GSTV

ચિંતાજનક/ રાજ્યમાં છેલ્લા 13 માસમાં 350 લોકોએ કોલ કરી આત્મહત્યાની કરી ઇચ્છા વ્યક્ત, શું જિંદગીનું નથી કોઈ મૂલ્ય!

Last Updated on September 11, 2020 by pratik shah

ગુજરાત રાજ્યમાં  આત્મહત્યા અંગેના કેસો અટકાવી શકાય તે માટે ગત વર્ષે સપ્ટેમ્બર માસમાં રાજ્ય સરકાર દ્વારા હેલ્પલાઇન ૧૦૪માં આત્મહત્યા અંતર્ગત કેસો પણ હેન્ડલ કરવાનું શરૂ કરાયું હતું. જેમાં છેલ્લા ૧૩ માસમાં રાજ્યભરમાંથી ૩૫૦ લોકોએ કોલ કરીને સુસાઇડનો ઇરાદો વ્યક્ત કર્યો હતો. જેમાંથી ૨૩૬ લોકોનું અસરકારક રીતે કાઉન્સિલિંગ કરીને તેઓને જીવનના ખૂબ જ નાજુક સમયગાળામાંથી બચાવી લેવાયા હતા.

જીવનના ખૂબ જ નાજુક સમયગાળામાંથી બચાવી લેવાયા

આજે  તા. ૧૦ સપ્ટેમ્બરે ‘વર્લ્ડ સુસાઇડ પ્રિવેન્શન ડે ‘ તરીકે ઉજવવામા ંઆવે છે. ત્યારે ગુજરાતમાં સુસાઇડના કેસોની સંખ્યા ઉત્તરોતર વધતી જઇ રહી છે.  સુસાઇડના કેસ અટકાવવા જોઇએ તેવી લાગણી સાથે ગત વર્ષે ૨૨ સપ્ટેમ્બરના રોજ હેલ્થ હેલ્પલાઇન ૧૦૪ માં સુસાઇડ રિલેટેડ કેસ પણ હેન્ડલ કરવાનું આયોજન કરાયું હતું. આ અંગે આ હેલ્પલાઇનના અધિકારીના જણાવ્યા મુજબ  આમ તો ૧૦૪ પર સામાન્ય રીતે હેલ્થ રિલેટેડ જ માહિતી આપવામાં આવતી હોય છે.  હાલમાં  કોવિડ કેરને  લગતી માહિતી પણ અપાઇ રહી છે .  હવે સુસાઇડ સંદર્ભે પણ કોલ સ્વીકારીને કાઉન્સેલિંગ કરાઇ રહ્યું છે.

હેલ્પલાઇનના અધિકારીના જણાવ્યા મુજબ  આમ તો ૧૦૪ પર સામાન્ય રીતે હેલ્થ રિલેટેડ જ માહિતી આપવામાં આવતી હોય છે

ઉલ્લેખનીય છે કે સમાજમાં આર્થિક, પારિવારિક, માંદગી, શારીરિક-જાતિય સતામણી, પ્રેમસંબધ અને માનસિક અસ્થિરતા જેવા કારણોસર લોકો આત્મહત્યા કરવા પ્રેરાતા હોય છે.  જેમાં  ૧૦૪ ઉપર કોલ આવે ત્યારે સૌપ્રથમ કોલરની વાત શાંતિ અને ધ્યાન પૂર્વક સાંભળવામાં આવે છે. ત્યાર બાદ નિષ્ણાત કાઉન્સિલરો દ્વારા ફોન પર જ  સમજાવવામા ંઆવે છે. કાઉન્સિલિંગ બાદ એક કલાક પછી ફરી પાછો ફોન કરીને તાજા સ્થિતિ જાણવામાં આવે છે. સમયાંતરે કોલ કરીને તેના ખબર અંતર પુછવા, મુંઝણવો દુર કરવી, કોઇ મદદની જરૂર હોય તો કહેવા અને જીવનમુલ્ય સમજાવવા અને જીવન કેવી રીતે જીવવું જોઇએ તે અંગેની જાણકારી આપીને તેઓને આત્મહત્યાનો ઇરાદો છોડી દેવા સમજાવવામાં આવે છે.

છેલ્લા ૧૩ માસમાં ૩૫૦ કોલ આવ્યા હતા. જેમાંથી ૧૧૪ કોલમાં કોલ કરનારે ફોન મૂકી દીધો હતો. જ્યારે ૨૩૬ કેસમાં કોલ કરનારે સામેથી સમજ મેળવી હવે આત્મહત્યા નહિં કરવાના નિર્ધાર સાથે પૂનઃજીંદગી જીવવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો.

‘હેલ્પલાઇન 104 ‘ પર આવેલા સુસાઇડ અંગેના કોલની સંખ્યા

માસકુલ કોલઇફેક્ટીવ
કોલ
સપ્ટેમ્બર૩૯૧૨
ઓક્ટોબર૨૭૨૨
નવેમ્બર૪૦૨૧
ડિસેમ્બર૧૩૧૧
જાન્યુઆરી૧૬૧૩
ફેબુ્રઆરી૧૭૧૫
માર્ચ૩૧૨૫
એપ્રિલ૪૦૨૨
મે૪૪૩૪
જુન૪૩૨૮
જુલાઇ૨૩૧૯
ઓગષ્ટ૧૭૧૪
કુલ૩૫૦૨૩૬

READ ALSO

Related posts

સોશિયલ મીડિયા પર યથાવત ‘મોદી લહેર’, Twitter પર ફોલોઅર્સ વધીને 7 કરોડને પાર થયા

Pritesh Mehta

અમદાવાદ / મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળામાં વધારો થતા મ્યુનિસિપલ તંત્ર એક્શનમાં, સ્વચ્છતા ન જળવાતા એકમોને નોટિસ

Zainul Ansari

અમદાવાદ બગોદરા-સરખેજ હાઇવે બન્યો મગરનીપીઠ જેવો, વાહનચાલકોની હાલત બની અત્યંત કફોડી

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!