GSTV
Home » News » તઝાકિસ્તાનની જેલમાં કોમી તોફાનમાં 32 લોકોનાં મોત, 24 ISના આતંકીઓ

તઝાકિસ્તાનની જેલમાં કોમી તોફાનમાં 32 લોકોનાં મોત, 24 ISના આતંકીઓ

તઝાકિસ્તાનની જેલમાં રવિવારે કેદીઓની વચ્ચે વિદ્રોહ થઈ ગયો હતો. આ દરમ્યાન 32 લોકોનાં મોત થયા છે. મરનારાઓમાં 24 આઈએસનાં આતંકીઓ પણ સામેલ છે. જ્યારે જેલનાં 3 ગાર્ડ પણ આ હિંસાનો શિકાર બની ગયા હતા. કાયદા મંત્રાલયે જણાવ્યુ હતુકે, પાંચ કેદીઓ અને 3 ગાર્ડસને અમુક કેદીઓએ પહેલાં જ મારી નાખ્યા હતા.

સ્થિતીને સંભાળવા માટે સુરક્ષાબળોએ કડક પગલાં ભર્યા હતા. તે દરમ્યાન કેદીઓએ સુરક્ષાબળો ઉપર હુમલો કર્યો હતો. જેમાં અન્ય લોકોનાં મોત થયા હતા.  આ જેલ વખદાતમાં સ્થિત છે. જે રાજધાની દશાંબેથી 17 કિલોમીટર દૂર સ્થિત છે. આ જેલમાં લગભગ 1500 કેદીઓ બંધ છે.

મંત્રાલય પાસેથી મળેલી જાણકારી મુજબ, કેદીઓના એક ગ્રુપે વિદ્રોહ શરૂ કર્યો હતો. જેમાં પહેલાં તેમણે ચાકુથી પાંચ કેદીઓને મારી નાખ્યા હતા. અને ત્યારબાદ 3 ગાર્ડની હત્યા કરી હતી. બાદમાં ગાર્ડ્સની જ બંદૂક લઈને મેડિકલ ફેસિલિટીના અમુક કેદીઓને કેદ કર્યા હતા.

ત્યારબાદ પોલીસે કાર્યવાહી કરી અને 24 કેદીઓને મારી નાખ્યા હતા, જ્યારે 35 કેદીઓની ધરપકડ કરી હતી. ત્યારબાદ કેદ કરાયેલાં કેદીઓને છોડાવવામાં આવ્યા હતા. હવે હાલાત પુરી રીતે કાબૂમાં છે.

READ ALSO

Related posts

World Cup 2019:NZ VS SA ન્યૂઝીલેન્ડે દક્ષિણ આફ્રિકાને 4 વિકેટે હરાવ્યું, કેપ્ટન વિલિયમસનની ધમાકેદાર સદી

Path Shah

શું તમે જાણો છો, મગફળીનું સવારના સમયે ખાલી પેટ સેવન કરવાથી થાય છે ફાયદા

Path Shah

ધર્મગુરૂ ઝાકીર નાઇકને મની લોન્ડરિંગ મામલે ફટકાર, EDએ દાખલ કરી આ અરજી

Path Shah
Do NOT follow this link or you will be banned from the site!