GSTV

બાળકોને સાચવજો: ત્રીજી લહેરમાં દેશના 35 ટકા લોકો આવી શકે છે કોરોનાની ઝપટમાં, નિષ્ણાંતોએ ચિંતા વ્યક્ત કરી

Last Updated on May 23, 2021 by Bansari

કોરોનાની બીજી લહેર ધીમી પડ્યા પછી હવે કોરોનાના કેસ ઘટી રહ્યાં છે. જોકે હેલ્થ એક્સપર્ટ્સનું કહેવું છે કે થોડા દિવસો પછી દેશ ત્રીજી વેવથી સંક્રમિત થઈ શકે છે. ત્રીજી વેવના પગલે દેશના 35 ટકા લોકો સંક્રમિત થાય તેવી આશંકા છે. આ સાથે જ એમ માનવામાં આવી રહ્યું છે કે લહેરનો સૌથીવધુ શિકાર બાળકો અને કિશોરો જ બની શકે છે. આવી શકયતાઓની વચ્ચે રાષ્ટ્રીય બાળ અધિકાર સંરક્ષણ આયોગે હવે રાજ્યોને એક સપ્તાહની અંદર બાળકો માટે હેલ્થ ઈન્ફ્રાસ્ટ્રકચરના આંકડાઓ આયોગમાં જમા કરાવવાનો આદેશ આપ્યો છે.

કેસ

NCPRના અધ્યક્ષ પ્રિયાંક કાનૂનગોએ એક ઈન્ટરવ્યૂ દરમિયાન કહ્યું કે,‘હેલ્થ ઈન્ફ્રાસ્ટ્રકચરની સ્થિતિ શું છે, તે બીજી લહેરમાં બહાર આવી ગયુ છે. સૌથી મોટો સવાલ એ છે કે હાલનું ઈન્ફ્રાસ્ટ્રકચર પણ ચાલુ સ્થિતિમાં નથી. તેનુ મુખ્ય કારણ મેડિકલ સિસ્ટમમાં ટેક્નિશિયનની ભારે અછત અને બેદરકારી ભર્યુ વલણ છે. અમે રાજ્યો પાસે હેલ્થ ઈન્ફ્રાસ્ટ્રકચરના આંકડાઓ માંગ્યા છે, જેથી જરૂરિયાતના સમયે બહાના ના કાઢવા પડે. રાજ્ય એલર્ટ થાય અને કેન્દ્રને જાણ કરે કે રાજ્યમાં શું સ્થિતિ છે, કોને કેટલી મદદની જરૂરિયાત છે?’

રાજસ્થાનના દૌસા ખાતે ત્રણસોથી વધુ બાળકો પોઝિટીવ

કોરોનાની બીજી લહેર હજુ શમી નથી ત્યાં ત્રીજી લહેરના આગમનથી સ્થિતિ વધુ ભયજનક બની છે. રાજસ્થાનના દૌસા ખાતે કોરોનાની ત્રીજી લહેરનું આગમન વર્તાઈ રહ્યું છે. દૌસા ખાતે 341 બાળકો કોરોનાની લપેટમાં આવ્યા છે, મતલબ કે 341 બાળકોમાં કોરોના સંક્રમણની પૃષ્ટિ થઈ છે. કોરોનાની ત્રીજી લહેરની સંભાવનાને ધ્યાનમાં રાખીને દૌસા જિલ્લા પ્રશાસન એલર્ટ થઈ ગયું છે.

કોરોના

દૌસા ખાતે 341 બાળકોને કોરોના

દૌસા ખાતે 341 બાળકોને કોરોના થયો છે અને તે તમામની ઉંમર 0થી 18 વર્ષ સુધીની છે. આ તમામ કેસ 1 મેથી 21 મે દરમિયાન નોંધાયા છે. જિલ્લાના ડીએમના કહેવા પ્રમાણે 341 બાળકો કોરોના સંક્રમિત આવ્યા છે પરંતુ તે પૈકીના કોઈની સ્થિતિ સીરિયસ નથી. હાલ કોવિડની ત્રીજી લહેરની સંભાવનાને ધ્યાનમાં રાખીને દૌસા જિલ્લા હોસ્પિટલને એલર્ટ કરી દેવામાં આવી છે. 

