GSTV

હવે બસ કરો સરકાર/ સતત ત્રીજા દિવસે પેટ્રોલ-ડીઝલમાં 35 પૈસાનો વધારો, ગુજરાતમાં સૌથી વધું આ જિલ્લાના લોકોને આપવા પડશે વધારે રૂપિયા

પેટ્રોલ

Last Updated on October 23, 2021 by Pravin Makwana

દેશમાં મોંઘવારીએ માઝા મૂકી છે, ત્યારે દૈનિક ઈંધણના ભાવવધારાએ લોકોની કમરતોડી નાંખી છે. મોંઘવારી આકાશ આંબી રહી છે, પેટ્રોલ-ડીઝલના ભાવમાં સતત વધારાનો સીલસીલો યથાવત્ છે. ઑઈલ કંપનીઓએ સતત ચોથા દિવસે પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો ઝીંકી દીધો છે. દેશમાં પેટ્રોલના પ્રતિ લિટરે 35 પૈસા જ્યારે ડીઝલમાં પણ પ્રતિ લિટરે 35 પૈસાનો વધારો થયો છે. જેથી પેટ્રોલ-ડીઝલના ભાવ અત્યાર સુધીના સૌથી ઊંચા સ્તર પર પહોંચી ગયા છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવ 90 ડોલર પ્રતિ બેરલ પહોંચી શકે છે. જેથી ભારતમાં ઈંધણના ભાવમાં કોઈ રાહત મળવાની આશા નથી. દેશમાં ઈંધણના સૌથી વધુ ભાવ બાલાઘાટમાં જોવા મળ્યો છે. બાલાઘાટમાં પેટ્રોલનો પ્રતિ લિટરનો ભાવ 118 રૂપિયાને પાર પહોંચ્યો છે. જ્યારે મુંબઈમાં ડીઝલ લિટરનો ભાવ 104 રૂપિયા થયું છે. મુંબઈમાં પેટ્રોલનો ભાવ 113.12 રૂપિયાએ પહોંચ્યો છે. દેશમાં મોટા શહેરોમાં પેટ્રોલ લિટરનો ભાવ 100 રૂપિયાને પાર પહોંચી ગયો છે. જ્યારે દેશમાં શ્રીનગરથી લઈ ચેન્નઈ સુધી અનેક શહોરમાં ડીઝલ 100 રૂપિયાને પાર પહોંચ્યું છે.

સતત ત્રીજા દિવસે પેટ્રોલ અને ડીઝલ બંનેના ભાવમાં  ૩૫ પૈસાનો વધારો કરવામાં આવતા સમગ્ર દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ નવી ઉંચાઇએ પહોંચી ગયા છે. આ સાથે જ ગુજરાતના ભાવનગરમાં પેટ્રોલ અને ડીઝલનો ભાવ ૧૦૫ રૃપિયાને પાર થઇ ગયો છે. ગુજરાતમાં પેટ્રોલ અને ડીઝલનો સૌથી વધુ ભાવ ભાવનગરમાં જ  છે. ભાવનગરમાં એક લિટર પેટ્રોલનો ભાવ વધીને ૧૦૫.૫૧ રૃપિયા અને એક લિટર ડીઝલનો ભાવ વધીને ૧૦૫.૦૨ રૃપિયા થઇ ગયો છે.

આજના ભાવવધારા પછી દિલ્હીમાં એક લિટર પેટ્રોલનો ભાવ વધીને ૧૦૬.૮૯ રૃપિયા અને એક લિટર ડીઝલનો ભાવ વધીને ૯૫.૬૨ રૃપિયા થઇ ગયો છે. જ્યારે મુંબઇમાં એક લિટર પેટ્રોલનો ભાવ વધીને ૧૧૨.૭૮  રૃપિયા અને ડીઝલનો ભાવ વધીને ૧૦૩.૬૩  રૃપિયા થઇ ગયો છે. ગુજરાતના શહેરોની વાત કરવામાં આવે તો અમદાવાદમાં પેટ્રોલનો ભાવ વધીને ૧૦૩.૫૨ રૃપિયા અને ડીઝલનો ભાવ વધીને ૧૦૩.૦૨ રૃપિયા થઇ ગયો છે. 

પેટ્રોલ

ભુજમાં પેટ્રોલનો ભાવ વધીને ૧૦૩.૫૪ રૃપિયા અને ડીઝલનો ભાવ ૧૦૨.૯૯ રૃપિયા, રાજકોટમાં પેટ્રોલનો ભાવ વધીને ૧૦૩.૨૧ રૃપિયા અને ડીઝલનો ભાવ ૧૦૨.૭૩ રૃપિયા થઇ ગયો છે. વડોદરામાં પેટ્રોલનો ભાવ વધીને ૧૦૩.૦૪ રૃપિયા અને ડીઝલનો ભાવ વધીને ૧૦૨.૫૩ રૃપિયા થઇ ગયો છે. સુરતમાં પેટ્રોલનો ભાવ વધીને ૧૦૩.૩૬ રૃપિયા અને ડીઝલનો ભાવ વધીને ૧૦૨.૮૯ રૃપિયા થઇ ગયો છે. 

 સતત ત્રીજા દિવસે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ૩૫ પૈસાનો વધારો કરવામાં આવ્યો છે.  ૧૮ અને ૧૯ ઓક્ટોબરે ભાવ વધારવામાં આવ્યા ન હતાં. તેની પહેલા સળંગ ચાર દિવસ પેટ્રોલ અને ડીઝલ બંનેમાં ૩૫ પૈસાનો વધારો કરવામાં આવ્યો હતો.

ઉલ્લેખનીય છે કે દરેક રાજ્યમાં પેટ્રોલ અને ડીઝલ પરનો વેટનો દર અલગ હોવાથી તમામ રાજ્યોમાં પેટ્રોલ અને ડીઝલનો ભાવ અલગ અલગ જોવા મળે છે. 

ચોથી મેથી ૧૭ જુલાઇ દરમિયાન પેટ્રોલના ભાવમાં ૧૧.૪૪ રૃપિયા અને ડીઝલના ભાવમાં ૯.૧૪ રૃપિયાનો વધારો કરવામાં આવ્યો હતો. 

READ ALSO

Related posts

ઈતિહાસ / 1885થી અત્યાર સુધી 64 એવી ઘટના બની જ્યારે કોંગ્રેસમાંથી અલગ થઈ નેતાઓએ બનાવ્યો પોતાનો અલગ પક્ષ, ઈન્દિરા ગાંધીએ પણ બે વખત છોડ્યો ‘હાથ’

Zainul Ansari

અમદાવાદ શહેર પોલીસની આ કામગીરીને છે સલામ, સહકાર અને સહયોગની ભાવનાના ઉદ્દેશથી શરૂ કરી “પોલીસ પરિવાર કલ્યાણ યોજના”

Zainul Ansari

ગીર સોમનાથ / સફેદ માખીના રોગ સામે મળશે રક્ષણ: સુત્રપાડાના ખેડૂતે શોધ્યો રામબાણ ઈલાજ, નાળિયેરના ઉત્પાદનમાં પણ થશે વધારો

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!