GSTV
Home » News » 31 ડિસેમ્બર સેલિબ્રેશનમાં દારૂની પાર્ટી કરશો તો ગયા… પોલીસની રહેશે બાજ નજર

31 ડિસેમ્બર સેલિબ્રેશનમાં દારૂની પાર્ટી કરશો તો ગયા… પોલીસની રહેશે બાજ નજર

ahmedabad lattha kand

31 ડિસેમ્બર પહેલા ભરૂચમાં દારૂની મહેફિલમાં પોલીસ ત્રાટકી હતી અને 45 જેટલા શખ્સોની પોલીસે અટકાયત કરી છે. ભરૂચના કુકરવાડા પાસે ફાર્મહાઉસ પર દારૂની મહેફિલ પર પોલીસ ત્રાટકી હતી. પોલીસે બુટલેગર અને તેના પુત્રની પણ અટકાયત કરી છે. ફાર્મહાઉસ પર બુટલેદર નિલેશ મિસ્ત્રીના પુત્રની બર્થડે પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું.

જે દરમ્યાન પોલીસ વિલન બની હતી. પોલીસે પાડેલા દરોડામાં 18 વાહનો મળીને કુલ 11 લાખ 26 હજાર 400 રૂપિયાનો મુદામાલ કબજે કરવામાં આવ્યો છે. પોલીસે આ મામલે તમામ શખ્સો વિરૂદ્ધ નશાબંધીના કાયદા હેઠળ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

સુરતમાં દારૂની મહેફિલની એક સાથે બે ઘટના પ્રકાશમાં આવ્યા બાદ પોલીસ એલર્ટ બની છે. સુરત પોલીસ ન્યૂ યર વહેલા દારૂની હેરાફેરી પર બાજ નજર રાખી રહી છે. શહેર પોલીસ કમિશનર સતિષ શર્માએ જણાવ્યુ કે, ન્યૂ યરના સેલિબ્રેશનમાં દારૂની પાર્ટી થશે તો પાર્ટીનું આયોજન કરનાર જવાબદાર ગણાશે.

આ સાથે દારૂ પીને વાહન ચલાવનાર વિરૂદ્ધ કડક કાર્યવાહી કરવા પોલીસ 251 બ્રિથ એનલાઈઝરની મદદ લેવાની છે.આ ઉપરાંત ડુમસ વિસ્તારમાં ટ્રાફિકની ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. જ્યાં લોકો મોટી સંખ્યામાં સેલિબ્રેશન કરવા આવે છે. જેથી પીપલોદ થી ડુમસ લંગર સુધી નાગરિક સુવિધા કેન્દ્ર સ્થાપિત કરવામાં આવ્યા છે.

Read Also

Related posts

વિરાટ કોહલીની RCBમાં સામેલ થઇ આ મહિલા, IPLમાં પહેલીવાર થયો આવો ઐતિહાસિક બદલાવ

Bansari

આ Appના કારણે ધડાધડ ઉતરે છે તમારા ફોનની બેટરી, ડિસ્પ્લેને પણ છે ખતરો

Bansari

કેટરિનાએ 2 વર્ષ પહેલાં જોયું હતું આ સપનું, આખરે થયું સાકાર

Bansari
Do NOT follow this link or you will be banned from the site!