રાજસ્થાન સરકારે યુદ્ધ સ્તરે તૈયારીઓ શરૂ કરી

આ બધા વચ્ચે રાજસ્થાનના ગ્રામીણ વિસ્તારોમાં કોરોના અટકાવવા માટે રાજસ્થાન સરકારે યુદ્ધ સ્તરે તૈયારીઓ શરૂ કરી દીધી છે. તે અંતર્ગત સ્વાસ્થ્ય વિભાગની ટીમ ગામે-ગામ અને ડોર-ટુ-ડોર ફરીને લોકોનો કોવિડ ટેસ્ટ કરશે. ગામોમાં જ કોવિડ સેન્ટર બનાવાશે અને પોઝિટિવ નોંધાય તે દર્દીઓની સારવાર શરૂ કરવામાં આવશે. આ માટે ઘરે-ઘરે સર્વે અભિયાનની શરૂઆત પણ કરી દેવાઈ છે. 

કોરોનાના કેસ ખૂબ જ ઝડપથી વધી રહ્યા છે

ઉલ્લેખનીય છે કે, ત્રીજી લહેર પહેલા જ બાળકોમાં કોરોનાના કેસ ખૂબ જ ઝડપથી વધી રહ્યા છે. મહારાષ્ટ્ર, કર્ણાટક જેવા રાજ્યોમાં બાળકોમાં ખૂબ જ ઝડપથી સંક્રમણ ફેલાઈ રહ્યું છે. નિષ્ણાતોના મતે કોરોનાની ત્રીજી લહેર બાળકો માટે ખૂબ જ ખતરનાક સાબિત થઈ શકે છે. ત્રીજી લહેરમાં બાળકો સૌથી વધારે કોરોના પોઝિટિવ આવશે તેવી આશંકા વ્યક્ત કરવામાં આવી છે. આ સંજોગોમાં દૌસા ખાતે 341 બાળકો કોરોનાની લપેટમાં આવ્યા તેથી મુશ્કેલીઓ વધી શકે છે. 

વાઇરસ

કોરોનાની પહેલી લહેર દરમિયાન 9 માર્ચથી 25 સપ્ટેમ્બર 2020 દરમિયાન 10 વર્ષથી ઓછી ઉંમરના બાળકોના 19,378 કેસ નોંધાયા હતા અને 11થી 20 વર્ષની ઉંમરના બાળકોના 41,985 કેસ સામે આવ્યા હતા. જ્યારે કોરોનાની બીજી લહેરમાં તમામ રેકોર્ડ તૂટતા દેખાયા હતા. માત્ર 15 દિવસ એટલે કે 1થી 16 મે 2021 દરમિયાન 19,000 બાળકો કોરોનાની લપેટમાં આવી ચુક્યા છે. 

નિષ્ણાતોના મતે મોટાભાગના બાળકો જે કોવિડથી પ્રભાવિત છે તેમનામાં સામાન્યરૂપે હળવો તાવ, ખાંસી, શરદી, શ્વાસ લેવામાં મુશ્કેલી, કબજિયાત, થાક, સૂંઘવા-સ્વાદની ક્ષમતા ઘટવી, ગળામાં ખારાશ, માંસપેશીઓમાં દુખાવો તથા નાક વહેવા જેવા લક્ષણોનો સમાવેશ થાય છે.

READ ALSO

Related posts

એક બેટા ઐસા ભી / માતા નજીક રહે એટલા માટે મંદિરમાં સ્થાપિત કરી મૂર્તિ, પોતે લખી આરતી: હવે ‘ગીતા કી ક્લાસ’ની તૈયારી

Zainul Ansari

જાણવા જેવું / UN મહાસભામાં દર વખતે ક્યા દેશના રાષ્ટ્ર પ્રમુખનું હોય છે સૌ પ્રથમ ભાષણ? જાણો તેના પાછળનું કારણ

Zainul Ansari

Proud / ભારતીય સેના માટે ‘દ્રોણાગિરી’ સાબિત થશે આ એરક્રાફ્ટ, ખાસિયતો જાણીને ચીન-પાકિસ્તાન પડી જશે ઢીલા

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!