નાણાકીય વર્ષ 2021-22ના પ્રથમ નવ મહિના દરમિયાન જાળવણી કાર્યને કારણે 35 હજારથી વધુ ટ્રેનો રદ કરવામાં આવી હતી. ભારતીય રેલ્વેએ આરટીઆઈ હેઠળ પૂછવામાં આવેલા પ્રશ્નના જવાબમાં આ માહિતી આપી છે. રેલ્વેએ એ પણ માહિતી આપી છે કે 2021-22ના એપ્રિલ-જૂન ક્વાર્ટર દરમિયાન જાળવણીના કારણોસર 20 હજાર 941 ટ્રેનો રદ કરવામાં આવી હતી.

જ્યારે આ સંખ્યા બીજા ક્વાર્ટરમાં 7 હજાર 117 અને ત્રીજા ક્વાર્ટરમાં 6 હજાર 869 હતી. આ આરટીઆઈ મધ્યપ્રદેશના ચંદ્ર શેખર ગૌરે દાખલ કરી હતી. અધિકારીઓએ જણાવ્યું કે તાજેતરના ઈતિહાસમાં રદ્દ કરાયેલી ટ્રેનોની સૌથી વધુ સંખ્યા વર્ષ 2019માં નોંધાઈ હતી. ત્યારે મેન્ટેનન્સના કામને કારણે લગભગ 3 હજાર 146 ટ્રેનો રદ કરી દેવામાં આવી હતી.
આરટીઆઈમાં એવું પણ બહાર આવ્યું છે કે આ સમયગાળા દરમિયાન 40 હજારથી વધુ ટ્રેન તેમના નિર્ધારિત સમય કરતાં મોડી પહોંચી હતી. જોકે, તે સ્પષ્ટ નથી કે ગયા વર્ષે એપ્રિલથી ડિસેમ્બર દરમિયાન જે 35 હજાર ટ્રેન રદ કરવામાં આવી. તેના કારણે કેટલા મુસાફરો પ્રભાવિત થયા હતા.
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અનેટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ તમારા મોબાઈલ પર તમામ સમાચારમેળવવા માટે અમારી Android App ડાઉનલોડકરો…
MUST READ:
- મહત્વનો નિર્ણય / નાઇટ શિફ્ટ માટે મહિલાઓની સંમતિ લેવી પડશે, સરકારી અને ખાનગી ક્ષેત્ર બંને પર થશે લાગુ આ નિયમ
- મોંઘવારી સામે લડવા ઓઈલ કંપનીઓ પાસે વધુ ટેક્સ વસૂલવા સરકારની તૈયારી
- રશિયા-યુક્રેન યુદ્ધને કારણે ભારતીય ઓઈલ કંપનીઓના ડિવિડન્ડના રૂ. 1000 કરોડ અટવાયા
- પૈસા ખર્ચ્યા વિના જુઓ વેબ સિરીઝ અને ફિલ્મ, આ એપ છે બિલકુલ ફ્રી, નેટફ્લિક્સ, એમેઝોન પ્રાઇમને પણ ભૂલી જશો
- એન્ડ્રોઇડ યુઝર્સ સાવધાન! / ખતરનાક મેલવેયર વાયરસ ઈઝ બેક, જાણો કંઈ રીતે પહોંચે છે તમારા સ્માર્ટફોનમાં