GSTV
World

Cases
5279458
Active
7246649
Recoverd
572981
Death
INDIA

Cases
311656
Active
571460
Recoverd
23727
Death

દેશમાં કોરોનાના મહારાષ્ટ્રમાં જ 33% દર્દીઓ, પરિસ્થિતિ પહેલાં કરતાં વધુ જોખમી, હવે આ છે ડર

દેશભરમાં કોરોનાવાયરસથી સંક્રમિત દર્દીઓમાં રેકોર્ડ વધારો થયો છે. છેલ્લા ત્રણ મહિનામાં કુલ કોરોના દર્દીઓમાં મહારાષ્ટ્રનો હિસ્સો એક તૃતીયાંશ કરતા વધુ રહ્યો છે. હવે ચેપી દર્દીઓના એક્ટિવ કેસોની સંખ્યા 30 હજારથી ઉપર પહોંચી ગઈ છે. સરકાર ધીમેધીમે લોકડાઉન ખોલી રહ્યાં છે આ સ્થિતિમાં કેસો વધવાની પૂરી સંભાવના છે. હાલમાં સૌથી વધારે કેસ મહારાષ્ટ્રમાં આવી રહ્યાં છે. સૌથી વધુ હાલત મુંબઈન ખરાબ છે. નિષ્ણાતોને એ ડર છે કે મહારાષ્ટ્રમાં કમ્યુનિટી ટ્રાન્સફર ના થાય. જો આ થયું તો આંક બેકાબૂ બની જશે.

મહારાષ્ટ્રની સ્થિતિ સૌથી ખરાબ

છેલ્લા 24 કલાકમાં મહારાષ્ટ્રમાં 3041 નવા કેસ સામે આવ્યા છે, ત્યારબાદ ચેપગ્રસ્ત લોકોની સંખ્યા 50,000 વટાવી ગઈ છે. મહારાષ્ટ્રમાં કોરોના વાયરસથી અત્યાર સુધીમાં 1,635 લોકોનાં મોત નીપજ્યાં છે. એકલા મુંબઇમાં ચેપગ્રસ્ત દર્દીઓની સંખ્યા 30,542 પર પહોંચી ગઈ છે. મહારાષ્ટ્રની સ્થિતિ સૌથી ખરાબ છે. 24 માર્ચ, જ્યારે દેશમાં પ્રથમ લોકડાઉન અમલમાં આવ્યું ત્યારે દેશના કુલ કોરોના કેસમાંથી દેશના 5 ભાગના દર્દી મહારાષ્ટ્રના હતા. પરંતુ બે મહિના પછી, જ્યારે દેશમાં ચેપગ્રસ્ત લોકોની સંખ્યા વધીને 3 દર્દીએ 1 દર્દી મહારાષ્ટ્રના છે.

છેલ્લા 10 દિવસમાં કોરોના વાયરસના નવા કેસોમાં 40% થી વધુ એકલા મહારાષ્ટ્રના છે

કોરોનાના 3 મહિનાના પ્રારંભિક કેસોથી આજ સુધી મહારાષ્ટ્રમાંથી મહત્તમ કેસ આવી રહ્યા છે. 24 માર્ચ, જ્યારે દેશમાં પ્રથમ લોકડાઉન લાગુ કરવામાં આવ્યું હતું, ત્યારે દેશના કોરોના વાયરસના ચેપ મહારાષ્ટ્રમાં 5 માં હતા. હવે ત્રીજા ભાગના દર્દી થઈ ગયા છે. જોકે ત્યાં કોરોનાના ટેસ્ટની સંખ્યા સૌથી વધું શોધવામાં આવી રહી છે. રાજ્ય સરકાર આ સારૂં કામ કરતી હોવાથી દર્દી વધી રહ્યાં છે. પણ ગુજરાતની જેમ દર્દીઓની ચકાસણી ઓછી કરવામાં આવી નથી.

ચેપગ્રસ્ત લોકોની સંખ્યા દેશમાં 1.3 લાખને પાર થઈ ગઈ છે. છેલ્લા 10 દિવસમાં કોરોના વાયરસના ચેપ વિશે વાત કરીએ, તો પછી નોંધાયેલા નવા કેસોમાં 40% થી વધુ એકલા મહારાષ્ટ્રના છે. બીજા રાજ્યો પણ મહારાષ્ટ્રની જેમ વધું દર્દીઓને ટેસ્ટ કરેતો દેશની કોરોના સંખ્યા સૌથી વધું થઈ શકે છે.

મુંબઈ જેવા સમગ્ર શહેરોને અલગ રાખવું સરળ નથી

ઉદ્ધવ સરકાર છેલ્લા ત્રણ મહિનામાં કોરોનાને સંપૂર્ણ રીતે નિયંત્રણ કરવામાં નિષ્ફળ ગઈ છે. ખાસ કરીને અમદાવાદની જેમ મુંબઈ અને પુણેમાં મહારાષ્ટ્ર સરકારની તૈયારીઓ પર કોઈ અસર જોવા મળી રહી નથી. શહેરમાં અંદેર કે બહાર કોઈ જતું નથી એવું થાય તો વાયરસને બીજે ક્યાંક ફેલાવ્યા વિના નિયંત્રિત કરી શકીએ છીએ. પરંતુ મુંબઈ જેવા સમગ્ર શહેરોને અલગ રાખવું સરળ નથી. ખાસ કરીને જો દેશના નાણાકીય અને ઔદ્યોગિક કલ્યાણની દ્રષ્ટિએ મુંબઈ અને પુના જેવા આર્થિક પ્રવૃત્તિથી ચાલતાં શહેરો છે. ત્યાં આવું શક્ય નથી. અમદાવાદમાં પણ એવું કરવું મુશ્કેલ છે.

Related posts

12 વર્ષના ટેણીયાની ચાલાકી જોઈ પોલીસ પણ ગોથા ખાઈ ગઈ, 10 સેકન્ડમાં ઉપાડી લીધા 10 લાખ

Pravin Makwana

સચિન પાયલોટનું સમર્થન કરવુ ભારે પડ્યું, કોંગ્રેસે આ નેતાને પાર્ટીમાં હટાવી દીધા

Pravin Makwana

કોરોનાના કોઈ લક્ષણો ન દેખાવા છતાં એક મહિલાએ 71 લોકોને બનાવ્યા કોરોના પોઝીટીવ, રાખજો સાવધાની

Harshad Patel
Do NOT follow this link or you will be banned from the site!