ભાઈ ગૂગલમાંથી શીખીને બેંક લૂટવા ગયા, પોલીસે પકડીને જેલમાં નાખી દીધો

બેંકને કઈ રીતે લૂટવી? આ પ્રકારે ગૂગલમાં સર્ચ કરીને 38 વર્ષનો સાઈમન જોન્સ બેંક લૂટવા નીકળી પડ્યો. અને એમાં પણ આ કામ માટે પોતાની પ્રેમિકાની કાર લઈ ગયો. પરંતુ આ કામ માટે તે પોલીસથી બચી શક્યો નહીં અને અત્યારે 40 મહિનાની જેલ ભોગવી રહ્યો છે.

ભાઈ બેંક લૂટવાની બરાબર તૈયારી કરીને જ ગયો હતો. ગૂગલનાં કહેવા પ્રમાણે તેણે કેશિયર પાસે જઈને FEBREZEની બોટલમાં તેજાબ છે એવી ધમકી આપી અને કહ્યું કે પૈસા આપ નહીંતર તારી પર આ તેજાબ નાખીશ. અને ડરના કારણે કેશિયરે 370 પાઉન્ડ એટલે કે 33 હજાર રૂપિયા આપ્યાં. તેમજ 1000 પાઉન્ડનું એક બંડલ પણ આપ્યું.

તેની આ રીત એકદમ સરળ હતી. માટે જેવો બેંકની બહાર નીકળ્યો કે તરત જ પોલીસે પકડી પાડ્યો અને 40 મહિનાની જેલ ફટકારી દીધી.

READ ALSO

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter