GSTV
World

Cases
6827968
Active
11545419
Recoverd
714731
Death
INDIA

Cases
607384
Active
1378105
Recoverd
41585
Death

32 હજારનું LED ટીવી અઢી હજારમાં , ભીડ જોઈને બોલાવી પડી પોલીસ

તમે વિચારો જો તમે સારા બ્રાન્ડની એલઈડી ટીવીની કિંમત 32 હજાર રૂપિયા હોય અને તે અઢી હજારમાં મળશે તો તમે શું કરશો? નિશ્ચિત રીતે તમે પોતે અને પોતાના સગા સંબધીઓ માટે બહોળા પ્રમાણમાં ખરીદી કરશે.

ત્યારે આવોજ નજારો ફ્રાન્સમાં જોવામળ્યો જેમાં એક શોપિંગ મોલમાં 31,500 રૂપિયાનાં મૂલ્યનાં ટીવીની કિંમત પ્રાઈસ બોર્ડ પણ ભૂલથી 2450માં પ્રદશિત થઈ રહી હતી.

બસ ત્યાર પછી તો સોશ્યલ મિડિયામાં તે દુકાનનું એડ્રેસ અને પ્રાઈસ બોર્ડનાં ફોટોઝસ વાયર થવા લાગ્યા હતા. અને દુકાન પર સસ્તું ટીવી ખરીદવા માટે લોકોની ભીડ એકઠી થઈ હતી. મોલ પહોંચીને લોકો એ એક સાથે શોપિંગ બાસ્કેટમાં ચાર ચાર ટીવી ભર્યા હતા. અને તેની કિંમત ચૂકવવામાટે કાઉન્ટર પર ગયા હતા.પરંતુ મોલનાં કર્મચારીે જણાવ્યું કે આ એક એક ટીવી 32 હજાર રૂપિયાના છે ત્યાં હાજર ગ્રાહક ભડકી ઉઠ્યા અને સસ્તી કિમંત પર ટીવી આપવાની માંગ કરી હતી.

સસ્તું ટીવી ખરીદવા માટે દુકાનમાં એટલી ભીડ જમા થઈ ગઈ કે ત્યાનાં દુકાનનાં માલિકે પોલીસ બોલાવી પડી. દુકાન માલિકો સાથે જ પોલીસે લોકો ને સમજાવ્યું કે પ્રાઈસ બોર્ડ પર તે ભાવ ભૂલથી લખવામાં આવ્યા હતા પરંતુ લોકો ા માનવા માટે તૈયાર નહોતા. અને તેજ કિંમત પર ટીવી આપવા માટે માંગ કરી હતી. અને હોબાળો સર્જાયો હતો. પોલીસે લોકોને ભારે જહેમતથી સમજાવ્યા પછી ચેતવણી આપ્યા પછીનાં લગભગ એક કલાક પછી લોકોએ ધીમે ધીમે દુકાન ખાલી કરી હતી.

Related posts

આ જિલ્લામાં કોરોનાના દર્દીઓને હવે વિના મૂલ્યે મળશે ખાનગી હોસ્પિટલ જેવી સુવિધા

Nilesh Jethva

સેના પ્રમુખે ફીલ્ડ કમાન્ડરોને કોઇ પણ સ્થિતિના મુકાબલા માટે તૈયાર રહેવા આપ્યો નિર્દેશ

Nilesh Jethva

સેના પ્રમુખનો આદેશ: ચીનનો ઘેરાવ કરવા ભારતીય સેના કોઈ પણ પરિસ્થિતી માટે તૈયાર, લડવા માટે રહો સજાગ

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!