GSTV
Home » News » બનાસકાંઠા : 35 વર્ષ પહેલા ચોરે કરી હતી ચોરી, માલિકને ચોરની ખબર પડતા કર્યું સન્માન

બનાસકાંઠા : 35 વર્ષ પહેલા ચોરે કરી હતી ચોરી, માલિકને ચોરની ખબર પડતા કર્યું સન્માન

કોઈ વસ્તુ ચોર ચોરી જાય અને તે ચોરની ત્રીજી પેઢીનો વ્યક્તિ ચોરેલી વસ્તુ મુલ માલિક સુધી પહોંચાડે. આ વાત કદાચ આ કળિયુગમાં સાચી ન લાગે પરંતુ બનાસકાંઠામાં આ વાત સાચી પડી છે. એટલુ જ નહી જે શખ્સે ચોરી કરી હતી. તેમના પૌત્રની ચોરીનો ભોગ બનનાર પરિવારે સન્માન પણ કર્યુ. ત્યારે બનાસકાંઠામાં એવુ શું ચોરાયુ. અને કોણે તે વસ્તુને પરત કરી ?

લાખણીના ચાવળા ગામેથી 35 વરસ અગાઉ ચોરાયેલી જીપ ચોરના પૌત્રએ પરત કરતા સમગ્ર પંથકમાં કુતૂહલ સર્જાયું હતુ. 35 વર્ષ અગાઉ ચોરાયેલી જીપ જ્યારે. ચોરના પરિવારજનો ચાવળા ગામે લઈને પહોંચ્યા અને મૂળ માલિકે પરત કરી. ત્યારે પરિવારે તે ગાડીની પૂજા કરી હતી. જીપ પર ફૂલ નાખીને પણ સ્વાગત કર્યુ છે. 35 વર્ષ અગાઉ જીપની ચોરી અને પરત મળવાના સમગ્ર મામલા પર નજર કરીઓ તો લાખણી તાલુકાના ચાળવા ગામમાં રહેતા દિનેશભાઇ  સોનીની વર્ષ 1985-86માં જીપ ધરાવતા હતા. તો એ ઘર પાસે પાર્ક કરેલી જીપ રાત્રિના સમયે અજાણ્યા શખ્સો ઉઠાંતરી કરી ગયા હતા.

આ અંગે તેઓ કેટલાક મહિનાઓ બાદ જીપને ભૂલી પણ  ગયા હતા. જોકે ચોરીના 35 વર્ષના લાંબા સમયગાળા બાદ જીપ ચોરી કરનારના પૌત્રમાં રામ વસ્યા અને તેણે પોતાના પરિવારમાં સુખ-શાંતિ બની રહે તેવા ઉદેસ્ય સાથે દાદા દ્વારા ચોરાયેલી જીપ મૂળ માલિકને પરત કરી. દિનેશભાઇ સોનીના પરિવારે પણ વાજતે ગાજતે ગાડીનું પૂજન કરી સ્વાગત કર્યુ. આ સમગ્ર બનાવ પાછળ ક્યાંક ગોગા મહારાજના મંદિર પ્રત્યેની આસ્થાએ પણ મહત્વની ભૂમિકા ભજવી.

દાદાએ ચોરી કરેલી જીપને પૌત્ર દ્વારા પરત કરવાની આ ઘટનાએ સમગ્ર પંથકમાં ચર્ચાનું કેન્દ્ર બની હતી. ત્યારે જીપ પરત આપવા  આવનાર દંપત્તિને સન્માન સાથે પરત મોકલ્યા હતા. તેમના આ કાર્યને ગ્રામજનોએ પણ બિરદાવી હતી.

Related posts

આ મહિલાએ દુનિયાને જણાવ્યું પાકિસ્તાનમાં મહિલાઓ પર થતા અત્યાચારો વિશે, રાતોરાત ભાગવું પડ્યું PAK માંથી

NIsha Patel

વાહ રે પાકિસ્તાન! એકપણ યાત્રી વિના ઉડ્યા 82 વિમાન, પડ્યો કરોડોનો ફટકો

Bansari

ભાજપના આ નેતાના મમતા પર આક્ષેપ, કહ્યું- મમતા સરકાર આરોપીઓને રક્ષણ આપી રહી છે

Arohi
Do NOT follow this link or you will be banned from the site!