GSTV
World

Cases
6827968
Active
11545419
Recoverd
714731
Death
INDIA

Cases
607384
Active
1378105
Recoverd
41585
Death

રાતોરાત અબજોપતિ બનવા વેપારી પાસે માગી 350 કરોડની ખંડણી, પોલીસે ધોળે દિવસે તારા દેખાડ્યા

આગરામાં એક સોની પાસેથી 3 અબજની ખંડણી માંગવાના આરોપસર એક છાત્રની ધરપકડ કરવામાં આવી છે. રાતોરાત અબજોપતિ જોવાના સપના સેવતા આ કિશોરે મિત્રનું સિમકાર્ડ ચોરી કરી સરાફને ધમકી આપીને ખંડણીની માંગણી કરી હતી.

આરોપી વિદ્યાર્થીની પોલીસે કરી ધરપકડ

આરોપી સરાફની પેઢીમાં કામ કરતા કર્મચારીનો દિકરો છે. પોલિસે હાલ તો આરોપી વિદ્યાર્થીની ધરપકડ કરી લીધી છે. પોલિસના જણાવ્યા પ્રમાણે આરોપી છાત્રએ મિત્રના ડબલ સિમવાળા મોબાઇલ ફોનમાંથી એક સીમકાર્ડ ચોરી કર્યુ હતું. બાદમાં સરાફને ફોન લગાવ્યો અને 350 કરોડની ખંડણીની માંગ કરી હતી.

પોલિસની સર્વિલાંસ ટીમે આખી ઘટનાની માહિતી એકઠી કરી

જેથી શરાફ ડરી ગયો કારણ કે ખંડણી માંગનારે પોતાને મોટો ગુન્ડો હોવાનું જણાવ્યુ હતું . શરાફે આખી ઘટના બાદ પોલિસને જાણ કરી હતી. જેમાં પોલિસની સર્વિલાંસ ટીમે આખી ઘટનાની માહિતી એકઠી કરી અને આવેલા નંબર પરથી તપાસ કરતા ફોન કરનાર કિશોર અંગે માહિતી પ્રાપ્ત થઇ અને અંતે પોલિસે તેની ધરપકડ કરી.

Related posts

આ જિલ્લામાં કોરોનાના દર્દીઓને હવે વિના મૂલ્યે મળશે ખાનગી હોસ્પિટલ જેવી સુવિધા

Nilesh Jethva

સેના પ્રમુખે ફીલ્ડ કમાન્ડરોને કોઇ પણ સ્થિતિના મુકાબલા માટે તૈયાર રહેવા આપ્યો નિર્દેશ

Nilesh Jethva

સેના પ્રમુખનો આદેશ: ચીનનો ઘેરાવ કરવા ભારતીય સેના કોઈ પણ પરિસ્થિતી માટે તૈયાર, લડવા માટે રહો સજાગ

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!