GSTV

રૂપાણી સરકારે બજેટના આ સેક્ટરમાં મસમોટી જાહેરાત તો કરી દીધી, પણ હવે રૂપિયામાં જોરદાર ફટકો પડવાનો છે

રૂપાણી

Last Updated on February 27, 2020 by Mayur

બજેટમાં રૂપાણી સરકારે ગુજરાતને આ સૌથી મોટી ભેટ આપી છે. સરકારે વીજકર મામલે ઘટાડાનો નિર્ણય લેતાં લાખો લોકોને આ બાબતની સીધી અસર થશે. ગુજરાતમાં અનેક મહત્વના મંદિરો છે. જેમાં આવતા ભક્તો માટેની ધર્મશાળાઓમાં વીજવપરાશ કર અત્યારસુધીમાં 25 ટકા હતો. જે બજેટમાં ઘટાડી દેવાયો છે. એચટી વીજજોડાણ ધરાવતી ધર્મશાળાઓ માટે 15 ટકા અને એલટી વીજ જોડાણ ધરાવતી ધર્માશાળાઓએ 10 ટકા વીજદર ભરવો પડશે. જેના પગલે ધર્મશાળાઓના 1.45 કરોડ રૂપિયા બચશે.

અત્યાર સુધીમાં 25 ટકા હતો જે સરકારે ઘટાડીને 20 ટકા કરી દીધો

આ ઉપરાંત રાજ્યમાં લાખો દુકાનદારો કરિયાણું, કાપડ, મેડિકલ સ્ટોર,હાર્ડવેર, કલર, પ્રોવિઝન સ્ટોર, કટલરી, બેકરી, સ્ટેશનરી, મોબાઈલ શોપ, ગેરેજ જેવા વ્યવસાયમાં જોડાયેલા છે. તેમની દુકાનો સ્ટોર શોપિંગ સેન્ટરમાં આવેલી છે. વધુમાં વકીલો, સીએ, ટ્રાવેલ એજન્સી, ટ્રાન્સપોર્ટ ઓફિસો, કોચીંગ ક્લાસ, ફોટો સ્ટુડિયો, બ્યુટી પાર્લર, સલુન માધ્યમથી સર્વિસ સેક્ટરમાં કાર્યરત છે. આ તમામ વ્યવસાયના સ્થળોના વીજ વપરાશ અત્યારસુધીમાં 25 ટકા હતો. જે સરકારે ઘટાડીને 20 ટકા કરી દીધો છે. આ લાભ રાજ્યના 30 લાખ દુકાન કે ઓફિસ ધારકોને થશે. આ કર ઘટાડતાં સરકારને 320 કરોડનો ફટકો પડશે.

સરકારેને 3.60 કરોડનો ફટકો પડશે.

સરકારે ખેડૂતો માટે પણ મોટી જાહેરાત કરી છે. હાલમાં કોલ્ડ સ્ટોરેજ પર 20 ટકાના દરે વીજકર લાગુ કરવામાં આવે છે. રાજ્યના કૃષિ વિકાસમાં ખેડૂતોના આર્થિક હિતો જોડાયેલા હોવાથી કોલ્ડ સ્ટોરેજ જેવી સવલતોને ધ્યાને લેતાં સરકારે વધુ રાહત આપી છે. હાલમાં કોલ્ડસ્ટોરેજ પર લાગતો વીજકર ઘટાડીને 10 ટકા કરી દેવાયો છે. જેને પગલે સરકારેને 3.60 કરોડનો ફટકો પડશે.

10,500 ધાર્મિક સ્થળોને ફાયદો થશે

રાજ્યમાં આવેલા મંદિરો, મસ્જિદો, ચર્ચ, ગુરૂદ્વારા, દેરાસર કે અગિયારી જ્યાં પૂજા અને પ્રાર્થના કે નમાજ પઢવામાં આવતી હોય તેમજ દેરી, સમાધિ, સ્મશાનગૃહ અને કબ્રસ્તાન જેવા વીજ વપરાશ પર 25 ટકા વીજકર હતો. જે બાબતે સાધુ સંતોની રજૂઆતોને અંતે સરકારે ગ્રામ વિસ્તારમાં 7.5 ટકા અને શહેરી વિસ્તારમાં આ કર 15 ટકા કરી દીધો છે. સરકારના આ નિર્ણયને પગલે 10,500 ધાર્મિક સ્થળોને ફાયદો થશે.

દિનકર યોજના જાહેર

તો આ તરફ નીતિન પટેલે કહ્યું કે અમારી સરકાર ખેડૂતોને પૂરતો વીજ પુરવઠો પૂરો પાડે છે. હવે ખેડૂતોની વર્ષો જૂની માંગણી પુરી કરવા દિવસ દરમિયાન વીજ પુરવઠો પૂરો પાડવાનો સરકારે નીર્ધાર કર્યો છે. જેના માટે દિનકર યોજના જાહેર કરું છે. આ યોજના આગામી ત્રણ વર્ષમાં ટ્રાન્સમિશન નેટવર્કને સુદ્રઢ કરવા માટે તેમજ નવા સબ સ્ટેશનો સ્થાપવા માટે રુપિયા 3500 કરોડનું આયોજન છે. જે માટે રૂપિયા 500 કરોડની જોગવાઈ છે.

READ ALSO

Related posts

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ અમદાવાદના નગરદેવી ભદ્રકાળી માતાના કર્યા દર્શન, દારૂ જુગારનું દૂષણ નાથવા વિભાગ કડક કાર્યવાહી કરશે

pratik shah

કોરોના વોરીયર્સના સન્માન માટે કાર્યક્રમમાં સીએમ ભૂપેન્દ્ર પટેલ રહ્યા હાજર, આેમીક્રોન સામે લડવા માટે તંત્ર છે તૈયાર

pratik shah

કુમળી વયના સંતાનોને મોબાઇલ આપતા માતા-પિતા માટે ચેતવણીરૂપ કિસ્સો, સગીરા આવી યુવાનના સંપર્કમાં પછી તક જોઈને હેવાને આચર્યું દુષ્કર્મ!

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!