GSTV
India News ટોપ સ્ટોરી

કોના બાપની દિવાળી/ ભાજપે 5 રાજ્યોની ચૂંટણીમાં કર્યો 340 કરોડનો ધુમાડો, સૌથી વધુ 221 કરોડ આ રાજ્યમાં ખર્ચ્યા

PFI

આ વર્ષે ફેબ્રુઆરી-માર્ચમાં યોજાયેલી યુપી સહિત દેશના 5 રાજ્યોની ચૂંટણીમાં ભાજપે 340 કરોડ રૂપિયાનો જંગી ખર્ચ કર્યો હતો. પંચ દ્વારા પક્ષને આપવામાં આવેલા ખર્ચની વિગતોમાં આ માહિતી આપવામાં આવી છે.n આ વર્ષે ફેબ્રુઆરી-માર્ચમાં દેશના 5 રાજ્યોમાં યોજાયેલી ચૂંટણીમાં ભાજપે 340 કરોડ રૂપિયાનો જંગી ખર્ચ કર્યો હતો. પંચ દ્વારા પક્ષને આપવામાં આવેલા ખર્ચની વિગતોમાં આ માહિતી આપવામાં આવી છે. આ સિવાય અન્ય રાષ્ટ્રીય પાર્ટી કોંગ્રેસે આ ચૂંટણીઓમાં 194 કરોડ રૂપિયાથી વધુનો ખર્ચ કર્યો હતો. ચૂંટણી પંચને 5 રાજ્યોની ચૂંટણીમાં બંને પક્ષો દ્વારા ખર્ચવામાં આવેલી રકમની વિગતો આપવામાં આવી હતી, જે હવે પંચ દ્વારા જાહેર કરવામાં આવી છે. ભાજપે આપેલી વિગતો અનુસાર, તેણે ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, મણિપુર, ગોવા અને પંજાબ વિધાનસભા ચૂંટણીના પ્રચાર પર 340 કરોડ રૂપિયાથી વધુનો ખર્ચ કર્યો છે.

આ હિસાબે ભાજપે સૌથી વધુ 221 કરોડ રૂપિયા ઉત્તર પ્રદેશમાં ખર્ચ્યા છે. આ સિવાય મણિપુરમાં 23 કરોડ, ઉત્તરાખંડમાં 43.67 કરોડ, પંજાબમાં 36 કરોડથી વધુ અને ગોવામાં 19 કરોડથી વધુ ખર્ચ કરવામાં આવ્યા છે. કોંગ્રેસે આપેલી વિગતો અનુસાર, આ પાંચ રાજ્યોમાં પ્રચાર માટે તેણે 194 કરોડ રૂપિયાથી વધુનો ખર્ચ કર્યો છે. ભાજપ અને કોંગ્રેસ રાષ્ટ્રીય પક્ષો તરીકે ઓળખાય છે. લોકસભા અને રાજ્ય વિધાનસભાની ચૂંટણી લડી રહેલા પક્ષોએ ચૂંટણી પ્રચારમાં થયેલા ખર્ચની વિગતો નિર્ધારિત સમયમર્યાદામાં ચૂંટણી પંચને સુપરત કરવી ફરજિયાત છે.

ભાજપ

જણાવી દઈએ કે યુપી, પંજાબ અને ઉત્તરાખંડ સહિત 5 રાજ્યોની વિધાનસભા ચૂંટણીના પરિણામો 10 માર્ચે જાહેર કરવામાં આવ્યા હતા. જેમાં ભાજપને મોટી સફળતા મળી છે. એક તરફ ભાજપે યુપી, ઉત્તરાખંડ, ગોવામાં પુનરાગમન કર્યું તો બીજી તરફ મણિપુરમાં પણ સત્તા મેળવી. પંજાબમાં પહેલીવાર આમ આદમી પાર્ટીએ સરકાર બનાવી છે. વિગતો મુજબ 5 રાજ્યોમાં સૌથી વધુ રકમ ભાજપે ખર્ચી છે જ્યારે કોંગ્રેસ પાર્ટી બીજા ક્રમે આવી છે. કોંગ્રેસ કોઈપણ રાજ્યમાં જીત મેળવી શકી ન હતી અને પંજાબમાં તેણે સત્તા ગુમાવી હતી અને માત્ર 18 બેઠકોથી સંતોષ માનવો પડ્યો હતો.

Read Also

Related posts

ભાવનગર / ચોરીના કેસમાં બે સોની વેપારી સહીત 8 આરોપીઓને 10 વર્ષની કેદની સજા

Hemal Vegda

ભારત જોડો યાત્રા / ભારે વરસાદ વચ્ચે પણ રાહુલ ગાંધીનું ભાષણ જારી, અમને કોઈ નહીં રોકી શકે

Hardik Hingu

બેટ દ્વારકા /  મેગા ડિમોલેશનમાં ડ્રગ ડીલર રમજાનનું મકાન કરાયું જમીનદોસ્ત

Hemal Vegda
GSTV