેલ્જિયમમાં એક ફેરી પર લોડ કરવામાં આવ્યો હતો. હજૂ સુધી તપાસમાં મૃતકોની ઓળખ સામે આવી નથી. શરૂઆતમાં બ્રિટિશ અધિકારીઓએ જણાવ્યું હતું કે, લોકોની ઓળખ કરવામાં સમય લાગે છે.

READ ALSO

Related posts

ગુજરાત બોર્ડનો મોટો નિર્ણય: ધો. 9થી 12ના અભ્યાસક્રમમાં થશે 30 ટકાનો ઘટાડો, વિદ્યાર્થીઓને મળશે મોટી રાહત

Mansi Patel

ટ્રમ્પની ભત્રીજીનો સનસનાટીભર્યો ખુલાસો: દગાબાજ અને ચીટર છે કાકા, બિઝનેસ સ્કૂલમાં એડમિશન માટે ડમી વિદ્યાર્થી દ્વારા થયા છે પાસ

Pravin Makwana

હવે ચીનને સતાવી રહ્યો છે બેંકોનો ભાગી જવાનો ડર, મોટી રકમના ઉપાડ ઉપર લગાવ્યો પ્રતિબંધ

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!