GSTV
World

Cases
5409909
Active
7551514
Recoverd
583965
Death
INDIA

Cases
331846
Active
612815
Recoverd
24915
Death

ભારતીય વાયુસેના બનશે શક્તિશાળી : 324 તેજસ માર્ક ટુ યુદ્ધવિમાનો સામેલ થશે

ભારતીય વાયુસેનાની શક્તિમાં વધારો થશે. વાયુસેનામાં 324 તેજસ માર્ક-ટુ યુદ્ધવિમાનો સામેલ થશે. હાલ તેજસ યુદ્વવિમાન માત્ર સાડા ત્રણસોથી ચારસો કિલોમીટરના વિસ્તારમાં માત્ર એક કલાક સુધી એક્શનમાં રહી શકે છે. તેજસ યુદ્ધવિમાન માત્ર ત્રણ ટન શસ્ત્રો લઈ જઈ શકે છે.

ભારતીય વાયુસેના બેહદ શક્તિશાળી છે અને તેની તાકાત વધારવાની કોશિશ થઈ રહી છે. મીડિયા સૂત્રોનું કહેવું છે કે ભારતીય વાયુસેનામાં 324 તેજસ માર્ક-ટુ યુદ્ધવિમાન સામેલ થશે. અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે પોતાની ઝડપથી ઘટી રહેલી યુદ્ધવિમાનોની સ્ક્વોર્ડન્સને જોતા ભારતીય વાયુસેનાએ 324 તેજસ યુદ્ધવિમાનો સામેલ કર્યા છે. અત્યાર સુધી 123 તેજસ ફાઈટર જેટ્સને સામેલ કરવામાં આવ્યા છે.

સૂત્રો મુજબ એરફોર્સે 201 તેજસ-માર્ક-ટુ યુદ્ધવિમાનો માટે તાજેતરમાં સંમતિ આપી છે. તેજસ માર્ક-ટુ બિલકુલ નવા ફાઈટર જેટ્સ છે. તેની એવિયોનિક્સ, રડાર, હથિયાર અને એન્જિન ક્ષમતા જૂના વિમાનોથી ખૂબ સારી છે. હાલ તેજસ યુદ્ધવિમાન માત્ર સાડા ત્રણસોથી ચારસો કિલોમીટરના વિસ્તારમાં માત્ર એક કલાક જેટલું એક્શનમાં રહી શકે છે. હાલ તેજસ યુદ્ધવિમાન ત્રણ ટન સુધી હથિયારો લઈ જઈ શકે તેમ છે. બીજી તરફ અન્ય સિંગલ એન્જિન યુદ્ધવિમાનો જેવા કે સ્વીડનના ગ્રિપન-ઈ અને અમેરિકાના એફ-16 આની સરખામણીએ બે ગણા એટલે કે છ ટન સુધીના અને બેગણા સમય સુધી એક્શનમાં રહી શકે છે.

મહત્વપૂર્ણ છે કે એરફોર્સ દ્વારા ઓર્ડર કરવામાં આવેલા 20 તેજસ ફાઈટર જેટ્સમાંથી માત્ર છ યુદ્ધવિમાનોને હજી સુધી ઈનિશિયલ ઓપરેશનલ ક્લિયરન્સ મળી શક્યું છે. એરફોર્સને આશા છે કે 2019ની શરૂઆતમાં વધુ વીસ તેજસ યુદ્ધવિમાનોને ફાઈનલ ઓપરેશનલ ક્લિયરન્સ આપવામાં આવસે. એરફોર્સ દ્વારા 83 તેજસ માર્ક-વન-એ ફાઈટર્સનો કોન્ટ્રાક્ટ કરવામાં આવ્યો છે અને તેની કિંમત પચાસ હજાર કરોડ રૂપિયા છે. આ જેટ વિમાનોમાં સારા રખરખાવ, રડાર, મિડ-એર રિફ્યૂલિંગ ક્ષમતા, લોંગ રેન્જ મિસાઈલ અને દુશ્મનના રડારને જામ કરવાની ક્ષમતા સહીતના 43 સુધારા કરવામાં આવશે.

તેજસ માર્ક-ટુ હજી વિકાસની અવસ્થામાં હોવાનું જણાવાઈ રહ્યું છે. પરંતુ જો ડીઆરડીઓ, એરોનોટિકલ ડેવલોપમેન્ટ એજન્સી અને હિંદુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ આને સમયસર પૂરણ કરી દેશે તો ભારતીય વાયુસેના તેજસની કુલ 18 સ્ક્વોર્ડન બનાવવા પર સંમત છે. સંરક્ષણ પ્રધાન નિર્મલા સીતારમન પણ તાજેતરમાં કહી ચુક્યા છે કે સરકાર ઘરઆંગણે વિકસિત કરવામાં આવેલા તેજસની ઉપેક્ષા કરી રહી નથી અને તેને વધુ બહેતર બનાવવા માટે પ્રતિબદ્ધ છે.

Related posts

પાક.ની નાપાક ચાલથી લદ્દાખ અને કાશ્મીરમાં આવી શકે છે પૂર, ભારતે કર્યો વિરોધ

Mansi Patel

અમદાવાદ ગ્રામ્યમાં કોરોના પોઝિટિવ દર્દીઓનો આંકડો 1000 ને પાર, અત્યાર સુધીમાં 57 ના મોત

Nilesh Jethva

સિંહનો કોહવાયેલો મૃતદેહ મળી આવ્યો, રાજુલા રેન્જના અધિકારીઓ સમગ્ર મામલે અજાણ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!