GSTV
Home » News » 1984 શીખ હત્યાકાંડમાં 34 વર્ષ પછી ફાંસીની પહેલી સજા, સમગ્ર ચૂકાદો જાણો

1984 શીખ હત્યાકાંડમાં 34 વર્ષ પછી ફાંસીની પહેલી સજા, સમગ્ર ચૂકાદો જાણો

1984માં શીખ વિરુદ્ધ થયેલા તોફાનમાં સંકળાયેલા એક કેસમાં અદાલતે 34 વર્ષ પછી દોષિત યશપાલને મૃત્યુની સજા અને બીજા દોષિત રાજાને જીવનભર કેદની સજા સંભળાવી છે. બુધવારે બંને આરોપીની હત્યા, હત્યા કરવાનો પ્રયાસ, લૂંટપાટ, આગજની અને અન્ય કલમોમાં દોષિત ઠેરવવામાં આવ્યા. દશકની લડાઈ પછી શીખ સમુદાયમાં આજે સંતોષ છે, પરંતુ શું આ શીખ સમુદાયની સાથે પુરતો ન્યાય છે.?

પૂર્વ પ્રધાનમંત્રી ઇન્દિરા ગાંધીની હત્યા પછી ફેલાયેલા શીખ વિરોધી તોફાનમાં લગભગ પાંચ હજાર નિર્દોષ શીખોની હત્યા થઈ હતા. આ ઘટનાને લગભગ 34 વર્ષ પસાર થયા પછી શીખોને થોડો ન્યાય મળ્યો છે. જોકે શીખ સમુદાય કોંગ્રેસના નેતા જગદીશ ટાઇટલર અને સજજન કુમાર સામે કાર્યવાહીની માગ કરી રહ્યા છે.

કાનપુરમાં પણ તોફાનો દરમિયાન 127 શીખોની હત્યા કરવામાં આવી હતી. જે મામલે શીખએ કહ્યું કે 1 નવેમ્બરે કાનપુરમાં શીખોનું કતલઆમ થયું હતું. પરંતુ આ કિસ્સામાં ઘણા દિવસો સુધી કોઈ એફઆઈઆર નોંધાયું નહોતી. પછી જ્યારે એફઆઈઆર નોંધાયું ત્યારે સ્ટેટસ રિપોર્ટમાં કોઈ પુખ્ત પુરાવા ન હોવાની વાત કહેવામાં આવી હતી. શીખોએ એમ પણ જણાવ્યું કે આ શર્મનક છે કે 127 લોકોનું ખૂન થયું અને પોલીસને કોઈ પુરાવા મળ્યા નથી.

પૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધીની હત્યા પછી દેશભરમાં શીખો વિરુદ્ધ તોફાનો ઉઠ્યા હતા. વાસ્તવમાં ઇન્દિરા ગાંધીની હત્યા કરનારાઓ તેમના અંગરક્ષક હતા. બંને અંગરક્ષક શિખ હતા, જેના પછી દેશમાં લોકોમાં શીખ્યો સામે રોષ જાગ્યો હતો. અને આ તોફાનમાં પાંચ હજાર લોકોનું મૃત્યુ થયા હતા. એકલા દિલ્હીમાં લગભગ બે હજારથી વધુ લોકોની હત્યા કરાઈ હતી.

Related posts

દિલ્હી : AIIMSમાં આગ બની બેકાબૂ, NDRFની 2 ટીમો અને ફાયરબ્રિગ્રેડની 45 ગાડીઓ હાજર

Path Shah

કોંગ્રેસ નેતા વિકાસ ચૌધરીની હત્યાનો માસ્ટર માઈંડ દુબઈમાં એરેસ્ટ

Kaushik Bavishi

આ ગામડાનો યુવાન ભારતનો છે ઉસૈન બોલ્ટ, માત્ર 11 સેકન્ડમાં 100 મીટરની દોડ કરી પૂર્ણ

Path Shah
Do NOT follow this link or you will be banned from the site!