GSTV
World

Cases
6747115
Active
11354419
Recoverd
707655
Death
INDIA

Cases
595501
Active
1328336
Recoverd
40669
Death

રાખજો ખાસ સાવચેતી, મોબાઈલમાંથી 337 એપ્લીકેશન તફડાવે છે તમારી ખાનગી માહિતી

કમ્પ્યુટર ઈમરજન્સી રીસ્પોન્સ ટીમ ઓફ ઈન્ડિયા (સર્ન ઈન)ના અહેવાલમાં બ્લેકરોક નામના માલવેરથી મોબાઈલ યુઝર્સને બચવાની ચેતવણી આપવામાં આવી છે. આ માલવેર મોબાઈલની 337 જેટલી એપ્સને નિશાન બનાવતો હોવાથી ખૂબ જ પ્રાઈવેટ માહિતી તફડાવી શકે છે. આ સરકારી સાઈબર સિક્યુરિટી એજન્સીએ ચેતવણી આપતા કહ્યું હતું કે છેક મે માસથી સક્રિય થયેલો આ માલવેર દુનિયાભરના અસંખ્ય યુઝર્સની માહિતી તફડાવી ચૂક્યો હોવાથી તેનાથી બચવું જરૂરી છે.

બેકિંગ અને વિવિધ પેમેન્ટ એપ્સને નિશાન બનાવે છે

બેકિંગ અને વિવિધ પેમેન્ટ એપ્સને નિશાન બનાવતો આ માલવેર ક્રેડિટ કાર્ડ પીન, પાસવર્ડ, યુઝરનેમ, પેમેન્ટ ડિટેલ વગેરે માહિતી સતત તફડાવતો રહે છે. એટલું જ નહીં, ઈ-મેઈલ અને ઈ-કોમર્સ માટે રજિસ્ટર કરાયેલી વિગતો પણ આ માલવેરની મદદથી હેકર્સ સુધી પહોંચે છે. સર્ન-ઈનના કહેવા પ્રમાણે આ માલવેર ટ્રોઝન પ્રકારનો માલવેર છે અને તે દુનિયાભરમાં સક્રિય થયો છે.

યુઝર્સની પ્રાઈવસી માટે ગંભીર ખતરો

આ માલવેરને બેકિંગની વિગતો ચોરવા માટે ખાસ તૈયાર કરાયો છે. એ પોપ્યુલર એપ્સની વિગતો મેળવીને યુઝર્સની પ્રાઈવસી માટે ગંભીર ખતરો સર્જે છે. એજન્સીએ યુઝર્સને આ માલવેરથી બચવાની સૂચના આપતા કહ્યું હતું કે બેકિંગ અને પેમેન્ટ્સ તેમ જ ઈ-કોમર્સ એપ્સની પ્રાઈવસી પરમિશન ખાસ તપાસી લેવી. એપ ચાલતી હોય એ વખતે જ પરમિશન મળે એવો વિકલ્પ મોબાઈલમાં ઉપલબ્ધ હોય તો એના પર પસંદગી ઉતારવી વધારે સલામત છે. અજાણી લિંક પરથી એપ ડાઉનલોડ ન કરવી. ગૂગલનું નોટિફિકેશન ગૂગલ પ્લે સ્ટોરમાંથી જ અપડેટ કરવું. તેની અલગ લિંક હોય તો તેમાંથી અપડેટ ન કરવું. કોઈ પણ એપને પરમિશન આપતી વખતે ખાસ ધ્યાન રાખવું.

Related posts

જમ્મું કાશ્મીરના પૂર્વ રાજ્યપાલ જીસી મુર્મુ હશે નવા CAG, રાજીવ મહર્ષીની જગ્યા લેશે

Nilesh Jethva

ભોજપુરી અભિનેત્રીએ મુંબઈમાં ફાંસીનો ફંદો લગાવી કરી આત્મહત્યા, સુસાઈડ નોટમાં જણાવ્યા આ બે કારણો

Pravin Makwana

જેતપુરમાં મોડી સાંજે મેઘરાજાની તોફાની બેટિંગ, એક કલાકમાં ત્રણ ઈંચ વરસાદ વરસતા નિચાણવાળા વિસ્તારમાં ભરાયા પાણી

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!