GSTV

કોરોનાનો કહેર પડ્યો હવે રોજગારી પર, આ બેન્કે 35 હજાર કર્મચારીની કરી છટણી

અમેરિકા-ચીન વચ્ચે ચાલી રહેલુ વેપાર યુદ્ધ, બ્રિટેન દેશનું યૂરોપીય સંઘમાંથી બહાર થવુ ચીનમાં કોરોના વાયરસ ફેલાવવાના કારણે હોંગકોંગ શંઘાઈમાં બેન્કિગ કોર્પોરેશન (HSBC) બેન્ક હવે સંકટમાં ઘેરાઈ ગયુ છે. હવે બેન્કે મોટા પ્રમાણમાં કર્મચારીઓની છટણી કરવાનો નિર્ણય લીધો છે. ઉલ્લેખનીય છે કે, શંઘાઈ બેન્કિગ કોર્પોરેશનને મંગળવારે પોતાના બિઝનેસની તર્કસંગત પુનર્ગઠન કરવાની જાહેરાત કરી છે. જે હેઠળ 35 હજાર લોકોની છટણી કરવાનુ સામેલ છે. જેનુ પ્રમુખ કારણ કંપનીનો લાભ સતત ત્રણ વર્ષથી ઘટવુ છે.

સંચાલન ખર્ચમાં કપાત

બેન્કનુ કહેવુ છે કે, તેઓ પોતાની બેન્કના યૂરોપ અને અમેરિકાના બિઝનેસનો દાયરો પણ ઘટાડશે. અમેરિકા-ચીનની વચ્ચે ચાલી રહેલા વેપાર યુદ્ધ, બ્રિટેનના યૂરોપીય સંઘથી બહાર થવુ અને ચીનમાં કોરોના વાયરસના ફેલાવવાની સમસ્યાને જોતા બેન્ક ઘણા પ્રકારની અનિશ્વિતાઓનો સામનો કરી રહ્યા છે. તેવામાં તેઓ પોતાના સંચાલન ખર્ચમાં કપાત પર ધ્યાન આપી રહ્યા છે

બ્રાન્ચની સંખ્યામાં 30 ટકા કપાતની યોજના

જો કે, ચીનમાં સારી હાજરીને કારણે બેન્કનો એશિયાઈ બિઝનેસ ખૂબ જ સારો ચાલી રહ્યો છે. જ્યારે કે, અમેરિકા અને યૂરોપનો બિઝનેસનું પ્રદર્શન નિરાશાજનક છે. છેલ્લા વર્ષે બેન્કના નફામાં 1/3 ની ખામી આવી છે. બેન્કે કહ્યુ છે કે, વર્ષ 2022 સુધી તેમના ખર્ચમાં લગભગ 32 હજાર કરોડ રૂપિયાની કપાત કરવાની યોજના છે. વધારે પડતી છટણી અમેરિકા અને યૂરોપીય બિઝનેસમાં કરવામાં આવશે. અમેરિકામાં બેન્કે બ્રાન્ચની સંખ્યામાં 30 ટકા સુધીનો કપાત કરવાની યોજના બનાવી છે.

કર્મચારીઓની સંખ્યામાં ઘટાડો

બેન્કના કાર્યવાહક મુખ્ય કાર્યકારી અધિકારી નોએલ ક્યુઈને કહ્યુ કે, અમારા બિઝનેસના કેટલાક ભાગમાં આશા છે કે, પ્રદર્શન નથી કરી રહ્યા. તેથી પોતાના રોકાણને ખૂબ જ સારુ પરિણામ આપવા માટે અમે અમારી યોજના પર પુનઃવિચાર કરી રહ્યા છે. ત્યારબાદ બ્લૂમબર્ગ ન્યૂઝની સાથે એક સંવાદમાં તેમણે કહ્યુ કે, આગામી ત્રણ વર્ષમાં તેઓ પોતાના કર્મચારીઓની સંખ્યા 2,35,000 થી ઘટાડીને 2 લાખ કરશે. જો કે, તેમણે આ વિશે વિસ્તૃત જાણકારી આપી નથી. સાથે જ બેન્કના પુનર્ગઠનની યોજના 2012 થી તેમની મહત્વકાંક્ષી યોજના છે.

આ પહેલા પણ બેન્કે બ્રાન્ચ બંધ કરવાની જાહેરાત કરી હતી

આ પહેલા વર્ષ 2016માં બેન્કે વૈશ્વિર સ્તર પર પોતાના ખર્ચાઓને ઓછુ કરવાની વાત કરતા ભારતમાં ચાલી રહેલી પોતાની નવી બેન્ક શાખાઓને બંધ કરવાનો નિર્ણય લીધો હતો. જો કે, ભારતના ઘણા મોટા શહેરમાં HSBCના બ્રાન્ચ હાજર છે.

READ ALSO

Related posts

કોરોનાની મહામારી દરમિયાન જ 4 લાખથી વધારે લોકો ચીનથી પહોંચી ગયા હતા અમેરિકા

Nilesh Jethva

દર્દીનો ઈલાજ કરતા સંક્રમિત થયેલી નર્સે કોરોનાને આપી માત, હવે નોકરી પર પરત ફરવા તૈયાર

Nilesh Jethva

ગુજરાતમાં કોરોનાની ચિંતાજનક સ્થિતી, વૈશ્વિક મૃત્યુદરમાં ગુજરાતનું પાંચમુ સ્થાન

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!