GSTV
World

Cases
4683475
Active
5863682
Recoverd
525119
Death
INDIA

Cases
235443
Active
394227
Recoverd
18213
Death

સીએમ રૂપાણીના હોમ ટાઉનમાં છેલ્લા એક વર્ષમાં એક હજારથી વધુ બાળકોના મોત, વિપક્ષે માગ્યું રાજીનામું

સરકારી હોસ્પિટલમાં બે-પાંચ બાળકોના મોત થઈ જાય તો તે ગંભીર બાબત કહેવાય. પરંતુ ચોંકાવનારી વાત તો એ છે કે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં છેલ્લા ત્રણ મહિનામાં 352 નવજાત શિશુના મોત નિપજ્યા છે. રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીના હોમ ટાઉનમાં છેલ્લા એક વર્ષમાં એક હજારથી વધુ બાળકો મોતે ભેટ્યા છે. ત્યારે રાજકોટ કોર્પોરેશનમાં વિપક્ષના નેતા વશરામ સાગઠિયાએ સીએમ રૂપાણીના રાજીનામાની માગ કરી.

  • રાજકોટમાં માસૂમોનાં મોતથી ખળભળાટ
  • વર્ષમાં ૧,૨૩૫ બાળકોનાં મોત
  • ૩ મહિનામાં ૩૫૨ નવજાત શીશુનાં મોત

રાજકોટમાં સિવિલ હોસ્પિટલમાં નવજાત શીશુઓના મોતનો દર ઘણો વધ્યો છે. પરંતુ તંત્રને જાણે તેની ગંભીરતા નથી.. અને તેથી બાળકોના મોતનો સિલસિલો રોકાતો નથી. મોટાભાગના બાળકોના મોત કુપોષણને કારણે થયા છે. માતા-પિતા પોતાના વહાલસોયા બાળકોનું સ્વાસ્થ્ય સારૂ થઈ જશે તેવી આશાએ સિવિલ હોસ્પિટલનો લાભ લે છે. પરંતુ દાખલ થનારા બાળકોમાંથી ઘણા બાળકો બચી શકતા નથી. રાજકોટ સિવિલ હોસ્પિટલમાં વર્ષ 2019માં 1,235 બાળકોનાં મોત થયા. જેમાં છેલ્લા ત્રણ મહિનામાં 352 બાળકોનાં મોત થયા હોવાનો ચોંકાવનારો આંકડો સામે આવ્યો છે. ઓક્ટોબરમાં 131, નવેમ્બરમાં 110 અને ડિસેમ્બરમાં 112 બાળકોનાં મોત નોંધાયા છે. તો સિવિલ હોસ્પિટલના સુપરીટેન્ડન્ટ મનીષ મહેતા એવો દાવો કર્યો કે હોસ્પિટલમાં પૂરતો સ્ટાફ છે. પૂરતા સાધનો છે. તો બાળકોના મૃત્યું કેમ થઈ રહ્યા છે તે મોટો સવાલ છે..

રાજકોટમાં માસૂમોનાં મોત

  • વર્ષ ૨૦૧૯માં ૧,૨૩૫ બાળકોનાં મોત થયાં
  • છેલ્લા ત્રણ મહિનામાં ૩૫૨ બાળકોનાં મોત થયાં
  • ઓકટોબરમાં ૧૩૧ બાળકોનાં મોત
  • નવેમ્બરમાં ૧૧૦ બાળકોનાં મોત
  • ડિસેમ્બરમાં ૧૧૨ બાળકોનાં મોત
  • હોસ્પિટલમાં પૂરતો સ્ટાફ, પૂરતા સાધનો હોવાનો સુપરીટેન્ડન્ટનો દાવો
  • બધી જ સુવિધા અને પૂરતો સ્ટાફ હોવાનો દાવો થાય છે તો બાળકોનાં મૃત્યું કેમ થઈ રહ્યાં છે?

તો બીજી બાજુ ભાજપના જ ધારાસભ્ય ગોવિંદ પટેલે સ્વીકાર્યું કે તબીબો ખાનગી પ્રેક્ટિસ કરવામાં વધુ રસ છે. જેને કારણે સરકારી હોસ્પિટલોમાં સ્ટાફની અછત વર્તાય છે. બાળકોના મોત પર રાજકારણ ગરમાયુ છે. રાજકોટ મહાનગરપાલિકાન વિપક્ષના નેતા વશરામ સાગઠિયાએ સિવિલ હોસ્પિટલ પહોંચીને જશ ખાટવાનો પ્રયાસ કર્યો. રાજસ્થાનની કોટામાં 100થી વધુ બાળકોનાં મોત મામલે રાજસ્થાનના સીએમ અશોક ગેહલોતનું રાજીનામુ માગતા ભાજપ પાસે હવે રાજકોટમાં બાળકોનાં મોત મામલે તેમણે સીએમ વિજય રૂપાણીના રાજીનામાની માગ કરી ચિલ્ડ્રન હોસ્પિટલમાં સારવાર માટે આવેલા બાળદર્દીઓના પરિવારજનોએ હોસ્પિટલ તંત્ર બેદરકાર હોવાનો અને કોઈપણ પ્રકાસે સંતોષકારક સારવાર આપવામાં ન આવતી હોવાના આક્ષેપો કર્યા.

રાજકોટ સિવિલ હોસ્પિટલમાં એક મહિનામાં 111 મોત થયા છે. ત્યારે હોસ્પિટલ બહાર સઘન બંદોબસ્ત ગોઠવી દેવોય છે. બાળકોની હોસ્પિટલ બહાર એસઆરપી જવાનો બંદોબસ્તમાં જોડાયા છે.

READ ALSO

Related posts

ટૉયલેટ સીટ બંધ રાખવાથી કોરોનાનો ખતરો થઈ જશે ઓછો, મળમાં જીવતો રહે છે વાયરસ

Mansi Patel

લોકોએ માત્ર 100 રૂપીયાના સ્ટેમ્પ પર સોમનાથ ટ્રસ્ટની કિંમતી જમીન પર બનાવી લીધા બંગલા

Nilesh Jethva

બિહારમાં ફરી આકાશમાંથી વરસ્યું મોત, વિજળી પડવાથી 18 લોકોના નિપજ્યાં મોત

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!