GSTV

મહારાષ્ટ્ર ભાજપમાં હરખની હેલીનો સંચાર, ઉદ્ધવથી શિવસેનાના 35 ધારાસભ્યો નારાજ

શિવસેનાના ૫૬ પૈકી ૩૫ વિધાનસભ્યો સિવસેના પક્ષ પ્રમુખ તથા મુખ્યપ્રધાન ઉધ્ધવ ઠાકરેથી નારાજ છે. એવું ભાજપના રાજ્યસભાના સાંસદ નારાયણ રાણે એ ગુપ્ત રહસ્ય ઊજાગર કર્યું હતું. મુખ્ય પ્રધાન ઉધ્ધવ ઠાકરેના નેતૃત્વ હેઠળની સરકાર આ કાર્યક્ષમ ભાજપ ફરી રાજ્યમાં સત્તા રચશે એવો દાવો રાણેએ કર્યો હતો. થાણેના એક કાર્યક્રમમાં આવેલા નારાયણ રાણેએ ઉપરોક્ત વકત્વ્ય પત્રકારો સમક્ષ કર્યું હતું.

સરકાર કેવી રીતે ચલાવી શકાય તેની માહિતી નથી. આથી આવી સરકાર પાસે શું અપેક્ષા રાખી શકાય? સરકાર રચવા પાંચ અઠવાડિયા લીધા હતા. આથી તે સરકાર કેવી ચલાવી શકાય છે તે દેખાઈ આવે છે. એવું રાણેએ જણાવ્યું હતું.

મુખ્યપ્રધાન ઉધ્ધવ ઠાકરેએ ખેડૂતોને કર્જમાફી આપવાનું વચન આપ્યું હતું. તે પોકળ ઠર્યું છે. આ સાથોસાથ કર્જમાફીનો અમલ કયારે થશે તેની માહિતી નથી. ઠાકરે મરાઠાવાડાની મુલાકાતે છે. પણ મરાઠાવાડા માટે કોઈપણ પ્રકારનું ફંડ અથવા યોજનાની ઘોષણા ન કરતા પાછા ફર્યા છે. હાલમાં શિવસેનાની ૫૬ પૈકી ૩૫ વિધાનસભ્યો ઉધ્ધવ ઠાકરેથી નારાજ છે. ભાજપમાં ૧૦૫ વિધાનસભ્ય છે. શિવસેનાના ૩૫ વિધાનસભ્ય નારાજ છે. એમ કહીને રાણેએ ફરી ભાજપની સત્તા આવશે એવા સંકેતો આપ્યા છે. જો કે ભાજપ-મનસે વચ્ચે યુતિ બાબતે નારાયણ રાણેએ ચૂપકીદી સેવી હતી.

READ ALSO

Related posts

Corona વાયરસથી એવા ફફડ્યા ગ્રામીણો, ગાય-ભેંસોને પણ પહેરાવી દીધાં માસ્ક

Bansari

દેશનાં આ રાજ્યોમાં પોલીસ અને નર્સો ઉપર હુમલા યથાવત,સરકારની હુમલાખોરો સામે લાલ આંખ

Mansi Patel

ચૂંટણી પંચે બંધારણીય સત્તાનો ઉપયોગ કરી રાજ્યસભાની ચૂંટણી વધુ સમય સુધી રાખી મોકૂફ

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!