GSTV
World

Cases
4732598
Active
6177082
Recoverd
543206
Death
INDIA

Cases
253287
Active
424433
Recoverd
19693
Death

કોરોનાનો ભરડોઃ છેલ્લા 24 કલાકમાં 372 પોઝિટિવ કેસ નોંધાતા આંકડો 16 હજાર નજીક , 20 દર્દીના મોત

ગુજરાતમાં અને તેમાં પણ ખાસ કરીને અમદાવાદમા કોરોનાનો કહેર સતત વધી રહ્યો છે, ત્યારે છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં વધુ 372 પોઝિટિવ કેસ નોંધાયા છે અને સાથે જ 20 દર્દીના મોત પણ થયા છે. તે સાથે જ 608 દર્દી ડિટ્ચાર્જ પણ થયા છે. જે સાથે જ રાજ્યમાં અત્યાર સુધીમાં 8609 દર્દી સાજા થઈને પોતાના ઘર પર ગયા છે. જણાવી દઈએ કે, અમદાવાદમાં આજે પણ 253 પોઝિટિવ કેસ નોંધાયા છે.

  • રાજ્યમાં કુલ કેસ 15944
  • આજે 608 દર્દી ડિટ્ચાર્જ થયા
  • 8609 દર્દી સાજા થયા છે
  • આજે વધુ 20 દર્દીના મોત થયા છે
  • અમદાવાદમાં આજે 253 પોઝિટિવ કેસ નોંધાયા છે
  • અમદાવાદમા 18 દર્દીના મોત

આજે નોંધાયેલે પોઝિટિવ કેસની વિગત

રાજ્યમા કુલ પોઝિટિવ કેસની સાથે આજે 68 લોકો વેન્ટીલેટર પર છે અને 6287 લોકો સ્ટેબલ છે. તે સાથે જ અત્યાર સુધીમાં 8609 દર્દી ડિટ્ચાર્જ થઈ ગયા છે અને અત્યાર સુધીમાં 980 લોકો મૃત્યુ પણ પામ્યા છે. અમદાવાદમાં આજે નવા ૨૫૩ કેસ નોંધાયા છે, તેની‍ સામે આજે અમદાવાદમાં સૌથી વધુ ૪૬૮ દર્દીઓ સાજા થઈને ઘરે ગયા છે. તે સાથે જ રાજ્યમા ગુણવત્તાસભર‍ અને સારી ‍સારવારના ‍પરિણામે ‍કુલ ૮,૬૦૯ દદીઓ સાજા થયા છે.

ICMR ની‍ ગાઈડલાઈન પ્રમાણે ‍ ટેસ્ટ

રાજ્યની‍ જુદી જુદી‍ હોસ્પિટલોમાં આવતા‍ દર્દીઓ‍ ઉપરાંત ICMR ની‍ ગાઈડલાઈન પ્રમાણે ‍જિલ્લાઓમાં કુલ ૨,૦૧,૪૮૧ ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે. અમદાવાદ શહેરમાં અત્યાર સુધીમાં ‍૯૪૧૪.૬૫‍ ટેસ્ટ પ્રતિ મીલીયન‍ કરવામાં આવ્યા છે. રાજ્યમાં 31 લેબોરેટરીઓમાં કોરોનાના ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે, જે પૈકી 19 લેબોરેટરી સરકારી છે, જ્યારે૧૨ પ્રાઇવેટ લેબોરેટરીમાં પણ કોરોનાના પરીક્ષણ કરવામાં આવી રહ્યા છે.

પંદર વર્ષીય પુત્રનો કોરોના પોઝિટિવ

સુરતના મહિધરપુરા ફાયર સ્ટેશનમાં ફરજ બજાવતા જવાનના પંદર વર્ષીય પુત્રનો કોરોના પોઝિટિવ આવ્યો હતો. ફાયર વિભાગના પરિવારમાં પણ ફફડાટ વ્યાપી ગયો હતો. તંત્ર દ્વારા ફાયર જવાન અને તેના પરિવારના સભ્યોને હોમ ક્વોરન્ટીન કરવામાં આવ્યા હતા. તો પુત્રને આઇસોલેશન વોર્ડ હેઠળ ખસેડવામાં આવ્યો હતો. અન્ય કર્મચારીઓએ સંપૂર્ણ બિલ્ડીંગ ક્વોરન્ટીન કરવાની માંગ કરતા ફાયરના અધિકારીઓ દોડતા થઈ ગયા હતા.


READ ALSO

Related posts

અમદાવાદના જમાલપુર વિસ્તારમાં હેલ્થકેરમાં નોકરી કરતી યુવતીએ કર્યો આપઘાત

Nilesh Jethva

અમદાવાદમાં કરણી સેનાના અધ્યક્ષ રાજ શેખાવતની પોલીસે કરી અટકાયત

Nilesh Jethva

અનલોક પાર્ટ-2 શરૂ થતા જ દારૂની ખેપ વધી, રાજસ્થાનથી ઓટો રિક્ષામાં દારૂ લાવતા બે વ્યક્તિની ધરપકડ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!