GSTV
World

Cases
3591419
Active
2746098
Recoverd
394780
Death
INDIA

Cases
115942
Active
114073
Recoverd
6642
Death

અમદાવાદમાંથી તમારી કાર ચોરાઈ છે કરો પોલીસનો સંપર્ક : પકડાઈ છે 351 કાર ચોરનાર ગેંગ

અમદાવાદમાંથી સાડા ત્રણસો જેટલી કારની ચોરી કરતી ગેંગને પોલીસે ઝડપી લીધી હતી. આશ્ચર્યની વાત એ છે કે, આ કાર ચોરી ગેંગનો મુખ્ય સુત્રધાર બાવળાનો ડોક્ટર અને તેનો ભાઈ હોવાનું બહાર આવ્યુ છે. ક્રાઈમ બ્રાચે ધરપકડ કરીને ૨૮ કાર કબજે કરી છે. બીજીતરફ આરોપીઓએ ૩૫૧ કારની ચોરી કરી હોવાની કબુલાત કરી છે. શહેરના પશ્ચિમ વિસ્તારના એસ.જી. હાઈવે, સોલા ભાગવત અને વસ્ત્રાપુર વિસ્તારમાં કારચોરીના અનેક બનાવોને પગલે ક્રાઈમ બ્રાચે તપાસ હાથ ધરી હતી.

પોલીસે ચોરીના સ્થળોની મુલાકાત લઈ આ વિસ્તારના શક્ય એટલા સીસીટીવી ફુટેજ મેળવ્યા હતા. તે સિવાય આ વિસ્તારોના ટાવર ડેટાની માહિતી એકઠી કરી હતી. જેમાં સીસીટીવીમાં ચોરીની જગ્યાએ એક સિલ્વર કલરની કાર અવારનવાર જોવા મળતી હતી. શંકાને આધારે પોલીસે ઝીણવટભરી તપાસ કરતા આ કાર અવારનવાર બનાવ બાદ બાવળા તરફ જતી હોવાનું અને ચાંગોદરના એક સીએનજી પંપ પર ગેસ પુરાવવા ઊભી રહેતી હોવાનું જણાયું હતું.

કારનો નંબર બદલી નાખતા હતા

પોલીસને આ એસેન્ટ કારનો નંબર શંકાસ્પદ જણાતા કારની શોધ આદરી હતી. ક્રાઈમ બ્રાંચના જણાવ્યા મુજબ પોલીસે પેટ્રોલિંગ દરમિયાન ૩૦ જુલાઈ ૨૦૧૮ નાં રોજ થલતેજ ગોટીલા ગાર્ડન નજીકથી મુળ ભાવનગરના અને બાવળામાં રહેતા અરવિંદ દુલાભાઈ માણીયા (૩૫) ની એસેન્ટ કાર સાથે ધરપકડ કરી હતી. પુછપરછમાં તેણે બાવળાના બલદાણામાં દવાખાનું ધરાવતા બીએએમએસ ડોક્ટર ભાઈ હરેશ માણીયા સાથે મળીને આ કાર વડોદરાના માંજલપુર વિસ્તારમાંથી ચોરી કરી હોવાનું કહ્યું હતું. બાદમાં તેમણે કારનો નંબર બદલી નાંખ્યો હતો.

ફક્ત વસ્ત્રાપુરમાંથી જ ૧૩૦ કારની ચોરી કરી

આ કારચોરી અંગે માજલપુર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો. જોકે હરેશ હજી ઝડપાયો નથી. આ કેસમાં પોલીસે અન્ય બે આરોપી તાહેર અનવરહુસેન ત્રિવેદી અને સલીમ હબીબભાઈ શેખની ધરપકડ કરી હતી. આરોપી અરવિંદે પોલીસને કહ્યું હતું કે તેણે તેના ભાઈ હરેશ સાથે મળીને ૨૦૧૪થી અત્યારસુધીમાં અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાંથી ૩૫૦ જેટલી કારની ચોરી કરી હોવાની કબુલાત કરી છે. જેમાં ફક્ત વસ્ત્રાપુરમાંથી જ ૧૩૦ કારની ચોરી કરી હતી.

ચોરીની કારો તાહેરને આપવામાં આવતી હતી

સેટેલાઈટ સોલા, આનંદનગર સરખેજ વગેરે વિસ્તારોમાંથી અલ્ટો, સેન્ટ્રો, એસ્ટીમ, મારૂતી ફ્રન્ટી અને વેગનઆર કારનો સમાવેશ થાય છે. ચોરીની કારો તાહેરને આપવામાં આવતી હતી અને સલીમ શેખ કાર ખરીદતો હતો. પોલીસે ૨૮ કાર મળીને રૂ. ૪૩,૬૬,૦૦૦ નો મુદ્દામાલ કબજે કર્યો હતો. આરોપીઓ સીસીટીવીમાં ઝડપાઈ ન જવાય તે માટે માથે ટોપી કે ચાદર ઓઢી લેતા હતા અને શર્ટ બદલી નાંખતા હતા. ઊપરાંત સન પ્રોટેક્ટરોને ચોરીની તમામ  કાર પર લગાવી દેતા હતા. ક્રાઈમ બ્રાંચના જણાવ્યા મુજબ ફરાર ડોક્ટર આરોપી મુખ્ય સુત્રધાર છે અને સુરતના કોસંબા પોલીસ સ્ટેશનમાં અગાઊ નકલી નોટોના કેસમાં તેની ધરપકડ કરી હતી.

Related posts

Corona બેડની બ્લેક માર્કેટિંગ કરનાર હોસ્પિટલો વિરૂદ્ધ કેજરીવાલ સરકાર કરશે કાર્યવાહી, આપી આવી ચેતાવણી

Arohi

સૌરાષ્ટ્રમાં ભારે પવન સાથે વરસેલા વરસાદથી અનેક સ્થળોએ તારાજી સર્જી, મીઠાના અગરોમા પાણી ભરાતા મોટું નુકશાન

Nilesh Jethva

ભારે વરસાદના કારણે મીઠાના અગરોમાં ભરાયા પાણી, તૈયાર મીઠુ તણાઈ જતા ભારે નુકશાન

Arohi
Do NOT follow this link or you will be banned from the site!