હળવદના દેવીપુરમાં કોરોનાના 35 કેસ નોંધાતા તંત્રમાં દોડધામ મચી ગઇ છે. હાલમાં તમામ દર્દીઓને સુરેન્દ્રનગર, ધ્રાંગધ્રા ,હળવદ, મોરબી સહિત અલગ અલગ હોસ્પિટલમાં સારવાર આપવામા આવી રહી છે. તંત્ર દ્વારા યોગ્ય ટેસ્ટ તેમજ કાર્યવાહી હાથ ધરવામાં નહીં આવતા કોરોના બ્લાસ્ટ થયો હોવાનો આક્ષેપ ગ્રામજનોએ કર્યો છે.

આ અંગે દેવીપુરના સરપંચે જણાવ્યું કે આરોગ્ય વિભાગ દ્વારા જે ટેસ્ટ કરવા તેમજ જરૂરી માર્ગદર્શન અને સુચન આપવામાં તંત્ર વામણુ પુરવાર થયું છે. જેના કારણે માત્ર એક હજારની વસ્તી ધરાવતા ગામમાં કોરોનાએ હાહાકાર મચાવી દીધો છે. હાલમાં લગ્નની સિઝનમાં લોકો ટોળે વળી રહ્યા છે અને સોસિયલ ડીસ્ટંન્સ કે માસ્ક વગર મોટાભાગના વિસ્તારોમાં લોકો જોવા મળી રહ્યાં છે જેના કારણે કોરોનાએ નાનકડા ગામમાં પણ હાહાકાર મચાવી દીધો છે.
READ ALSO
- જાણો શું છે આધાર ચેટબોટ અને આધાર હેન્ડબુક, જે આપે છે તમારા સવાલના જવાબ
- ખેડૂતોના સમર્થનમાં ઉતર્યા અન્ના હજારે, 30 માર્ચથી શરુ કરશે આમરણ અનશન
- સંસદ માર્ગ પર આકાશવાણી ભવનમાં આગ, ફાયરની 8 ગાડીઓએ મેળવ્યું આગ નિયંત્રણ
- કાર્યક્રમમાં પહોંચેલા ભાજપના મંત્રી સ્થાનિકોની નારાજગીનો બન્યા ભોગ, પાણીની સમસ્યાથી ત્રસ્ત મહિલાઓએ લીધો ઉધડો!
- ભરતપુરમાં 5 મહિનાથી કોરોના સંક્રમિત છે મહિલા, સતત 31 વખત કોરોના ટેસ્ટ આવ્યો પોઝિટીવ